________________
गुर्जरविवेचनसमन्वितः
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : આ પ્રમાણે એકાંત-અભિલાપ્યપણું પણ; અનલ-અચલાદિ શબ્દના ઉચ્ચારણમાં મોઢાનો દાહ-પૂરણ આદિ થવાનો પ્રસંગ આવવાથી, અંગીકાર કરવા યોગ્ય નથી અને આવું બોલનારા વાદીઓ ક્યાંય મળતાં નથી, એટલે અહીં યત્ન કરતા નથી.
છ એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં દોષ છે, વિવેચનઃ જેમ એકાંતે અનભિલાષ્યરૂપ વસ્તુ અસંગત છે, તેમ એકાંતે અભિલાષ્યરૂપ વસ્તુ પણ અસંગત છે, કારણ કે વસ્તુને એકાંતે અભિલાપ્ય માનવામાં, શબ્દ-અર્થના તાદાભ્યની આપત્તિ આવે ! (કેમ કે વસ્તુ સર્વીશે શબ્દવા ત્યારે જ બને કે જયારે શબ્દ-અર્થનું તાદાભ્ય હોય.)
પણ શબ્દ-અર્થનું તાદાભ્ય માનવામાં તો.. અગ્નિશબ્દ અને અગ્નિ એક જ થઈ જતાં અગ્નિશબ્દ પણ અગ્નિનું કાર્ય કરે અને તો “અગ્નિ' બોલવાથી જ મોટું સળગી જવાનો પ્રસંગ આવે ! તે જ રીતે પર્વતશબ્દ અને પર્વત એક થઈ જતાં, “પર્વત’ બોલવાથી મોઢામાં પર્વત ઘુસી જવાનો પ્રસંગ આવે !
એટલે શબ્દ-અર્થનું તાદાત્મ ન મનાય, અર્થાત્ વસ્તુને એકાંતે શબ્દમય ન મનાય અને તો તેની એકાંતે અભિલાપ્યતા પણ ન રહે.
આવા એકાંત-અભિલાપ્યતાવાદીઓ પ્રાયઃ ક્યાંય મળતા નથી, એટલે આ વિશે અમે વધુ ચર્ચા કરવાનો પ્રયત્ન નથી કરતા.
સાર: તેથી વસ્તુને એકાંતે અભિલાપ્ય પણ માનવી યોગ્ય નથી.
___तस्माद् व्यवहारान्यथाऽनुपपत्तेरभिलाप्यानभिलाप्यमिति स्थितम् । न चात्र विरोधबाधा, भिन्ननिमित्तत्वात्; तथाहि-अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया तदभिलाप्यम्, अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया चानभिलाप्यम्, इति धर्मधर्मिणोश्च कथञ्चिभेदः, इति प्रतिपादितम् । ततश्च-तद्यत एवाभिलाप्यम्, अत एवानभिलाप्यम् अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयैव अभिलाप्यत्वात्, अभिलाप्यधर्माणां चानभिलाप्यधर्माविनाभूतत्वाद् यत एव चानभिलाप्यम्, अत एव चाभिलाप्यम्, अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयैव अनभिलाप्यत्वात्, अनभिलाप्यधर्माणां चाभिलाप्यधर्माविनाभूतत्वात्, इति ।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ તેથી, વ્યવહાર અન્યથા ઉપપન ન થવાથી, વસ્તુ અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ સ્થિત થાય છે, અને અહીં વિરોધબાધા પણ નથી; કેમ કે બંનેનું નિમિત્ત ભિન્ન છે. જુઓ- અભિલાપ્યધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ તે અભિલાપ્ય છે અને અનભિલાપ્યધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ તે અનભિલાપ્ય છે. અને ધર્મ-ધર્મીનો કથંચિદ્ ભેદ છે, એ પૂર્વે કહી દીધું છે, તેથી તે, જેથી અભિલાપ્ય છે તેથી જ અનભિલાપ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org