________________
गुर्जरविवेचनसमन्वितः
પ્રશ્ન : તો કોનો નિષેધ કરો છો ?
ઉત્તર : વૈશેષિકો જે એક-નિત્યાદિરૂપ સામાન્યનો સ્વીકાર કરે છે, તેનો નિષેધ કરીએ છીએ, કારણ કે “તે વિશેષોમાં સંપૂર્ણપણે રહે કે દેશથી...' ઇત્યાદિ વિકલ્પો અને ચર્ચાઓ દ્વારા, સામાન્યની વિશેષમાં વૃત્તિ સંગત થતી નથી, એવું અમે પૂર્વે બતાવી જ ગયા છીએ.
*
१२३
*
आह-किं पुनर्यथोक्तबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनम्, इति । उच्यते - अनेकधर्मात्मकस्य वस्तुनः समानपरिणामः, इति । न चात्र सामान्यवृत्तिपरीक्षोपन्यस्तविकल्पयुगलकप्रभवदोषसम्भवः, समानपरिणामस्य तद्विलक्षणत्वात्, तुल्यज्ञानपरिच्छेद्यवस्तुरूपस्य समानपरिणामत्वात्; अस्यैव च सामान्यभावोपपत्तेः, 'समानानां भावः सामान्यम् इति, यत्समानैस्तथा भूयते' इत्यन्वर्थयोगात् अर्थान्तरभूतभावस्य तद्व्यतिरेकेणापि तत्समानत्वेऽनुपयोगाद्, अन्यथा ‘समानानाम्' इत्यभिधानाभावादयुक्तैव तत्कल्पना । મૈં પ્રવેશરશ્મિ -
ભાવાર્થ : તો યથોક્ત બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિનું કારણ શું ? જુઓ; અનેક ધર્માત્મક વસ્તુનો સમાનપરિણામ જ... અને અહીં સામાન્યની વૃત્તિની પરીક્ષામાં મૂકેલા વિકલ્પયુગલથી જન્ય દોષોનો સંભવ નથી; કેમ કે સમાનપરિણામ તો તેનાથી વિલક્ષણ છે, એ તો તુલ્યજ્ઞાનથી જ્ઞેય એવી વસ્તુરૂપ જ છે. અને આનો જ સામાન્યભાવ ઉત્પન્ન છે, કારણ કે ‘સમાનોનો ભાવ તે સામાન્ય... સમાન પદાર્થો વડે તેવા થવાય તે સામાન્ય' આવો અન્વર્થ તેમાં જ ઘટે છે. અર્થાતરસ્વરૂપ ભાવનો તેના વિના પણ તેના સમાનપણામાં ઉપયોગ નથી, અન્યથા, ‘સમાનોનો’ એવા વચનનો અભાવ થવાથી તેની કલ્પના અયુક્ત છે.
* સમાનપરિણામરૂપ સામાન્યની સિદ્ધિ ક
વિવેચન : વૈશેષિક : જો તેવું સામાન્ય ન હોય, તો ‘માટી- માટી' એમ સમાનબુદ્ધિ અને સમાનશબ્દનું કારણ શું ?
—
સ્યાદ્વાદી : ઘટ, શરાવ, ઉક્ટ્રિક, ઉદંચન આદિ વસ્તુઓ સત્ત્વ-જ્ઞેયત્વાદિ અનેક ધર્માત્મક છે. આવી વસ્તુઓનો “સમાનપરિણામ” (=એકબીજાને સમાનરૂપે રહેવાનો સ્વભાવ-પરિણામ) તે જ સામાન્ય છે અને તે જ ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દની પ્રવૃત્તિનું કારણ છે. પ્રશ્ન ઃ સામાન્યની વૃત્તિની પરીક્ષા વખતે, તમે જે વિકલ્પો મૂક્યાં હતાં કે “એકાદિસ્વભાવવાળાં સામાન્યનું રહેઠાણ, દિશા-દેશ-કાળ-સ્વભાવથી ભિન્ન ભિન્ન વિશેષોમાં (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી ?” તે વિકલ્પો દ્વારા જે દોષો આવ્યા હતા કે – “અનંત સામાન્ય માનવા પડશે...ઇત્યાદિ” તે દોષો સમાનપરિણામરૂપ સામાન્યમાં પણ આવશે જ ને ?
-
ઉત્તર ઃ ના, બિલકુલ નહીં, કારણ કે એકાદિરૂપ સામાન્ય કરતાં, સમાનપરિણામરૂપ સામાન્ય સાવ જ વિલક્ષણ છે... અને તેની વિલક્ષણતા એ જ કે, તમારું સામાન્ય તો અલગ પદાર્થરૂપ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org