________________
गुर्जरविवेचनसमन्वितः
એવું ત્યારે જ કહેવાય કે જ્યારે તે બે પદાર્થો ભિન્ન હોય... બાકી ભેદ વિના, તે બે પદાર્થો એક થવાથી, તેઓમાં સમાનતા જ ન ઘટે. (બધા લોકમાં ‘મુખ ચંદ્રસમાન છે' એવું જ કહે છે, ‘ચંદ્ર ચંદ્રસમાન છે, એવું નહીં.)
१२५
તેથી સમાનપરિણામ હોવા છતાં પણ, ઘટ-શરાવાદિનો કથંચિદ્ ભેદ સિદ્ધ જ છે. સાર ઃ તેથી ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દોને પ્રવર્તાવનાર, વસ્તુનો સમાનપરિણામ જ સામાન્ય છે. (કારણ કે તે જ સમાન શબ્દબુદ્ધિનું કારણ છે.)
*
यतश्चैवम् अतो न य एवासावेकस्मिन् विशेषे, स एव विशेषान्तरे । किं तर्हि ? समानः, इति कुतः सामान्यविचारोदितभेदद्वयसमुत्थापराधावकाशः ? इति । -! પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : જેથી આવું છે, એથી જે સમાનપરિણામ એક વિશેષમાં છે, (તે જ) બીજા વિશેષમાં નથી, પણ તેની સમાન છે, તો સામાન્યના વિચાર વખતે ઉત્પન્ન થયેલા બે વિકલ્પજન્ય દોષોનો અવકાશ શી રીતે ? વૈશેષિકકલ્પિત સામાન્યભાવી દોષોનો અનવકાશ
વિવેચન ઃ જે કારણથી પૂર્વોક્ત સમાનપરિણામ સિદ્ધ થાય છે, તે કારણથી અમે કહીએ છીએ કે જે સમાનપરિણામ ઘટાદિમાં રહ્યો છે, તે જ શરાવાદિમાં નથી.
પણ શરાવાદિમાં, ઘટના સમાનપરિણામ જેવો જ બીજો સમાનપરિણામ છે. એટલે અમારા મતે દરેકનો સમાનપરિણામ જુદો જુદો છે, કોઈ એક-વ્યાપી સામાન્ય સમાનપરિણામ નથી.
તેથી વૈશેષિકકલ્પિત સામાન્યની વૃત્તિના વિચાર વખતે ‘તે સંપૂર્ણપણે રહે કે દેશથી' એવા બે વિકલ્પોના કારણે ‘સપ્રદેશી માનવાનો પ્રસંગ આવશે' એવા જે દોષો આવતા હતા, તે દોષોનો અહીં અંશતઃ પણ અવકાશ નથી, કારણ કે સમાનપરિણામ તો વૈશેષિકકલ્પિત સામાન્યથી અત્યંત વિલક્ષણ છે.
न चैवं सति परस्परविलक्षणत्वाद् विशेषाणां समानबुद्धिशब्दद्वयप्रवृत्त्यभावः, सत्यपि वैलक्षण्ये समानपरिणामसामर्थ्यतः प्रवृत्तेः । असमानपरिणामनिबन्धना च विशेषबुद्धिरिह इति यथोदितबुद्धिशब्दद्वयप्रवृत्तिः इति । तथा चोक्तम् -
'वस्तुन एव समानः परिणामो यः स एव सामान्यम् । असमानस्तु विशेषो वस्त्वेकमनेकरूपं तु । । १ ।।'
--• પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : અને આવું હોવામાં વિશેષો પરસ્પર વિલક્ષણ થવાથી સમાન બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિનો અભાવ થઈ જાય એવું નથી; કેમ કે વિલક્ષણતા હોવા છતાં સમાન પરિણામના સામર્થ્યથી પ્રવૃત્તિ થઈ જશે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org