________________
गुर्जरविवेचनसमन्वितः
१३३
अभिलाप्य-अनभिलाप्य-अनेकान्तवादः।।
દરેક વસ્તુઓ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે એવું સિદ્ધ કરી, હવે વસ્તુની અભિલાખઅનભિલાપ્ય-રૂપતા સિદ્ધ કરવા, ગ્રંથકારશ્રી ચોથા અધિકારનો પ્રારંભ કરે છે –
__ (४) यच्चोक्तम्, ‘एवमभिलाप्यानभिलाप्यमपि विरोधबाधितत्वादेवानुद्घोष्यम्' इत्यादि तदप्ययुक्तम् अन्यथा व्यवहारोच्छेदप्रसङ्गात् । तद्यदि एकान्तेनैवानभिलाप्यमभ्युपगम्यते, कथं तर्हि शब्दविशेषादर्थविशेषप्रतीत्यादिः ? दृश्यते च ‘अनलाद्यानय' इत्युक्ते विनीतानां धूमध्वजादौ प्रवृत्तिः।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? અને જે કહ્યું હતું કે - “એમ અભિલાણ-અનભિલાણ-પણ વિરોધથી બાધિત હોવાથી બોલવા યોગ્ય નથી - તે પણ અયુક્ત છે, અન્યથા વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવે, તે જો એકાંતે અનભિલાપ્ય જ મનાય, તો શબ્દવિશેષથી અર્થવિશેષની પ્રતીતિ આદિ કેવી રીતે થાય? અને “અગ્નિ લાવ એમ કહેતાં વિનીતોની અગ્નિ વિશે પ્રવૃત્તિ થતી દેખાય છે.
મૂળ પૂર્વપક્ષીના કથનનો નિરાસ છે. વિવેચનઃ પહેલા તમે જે કહ્યું હતું કે - “વસ્તુ તે અભિલાપ્ય (Eશબ્દવાચ્ય) અને અનભિલાપ્ય (=શબ્દથી અવારૂપરૂપ) છે, એવી ઉદ્ઘોષણા ન કરવી, કારણ કે એક જ વસ્તુ અભિલાપ્યઅનભિલાષ્યરૂપ હોવી વિરોધબાધિત છે” – એ બધું કથન પણ અયુક્ત છે, કારણ કે એક જ વસ્તુ અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ હોવામાં કોઈ વિરોધ નથી. જુઓ –
(૧) અભિલાખ, અને (૨) અનભિલાખ - એમ ઉભયરૂપ વસ્તુ જ પ્રમાણસિદ્ધ છે, કારણ કે વસ્તુનો તે રૂપે જ અર્થક્રિયારૂપ વ્યવહાર થતો દેખાય છે. (અન્યથાક) જો વસ્તુને અભિલાખઅનભિલાખ ન માનો, તો વસ્તુના સમસ્ત વ્યવહારનો ઉચ્છેદ થાય. તે આ પ્રમાણે
(હવે ગ્રંથકારશ્રી પહેલાં, એકાંત અનભિલાપ્ય-અભિલાપ્ય માનવામાં કઈ રીતે દોષો આવે, તે જણાવે છે. ત્યારબાદ ઉભયરૂપતાની સિદ્ધિ કરશે.)
છે એકાંતે અનભિલાપ્ય માનવામાં દોષપરંપરા છે જો વસ્તુ એકાંતે અનભિલાપ્ય જ હોય, અર્થાત્ શબ્દથી વાચ્ય જ ન હોય, તો વ્યવહારમાં પ્રયોજાતા “અગ્નિ વગેરે શબ્દથી અગ્નિ આદિ અર્થની પ્રતીતિ વગેરે (=પ્રવૃત્તિ, પ્રાપ્તિ, નિવેદન) શી રીતે થશે ? પણ થાય તો છે જ, તે આ પ્રમાણે –
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org