________________
गुर्जरविवेचनसमन्वितः
સાર ઃ આ રીતે સ્યાદ્વાદમતે સકલલોકપ્રસિદ્ધ વ્યવહારની નિબંધ સંગતિ હોવાથી, પૂર્વપક્ષીએ જે કહ્યું હતું કે ‘પ્રવૃત્તિનિયમનનો ઉચ્છેદ થશે' તે કથન માત્ર પ્રયાસ પૂરતાં ફળવાળું છે.
*
एतेन 'विषे भक्षिते मोदकोऽपि भक्षितः स्याद्' इत्याद्यपि प्रतिक्षिप्तमवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वात् इति ।
-! પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : એનાથી ‘વિષ ખાધે મોદક પણ ખવાઈ ગયો થાય' એ પણ પ્રતિક્ષિપ્ત થયું સમજવું; કેમ કે તુલ્ય યોગક્ષેમ છે.
X
१३१
* પૂર્વપક્ષીના અન્યકથનનો નિરાસ
વિવેચન ઃ ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષીનું બીજું જે કહેવું હતું કે – “વિષ ખાવાથી મોદક પણ ખવાઈ જ જશે... વગેરે’” – તે બધું કથન પણ નિરાકૃત થયું જાણવું, કારણ કે આની પ્રતિક્ષેપક્રિયા પણ ઉ૫૨ની જેમ તુલ્ય જ છે (અર્થાત્ વિષના વિશેષપરિણામનો વિષના જ સમાનપરિણામ સાથે અવિનાભાવ છે, મોદકના સમાનપરિણામ સાથે નહીં. એટલે વિષ ખાતાં માત્ર વિષનું જ ભક્ષણ થાય, મોદકનું નહીં.)
X
यच्चापरेणाप्युक्तम्- 'सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः' इत्यादि - तदपि कूटनटनृत्तमिवाभाविताऽनुष्ठानं न विदुषां मनोहरम्, इत्यपकर्णयितव्यम्, वस्तुतः प्रदत्तोत्तरत्वात्, કૃતિ । અનં વિસ્તરેળ વવસામ્ ।।રૂ।।
इति सामान्यविशेषोभयरूपैकवस्तुवादः ।।३।।
-- પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : અને જે બીજા વડે પણ કહેવાયું છે કે – બધા ઉભયરૂપ હોય, તો તેના વિશેષનું નિરાકરણ થવાથી... ઇત્યાદિ' તે પણ કૂટનટના નાટ્ય જેવું અભાવિત અનુષ્ઠાન વિદ્વાનોને મનોહર નથી. એટલે ન સાંભળવું જોઈએ; કેમ કે પરમાર્થથી તેનો ઉત્તર અપાઈ ગયો છે. હવે વાણીના વિસ્તારથી સર્યું. આ પ્રમાણે સામાન્ય-વિશેષ ઉભયરૂપ એકવસ્તુનો વાદ થયો.
પ્રશ્ન : પણ એ કથનમાં ખોટું શું ?
વિવેચન : વળી પૂર્વપક્ષમાં બીજાઓનું જે કહેવું હતું કે “જો બધા પદાર્થ ઉભયરૂપ હોય, તો વસ્તુના વિશેષરૂપનું નિરાકરણ થવાથી - વિશેષરૂપ પણ પદાર્થ સામાન્યરૂપ બનતા - ‘દહીં ખા’ એમ પ્રેરાયેલો વ્યક્તિ ઊંટને ખાવા કેમ દોડતો નથી ? ...’’ તે પણ ખોટા નટના નૃત્ય જેવું અભાવિત અનુષ્ઠાન છે (અર્થાત્ જૈનદર્શનના ભાવાર્થને જાણ્યા વિનાનું માત્ર વાચાલતારૂપ અનુષ્ઠાન છે.) આવું અનુષ્ઠાન વિદ્વાનોને મનોહર નથી, એટલે સાંભળવું જોઈએ નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org