________________
१२६
अनेकान्तवादप्रवेशः
અહીં વિશેષબુદ્ધિ અસમાનપરિણામમૂલક છે. એટલે યથોદિત બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિ થશે જ. કહ્યું છે કે – વસ્તુનો જે સમાનપરિણામ તે જ સામાન્ય અને અસમાનપરિણામ તે જ વિશેષ આમ એક વસ્તુ અનેકરૂપ હોય.”
# ચાદ્વાદમતે સમાન શતદબુદ્ધિની નિબંધ સંગતિ જ વિવેચન : પૂર્વપક્ષ: જો ઘટ-શરાવાદિમાં કોઈ સામાન્ય ન હોય, તો તે પદાર્થો વિલક્ષણ જ સાબિત થાય અને તો જેમ હિમ-અંગારાદિમાં સમાન બુદ્ધિ/શબ્દ નથી થતાં, તેમ ઘટ-શરાવાદિમાં પણ સમાન બુદ્ધિ શબ્દ નહીં થાય.
સ્યાદ્વાદીઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે ઘટ-શરાવાદિ વિલક્ષણ હોવા છતાં પણ, તેઓમાં સમાનપરિણામ રહ્યો છે અને તેના સામર્થ્યથી જ તેઓ વિશે સમાન શબ્દબુદ્ધિની પ્રવૃત્તિ થઈ જશે.
આ જ વાતને ગ્રંથકારશ્રી વ્યતિરેક દાંતપૂર્વક કહે છે –
ઘટ-શરાવાદિમાં રહેલ અસમાનપરિણામ=વિશેષપરિણામને કારણે જેમ “આ ઘટ-આ શરાવ' એમ વિશેષ શબ્દ બુદ્ધિ થાય છે, તેમ તેઓમાં રહેલ સમાનપરિણામને કારણે “માટી-માટી' એમ સમાન શબ્દ-બુદ્ધિની પ્રવૃત્તિ પણ સંગત જ છે.
આ જ વાતને સિદ્ધ કરનાર એક શ્લોક કહ્યો છે –
“ઘટાદિ વસ્તુનો જ જે “માટી' આદિ સમાનપરિણામ છે, તે જ સામાન્ય...અને ‘ઉર્ધ્વતા* આદિ જે વિશેષ પરિણામ છે તે જ વિશેષ... આમ ઉભયરૂપ (=સામાન્ય-વિશેષરૂપ) એક વસ્તુ પણ વિશેષો અનેક હોવાથી અનેક છે.”
___ततश्च तद्यत एव सामान्यरूपम्, अत एव विशेषरूपम्, समानपरिणामस्यासमानपरिणामाविनाभूतत्वात् । यत एव विशेषरूपम्, अत एव सामान्यरूपम्, असमानस्यापि समानपरिणामाविनाभूतत्वाद्, इति । न चानयोर्विरोधः, समानासमानपरिणामयोरुभयोरपि (स्वसंवेदनसिद्धत्वात् ।) स्वसंवेदनस्योभयरूपत्वाद्, उभयरूपतायाश्च व्यवस्थापितत्वात् ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? અને તેથી, તે જેથી સામાન્યરૂપ છે, એથી જ વિશેષરૂપ છે, કેમ કે સમાનપરિણામ અસમાનપરિણામને અવિનાભૂત છે અને જેથી વિશેષરૂપ છે, એથી જ સામાન્યરૂપ છે; કેમ કે અસમાનપરિણામ સમાનપરિણામને અવિનાભૂત છે. અને એ બેનો વિરોધ નથી, કારણ કે સમાન-અસમાન બંને પરિણામો સ્વસંવેદનસિદ્ધ છે. તેનું કારણ એ કે સ્વસંવેદન ઉભયરૂપ છે અને ઉભયરૂપતા તે વ્યવસ્થાપિત કરી છે.
* ઉર્ધ્વતા-જાડાઈ-પહોળાઈ આદિ ઘટના અસમાનપરિણામ છે, કારણ કે તેવી જાડાઈ આદિ બીજા પદાર્થમાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org