________________
१३४
अनेकान्तवादप्रवेशः
કોઈ માણસે એક વ્યક્તિને કહ્યું કે “અગ્નિ લઈ આવ’ તો તે વ્યક્તિને (૧) પહેલા અગ્નિની પ્રતીતિ થાય,પછી (૨) તે વિશિષ્ટ ક્ષયોપશમવાળા પ્રમાતાની અગ્નિ વિશે પ્રવૃત્તિ થાય, ત્યારબાદ (૩) તે અગ્નિને લઈ આવે અને લાવ્યા પછી (૪) તે વ્યક્તિ જણાવે છે કે “તમારા વડે જે અગ્નિ કહેવાયો હતો, તે લવાયો છે.”
પણ હવે જો અગ્નિશબ્દથી અગ્નિવસ્તુ વાચ્ય જ ન બને, તો તે માણસના કહેવાથી પણ કોઈ વ્યક્તિને પ્રતીતિ-પ્રવૃત્તિ આદિ નહીં થાય. એટલે વસ્તુને કથંચિત્ અભિલાપ્ય (=શબ્દવાચ્ય) માનવી જ રહી.
પ્રશ્ન : “અગ્નિ' શબ્દથી અગ્નિ વાચ્ય ન હોવા છતાં પણ, તે શબ્દથી તેની પ્રતીતિ આદિ માની લઈએ તો ?
ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, અગ્નિશબ્દથી જેમ અનભિલાપ્ય પણ અગ્નિની પ્રતીતિ આદિ થાય છે, તેમ અનભિલાય ઉદકાદિની પણ પ્રતીતિ આદિ થવા લાગશે ! જે કોઈને ઇષ્ટ નથી. એટલે દરેક વસ્તુઓને તે તે શબ્દથી વાચ્ય માનવી જ રહી.
હવે બૌદ્ધ પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે.
स्यादेतद्, असौ शब्दाद्विकल्पं प्रतिपद्यते, तस्माच्च दृश्यविकल्प्याऽर्थावेकीकृत्य प्रवर्त्तते । न पुनः शब्दादेव, अप्रतिपन्नविकल्पस्य कस्यचित्प्रवृत्त्यदर्शनात् । सङ्केतवशाच्च शब्दादर्थे प्रवृत्तिः, तस्य च विकल्पमन्तरेणान्यत्र कर्तुमशक्यत्वाद्, इति; इतीत्थमेवेदमगीવર્તવ્ય, તિા. ____ A पूर्वमुद्रिते ‘विकल्पेऽर्था०' इत्यशुद्धपाठः, अत्र तु B-प्रतपाठः ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? આ (જેને અગ્નિ લાવ એમ કહેવાયું છે તે વ્યક્તિ) શબ્દથી વિકલ્પને સ્વીકારે છે અને તેનાથી દશ્ય અને વિકધ્ય અર્થનું એકીકરણ કરી પ્રવર્તે છે, શબ્દથી જ નહીં, કારણ કે જેને વિકલ્પનો સ્વીકાર નથી થયો તેવા પ્રમાતાની પ્રવૃત્તિ દેખાતી નથી... વળી સંકેતના વશે શબ્દથી અર્થમાં પ્રવૃત્તિ થાય અને તે વિકલ્પ સિવાય બીજે ઠેકાણે કરવો શક્ય નથી. એટલે આ એ પ્રમાણે જ માનવું જોઈએ.
# વસ્તુની અભિલાપ્યતા અંગે બોદ્ધકૃત પૂર્વપક્ષ વિવેચનઃ બૌદ્ધઃ વસ્તુને અભિલાપ્ય ત્યારે મનાય કે જયારે તે શબ્દથી વાચ્ય બનતી હોય, પણ વસ્તુ તે શબ્દનો વિષય જ નથી, કારણ કે શબ્દનો વિષય “અન્યાપોહ=વિકલ્પગત સામાન્યાકાર મનાયો છે.
ભાવ એ કે, “અગ્નિ' એવા શબ્દનો વિષય, કોઈ અગ્નિ પદાર્થ નથી, પણ વિકલ્પબુદ્ધિગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org