________________
गुर्जरविवेचनसमन्वितः
१३५
અનગ્નિનો અપોહ (=અગ્નિ સિવાયના બધાનો વ્યવચ્છેદ) છે.* એટલે વસ્તુ શબ્દનો વિષય ન હોવાથી, તે અભિલાપ્ય ન બને.
એટલે તે વ્યક્તિ, “અગ્નિ' વગેરે શબ્દથી વિકલ્પગત અન્યાપોહનું જ ગ્રહણ કરે છે (વસ્તુનું નહીં)
પ્રશ્ન : જો શબ્દથી અન્યાપોહનું જ ગ્રહણ થતું હોય, તો તેની વસ્તુ વિશે પ્રવૃત્તિ શી રીતે થાય? (જેનું ગ્રહણ થાય તે વિશે જ પ્રવૃત્તિ થાય ને ?)
ઉત્તરઃ જુઓ ભાઈ ! વિકલ્પનો વિષય સામાન્ય છે અને નિર્વિકલ્પનો વિષય સ્વલક્ષણ છે. પણ તે પ્રમાતા, (૧) દશ્ય=નિર્વિકલ્પદર્શનનો વિષય સ્વલક્ષણ અને (૨)વિકધ્ધ=વિકલ્પનો વિષય સામાન્ય – એ બંને વિષયોનું એકીકરણ કરીને, વિકલ્પનો વિષય સામાન્ય હોવા છતાં પણ, એકીકરણના સામર્થ્યથી, પ્રમાતા દશ્યને પણ વિષય તરીકે માની લે છે અને એટલે જ તેની દશ્યક સ્વલક્ષણ વિશે પણ પ્રવૃત્તિ થઈ જાય છે.
આમ શબ્દથી વિકલ્પનું ગ્રહણ થાય અને વિકલ્પથી દશ્ય-વિકધ્યનું એકીકરણ થયે દશ્યસ્વલક્ષણ વિશે પણ પ્રવૃત્તિ થઈ જાય છે...બાકી શબ્દથી વસ્તુનું ગ્રહણ થાય અને પછી પ્રવૃત્તિ થાય એવું નથી.
બીજી વાત, શબ્દોથી પદાર્થની પ્રતીતિ ત્યારે જ થાય કે જ્યારે તેને કોઈએ સંકેત કર્યો હોય કે “આને ઘટશબ્દથી કહેવો' કારણ કે સંકેત વિના વસ્તુની પ્રતીતિ કોઈને થતી નથી.
હવે “ઘટ’ વગેરે શબ્દોનો સંકેત, વસ્તુમાં કરવો તો શક્ય જ નથી, કારણ કે સ્વલક્ષણરૂપ વસ્તુ તો અનંત હોવાથી તેમાં સંકેત સંભવિત જ નથી અને જો દરેક વસ્તુમાં સંકેત ન થાય, તો તે સંકેત વ્યવહારમાં ઉપયોગી બને નહીં.
તાત્પર્ય એ કે, ઘટ તો અનંત છે. દરેક ઘટમાં તો સંકેત કરવો શક્ય નથી. હવે કેટલાક ઘટમાં સંકેત કરે, તો તેનો વ્યવહારમાં કોઈ ઉપયોગ નથી. કારણ કે બધા ઘટ, ઘટપદથી વાચ્ય બને નહીં.
એટલે વિકલ્પમાં જણાતો અધટાપોહમાં જ “ઘટ’ પદનો સંકેત થાય છે અને તેથી જ બધા જ ઘટ “ઘટ’ પદથી વાચ્ય બની જાય છે.
એટલે માનવું જ રહ્યું કે, શબ્દથી વિકલ્પનું ગ્રહણ થાય અને તે વિકલ્પથી એકીકરણ દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ થાય... (એટલે વસ્તુ શબ્દવાચ્ય ન બને અને તો તેને અભિલાખ પણ ન મનાય.)
હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધવક્તવ્યનું આમૂલચૂલ ઉમૂલન કરવા પોતાનું મંતવ્ય રજુ કરે છે.
___एतदप्ययुक्तम्, विकल्पप्रतिपत्तावपि दृश्यविकल्प्याथैकीकरणाभावतः प्रवृत्त्ययोगाद्,
* આવું માનવા પાછળ બોદ્ધનો ગર્ભિત આશય એ કે, જો શબ્દના વિષયરૂપે વાસ્તવિક વસ્તુ પણ મનાય, તો શબ્દોને પણ પ્રમાણ માનવા પડે ! જે બૌદ્ધને બિલકુલ ઇષ્ટ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org