________________
अनेकान्तवादप्रवेशः ->
એકાદિધર્મક છે, જ્યારે સમાનપરિણામરૂપ સામાન્ય તેવું નથી, તે તો તુલ્યજ્ઞાનથી જાણવા યોગ્ય ઘટ-શરાવાદિ વસ્તુનું જ સ્વરૂપ છે, કોઈ અલગ પદાર્થરૂપ નહીં. (તુલ્યજ્ઞાન એટલે ‘ઞયં મૃર્ - ઞયં મૃત્' એવા બે જ્ઞાનો.તેનાથી પરિચ્છેદ્ય સ્વરૂપ એ સમાનપરિણામ કહેવાય.) એટલે પૂર્વોક્ત દોષોનો અહીં સંભવ નથી.
१२४
આવા સમાનપરિણામમાં જ ‘સામાન્યપણું’ સંગત છે, કારણ કે સામાન્યનો વાસ્તવિક વ્યુત્પત્તિ અર્થ અહીં જ ઘટે છે. તે આ પ્રમાણે “સમાનાનામ્ ભાવ: સામાન્ય=અર્થાત્ સમાનોનો ભાવ તે સામાન્ય’ અહીં ‘સમાનાનાં’ એવી ષષ્ઠી વિભક્તિ કર્તા અર્થમાં છે. એટલે અર્થ થશે. “સમાન પદાર્થો વડે તેવા થવાય તે સામાન્ય” હવે આ વ્યુત્પત્તિ સમાનપરિણામરૂપ વસ્તુસ્વરૂપમાં જ સંગત થાય છે, કારણ કે ઘટ-શરાવાદિ વસ્તુ વડે જ તેવા થવાય છે.
પ્રશ્ન ઃ શું એવી વ્યુત્પત્તિ, વૈશેષિકકલ્પિત સામાન્યમાં ન ઘટે ?
ઉત્તર : ના, કારણ કે સામાન્યને તેઓ એક અલગ પદાર્થ માને છે અને તેનો સમાન એવા ઘટાદિ સાથે સંબંધ માને છે... પણ અમે પૂછીએ છીએ કે, ઘટાદિ પદાર્થો શું સ્વભાવથી જ (૧) સમાન છે, કે (૨) નહીં ?
(૧) જો અતિરિક્ત સામાન્ય વિના પણ, ઘટાદિ પદાર્થો સ્વભાવથી જ સમાન હોય, તો તેવા સામાન્યનો કોઈ જ ઉપયોગ નથી, કારણ કે તેના વિના પણ પદાર્થો સ્વભાવથી જ સમાન છે.
(૨) અન્યથા=જો અતિરિક્ત સામાન્ય વિના ઘટાદિ પદાર્થો સ્વભાવથી જ સમાન ન માનો, તો તેઓ પોતે અસમાન રહેવાથી “સમાનોનો ભાવ તે સામાન્ય' એવા સામાન્યની કલ્પના સંગત નહીં થાય, કારણ કે જ્યારે કોઈ સમાન પદાર્થ જ નથી, ત્યારે તેઓનો ભાવ શી રીતે કહેવાય ? તેથી વૈશેષિક મતે, સામાન્યનો વાસ્તવિક વ્યુત્પત્તિ અર્થ અઘટિત છે, એટલે તેવા સામાન્યની કલ્પના યુક્તિ સંગત નથી.
*
समानत्वं च भेदाविनाभाव्येव, तदभावे च सर्वथैकत्वतः समानत्वानुपपत्तिः, इति समानपरिणाम एव समानबुद्धिशब्दद्वयप्रवृत्तिनिमित्तम् ।
• પ્રવેશરશ્મિ -
ભાવાર્થ : અને સમાનપણું ભેદને અવિનાભાવી જ છે, ભેદ ન હોય તો સર્વથા એકપણું થવાથી સમાનતા જ ઉ૫પન્ન નહીં થાય, એટલે સમાનપરિણામ જ સમાન બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિનું કારણ છે. * ભેદ-અવિનાભાવી સમાનતા
:
વિવેચન : પૂર્વપક્ષ ઃ જો ઘટ-શરાવાદિનો સમાનપરિણામ જ હોય, તો તેઓનો જુદા જુદા રૂપે બોધ કેમ થાય છે ?
ઉત્તરપક્ષ : અરે ! સમાનતા તો ભેદને અવિનાભાવી છે, અર્થાત્ ‘આ આની સમાન છે’
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International