________________
१२८
अनेकान्तवादप्रवेशः
प्रसाधकम्, इति । न हि ‘मधुरकलड्डुकादिविशेषानर्थान्तरम् सर्वथैकस्वभावम् एकम् अनवयवं सामान्यम्' इत्यभिदधति जैनाः । अतः किमुच्यते ? 'न विषं विषमेव, मोदकाद्यभिन्नसामान्याव्यतिरेकाद्' इत्यादि । किं तर्हि ?। समानपरिणामः । स च भेदाविनाभूतत्वात् न य एव विषादभिन्नः स एव मोदकादिभ्योऽपि, सर्वथा तदेकत्वे समानत्वायोगात् ।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને જે કહ્યું હતું કે – “જો વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનો, તો સકલલોકપ્રસિદ્ધ વ્યવહારના નિયમનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે.. ઇત્યાદિ” તે પણ કેવળ જિનમતની અનભિજ્ઞતાને સૂચવનારું છે, ઇષ્ટ-અર્થનું સાધક નથી, કારણ કે જૈનો, મધુરક-લાડવાદિ વિશેષોથી અભિન્ન સર્વથાએકસ્વભાવવાળું એક નિરવયવ સામાન્ય કહેતા જ નથી. તો તમે વિષ માત્ર વિષ જ નહીં રહે; કેમ કે તેનો મોદકાદિથી અભિન સામાન્યની સાથે અભેદ છે' એવું શી રીતે કહી શકો? અમે તો સમાનપરિણામ કહીએ છીએ અને તે તો ભેદને અવિનાભાવી છે. એટલે જે વિષથી અભિન છે, તે જ મોદકાદિથી પણ અભિન્ન નથી; કેમ કે સર્વથા એકપણું હોવામાં તો સમાનતા જ ન ઘટે.
# સ્યાદ્વાદ મતે વ્યવહારનું નિયંત્રણ છે - વિવેચનઃ સૌ પ્રથમ પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “વસ્તુને જો સમાન-અસમાન ઉભયરૂપ માનો, તો સકલલોકપ્રસિદ્ધ વ્યવહારનિયંત્રણનો ઉચ્છેદ થઈ જશે, અર્થાત્ મોદકાદિનો ઇચ્છુક મોદકાદિ વિશે જ પ્રવર્તે એવું નહીં રહે” તે બધું કથન, માત્ર જિનમતની અનભિજ્ઞતાને જ સૂચવે છે. અર્થાત્ જિનમતને(=સ્યાદ્વાદમતને) યથાર્થ ન જાણવાનું જ પરિણામ છે. બાકી આવા કથનથી તમારું જે ઇષ્ટ છે કે – “સ્યાદ્વાદમતે વસ્તુની અસંગતિ થાય તે સિદ્ધ નહીં થાય, કારણ કે સ્યાદ્વાદ મતે તો સર્વવ્યવહાર સમંજસ જ છે. તે આ પ્રમાણે –
અમે જૈનો – “મધુરક(=વિષ), લાડવા આદિ બધા વિશેષો સાથે અભિન્ન, એકાંત એકસ્વભાવી, નિરવયવ, એક સામાન્ય છે” – એવું નથી કહેતા, તો તમે ફોગટનો ઉપાલંભ શા માટે આપો છો કે, “મોદકાભિન્ન સામાન્ય તે વિષ સાથે પણ અભિન્ન હોવાથી, વિષ માત્ર વિષ જ નહીં રહે, પરંતુ મોદક પણ બની જશે... ઇત્યાદિ.”
તાત્પર્ય એ કે, જો અમે મોદક-વિષના સામાન્યને એક માનીએ, તો તમે આપેલ આપત્તિ બરાબર કે – ‘વિષ, મોદક પણ બનશે, કારણ કે તે વિષનો મોદકસામાન્યની સાથે અભેદ છે...” પણ અમે બેના સામાન્યને એક માનતાં જ નથી.
પ્રશ્ન : તો શું માનો છો ?
ઉત્તર : અમે “સમાનપરિણામ” જ સામાન્ય માનીએ છીએ અને આ સમાનપરિણામ ભેદને અવિનાભાવી છે. (અર્થાત્ તેઓમાં ભેદ હોવામાં જ સમાનપરિણામ ઘટે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org