________________
गुर्जरविवेचनसमन्वितः
१२९
એટલે જે સમાનપરિણામ વિષથી અભિન્ન છે, તે જ સમાનપરિણામ મોદકાદિથી અભિન્ન નથી. કારણ કે વિષ-મોદક બંનેનો સમાનપરિણામ એક માનવામાં તો તેઓની સમાનતા જ ન રહે. તેનું કારણ એ કે બે જુદા પદાર્થોની જ સમાનતા બતાવાય, એક પદાર્થની નહીં (‘મુખ ચંદ્રસમાન છે” એવું બતાવાય, પણ “ચંદ્ર ચંદ્રસમાન છે' એવું નહીં.)
સાર: વિષ-મોદકાદિનો સમાનપરિણામ એક માનવામાં તેઓ એક થઈ જતાં તેઓની સમાનતા જ ન રહે. તેથી બંનેનો સમાનપરિણામ જુદો જુદો જ માનવો રહ્યો અને એટલે પછી વિષ તે મોદક નહીં બને.
स्यादेतत्, समानपरिणामस्यापि प्रतिविशेषमन्यत्वादसमानपरिणामवत् तद्भावानुपपत्तिः, તિ | ___एतदप्ययुक्तम्, सत्यप्यन्यत्वे समानाऽसमानपरिणामयोभिन्नस्वभावत्वात्। तथाहिसमानधिषणाध्वनिनिबन्धनस्वभावः समानपरिणामः, तथा विशिष्टबुद्ध्यऽभिधानजननस्वभावस्त्वितरः, इति यथोक्तसंवेदनाभिधानसंवेद्याभिधेया एव विषादयः, इति प्रतीतमेतत्; अन्यथा यथोक्तसंवेदनाद्यभावप्रसङ्गात् । अतो यद्यपि द्वयमप्युभयरूपं तथापि विषार्थी विष एव प्रवर्त्तते, तद्विशेषपरिणामस्यैव तत्समानपरिणामाविनाभूतत्वात्, न तु मोदके, तत्समानपरिणामाविनाभावाभावात् तद्विशेषपरिणामस्य, इति । अतः प्रयासमात्रफला प्रवृत्तिनियमोच्छेदनचोदनैव, इति ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ સમાનપરિણામ પણ દરેક વિશેષે જુદો હોવાથી અસમાનપરિણામની જેમ તેના ભાવની અનુપપત્તિ થશે. ઉત્તરપક્ષઃ આ પણ અયુક્ત છે, કારણ કે પ્રતિવિશેષ અન્યત્વ હોવા છતાં સમાનઅસમાનપરિણામ ભિન્નસ્વભાવી છે. તે આ પ્રમાણે - સમાન બુદ્ધિ-શબ્દનો કારણભૂત સ્વભાવ તે સમાનપરિણામ, તથા વિશિષ્ટ બુદ્ધિ-શબ્દને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો વિશેષ પરિણામ એટલે વિષાદિ, યથોક્ત સંવેદના અને અભિધાનથી સંવેદ્ય અને અભિધેય જ છે અને આવું પ્રતીત છે, અન્યથા યથોક્ત સંવેદનાદિનો અભાવ થવાનો પ્રસંગ આવે. એટલે જો બંને ઉભયરૂપ છે, તો પણ વિષાર્થી વિષમાં જ પ્રવર્તે; કેમ કે તેનો વિશેષ પરિણામ જ તેના સમાનપરિણામને અવિનાભાવી છે. મોદકમાં નહીં પ્રવર્તે, કારણ કે તેના વિશેષપરિણામનો તેના સમાનપરિણામ સાથે અવિનાભાવી નથી. એટલે પ્રવૃત્તિનિયમના ઉચ્છેદનું કહેવું પ્રયાસમાત્ર ફળવાળું છે.
ક સમાનપરિણામ અંગે પૂર્વપક્ષીની આશંકાનો નિરાસ છું વિવેચન : પૂર્વપક્ષ : જો ઘટ-શરાવાદિ દરેકનો સમાનપરિણામ જુદો જુદો હોય, તો જેમ અસમાનપરિણામ (Fવિશેષ પરિણામ) દરેક પદાર્થમાં જુદો જુદો હોઈ સમાનપરિણામરૂપ નથી. તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org