________________
१४४
अनेकान्तवादप्रवेशः
(૫) પ્રશ્નઃ જો શબ્દનો વિષય બાહ્ય-અર્થ ન હોય, તો બંને બુદ્ધિમાં બાઘાર્થનું અભિમાન કેમ થાય છે?
ઉત્તરઃ જો કે તે વખતે પોતાના બુદ્ધિઆકારનો જ પ્રતિભાસ થાય છે, પણ તે સંવેદનમાં થનારું બાહ્યાર્થગ્રહણ; તે તિમિરરોગવાળા બે સરખા વ્યક્તિને થનારી બુદ્ધિ જેવું છે. બાકી ઘટશબ્દથી વાચ્ય ખરેખર તેવો કોઈ બાહ્યર્થ હોતો જ નથી.
ભાવ એ કે, જેમ એક સૈમિરિક બીજા નૈમિરિકને બે ચન્દ્ર કહે છે, તે વખતે, ખરેખર તો તેઓ પોતાના બુદ્ધિપ્રતિભાસને જ કહે છે...તેમ વક્તા શ્રોતા પણ પોતાના માત્ર બુદ્ધિપ્રતિભાસને જ કહે છે કે – “આને (=બુદ્ધિમાં ભાસતા ઘડાને) ઘટ કહેવાય’ બાકી ઘટશબ્દથી વાચ્ય બાહ્યાર્થ નથી. (હવે બૌદ્ધમંતવ્યનું નિરાકરણ કરાય છે –)
જે બૌદ્ધમંતવ્યનું ઉન્મેલન - ઉત્તરપક્ષ છે સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અસાર છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે. જુઓ; માત્ર વિકલ્પ થવાથી શબ્દની ઉત્પત્તિ થઈ જાય એવું સિદ્ધ નથી, કારણ કે (૧) મૂંગો વક્તા (બોલવાની ઇચ્છાવાળો મૂંગો), (૨) ન બોલનાર વ્યક્તિ... વગેરે ઘણા વ્યક્તિઓમાં વિકલ્પ હોવા છતાં પણ, શબ્દરૂપ કાર્ય સંભળાતું નથી, હવે જો વિકલ્પથી જ શબ્દની ઉત્પત્તિ થાય, તો મૂકાદિ દ્વારા પણ શબ્દપ્રયોગ થવો *જોઈએ ને?
વળી એકાંતે શબ્દથી શ્રોતૃવિકલ્પનો અસંભવ આ રીતે વિચારવો – વક્તા બોલે ઘટ, પણ સંભળાય પટ એવું બને, ત્યારે વ્યભિચાર આવે. ક્ષણિકવાદી બોદ્ધમતે તો જન્ય-જનકભાવ (કાર્યકારણભાવ) પણ સંગત થતો નથી, એ વાત અમે આગળ બતાવીશું.
એટલે શબ્દ-વિકલ્પનો જન્ય-જનકભાવ ઘટાવી સંકેતની સમર્થના થઈ શકે નહીં એવું સિદ્ધ થયું.
નિષ્કર્ષ : આમ વસ્તુ વિશે જ સંકેતાદિ સંગત થાય છે અને તો વસ્તુને શબ્દવાચ્ય માનવી જ રહી એટલે તો તેની અભિલાપ્યત્વરૂપતા જ સિદ્ધ થશે.
(આ પ્રમાણે એકાંતઅનભિલાપ્યતાનું નિરાકરણ કરીને, હવે એકાંત અભિલાપ્યતાનું નિરાકરણ કરવા આગળનો ગ્રંથ કહે છે –)
___एवमेकान्ताभिलाप्यत्वमप्यनलाचलादिशब्दोच्चारणे वदनदाहपूरणादिप्रसङ्गानाङ्गीकर्त्तव्यम् । न चैवंवादिनः क्वचिदप्युपलभ्यन्ते, इति अतो नेह यत्न इति ।
* અહીં ‘ારણસર્વેડપિ મર્યાડસર્વમ્' એવો વ્યતિરેક વ્યભિચાર છે. એટલે વિકલ્પની કારણતા
વ્યભિચરિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org