________________
अनेकान्तवादप्रवेशः ->
સમાનપરિણામ પણ દરેક પદાર્થમાં જુદો જુદો હોઈ સમાનપરિણામરૂપ નહીં રહે...(અર્થાત્ તેનું સમાનપરિણામપણું ઉપપન્ન નહીં થાય.)
१३०
:
ઉત્તરપક્ષ ઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે ઘટાદિ દરેક પદાર્થમાં સમાનપરિણામ અલગ અલગ હોવા છતાં પણ બંનેનું સમાનપણું છે જ.
પ્રશ્ન ઃ તો બંને પરિણામમાં તફાવત શું ? (કારણ કે દરેક પદાર્થમાં જુદા જુદારૂપે હોવાપણું તો બંનેનું સમાન છે.)
ઉત્તર ઃ તફાવત એ જ કે, તે બંનેનો સ્વભાવ જુદો જુદો છે. તે આ રીતે – (૧) સમાનપરિણામ તે સમાન બુદ્ધિ-શબ્દને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, કારણ કે તેનાથી જ ઘટ-શરાવાદિમાં ‘માટી-માટી’ એવા સમાન બુદ્ધિ-શબ્દો પ્રવર્તે છે, અને (૨) વિશેષપરિણામ તે વિશેષ બુદ્ધિ-શબ્દોને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, કારણ કે તેનાથી જ ‘આ ઘટ આ શરાવ' એવા વિશેષ બુદ્ધિશબ્દો પ્રવર્તે છે.
આમ, બંનેનો સ્વભાવ જુદો જુદો હોવાથી, તફાવત સિદ્ધ છે.
(આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ, ઘટ-શરાવાદિ ઉદાહરણને લઈને ભાવાર્થ બતાવ્યો. હવે પૂર્વપક્ષના ઉપન્યાસની વિરુદ્ધમાં પ્રસ્તુત વિષ-મોદકની વાતનો નિષ્કર્ષ કહે છે –)
તેથી(૧) વિષ-મોદકાદિને પણ સમાનસંવેદનથી સંવેદ્ય અને સમાનશબ્દથી અભિધેય માનવા જ રહ્યાં, કારણ કે તેઓ ‘સત્-સત્’ એવા સમાન શબ્દ-સંવેદનથી કથિત-સંવેદિત થાય છે. અને (૨) તેઓને વિશેષ સંવેદનથી સંવેદ્ય અને વિશેષશબ્દથી અભિધેય પણ માનવા જ રહ્યા, કારણ કે તેઓ ‘વિષ-મોદક' એવા વિશેષ શબ્દ-સંવેદનથી કથિત-સંવેદિત પણ થાય છે જ.
આમ વિષાદિ, સમાન-વિશેષ શબ્દ-સંવેદનથી અભિધેય-સંવેદ્યરૂપે પ્રતીત જ છે. છતાં પણ, જો તમે તેવું (=વિષાદિને સમાન-વિશેષ શબ્દ-સંવેદનથી અભિધેય-સંવેદ્યરૂપે ) ન માનો, તો ‘સત્સત્ અથવા વિષ-મોદક' એવા સમાન-વિશેષ શબ્દ/સંવેદનનો અભાવ થશે !
તેથી વિષ-મોદક બંને પદાર્થ (૧) સમાન શબ્દ-બુદ્ધિથી અભિધેય-સંવેદ્ય હોવાથી સામાન્યરૂપ છે, અને (૨) વિશેષ શબ્દ-બુદ્ધિથી અભિધેય-સંવેદ્ય હોવાથી વિશેષરૂપ છે... (એમ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે.)
તો પણ વિષનો ઇચ્છુક પ્રમાતા, વિષ અંગે જ પ્રવૃત્તિ કરશે, કારણ કે વિષના વિશેષપરિણામનો જ વિષના સમાનપરિણામ સાથે અવિનાભાવ (=નિત્ય સંબંધ) છે. (જો અવિનાભાવ ન હોત, તો તે વ્યક્તિની કદાચ ત્યાં પણ પ્રવૃત્તિ ન થાત, પણ તેવું તો નથી.)
અને તે વ્યક્તિ મોદક વિશે પ્રવૃત્તિ નહીં કરે, કારણ કે વિષના વિશેષપરિણામનો મોદકના સમાનપરિણામ સાથે અવિનાભાવ નથી. (જો અવિનાભાવ હોત, તો કદાચ તેની ત્યાં પણ પ્રવૃત્તિ થાત. પણ તેવું નથી.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org