________________
अनेकान्तवादप्रवेशः
ઉત્તરપક્ષઃ અરે મૂર્ખ! તું તો અભ્યપગમમાત્રનો જ ભક્ત છે (=અમારો અભ્યાગમ ન હોવાથી તેને સ્વીકારાય નહીં, એવી માન્યતા ધરાવનારો છે. અર્થાત્ તારી પોતાની માન્યતાનું પૂંછડું પકડી રાખનાર છે.) તું તો સુખેથી વધેલો છે ( આ શાસ્ત્ર સાચું કે ખોટું-એવા વિચારનો પરિશ્રમ ન કરનારો છે) અને એટલે જ યુક્તિસંગત પણ આકાશભાગોને તું સ્વીકારવા તૈયાર નથી.
પૂર્વપક્ષ પણ ભાગો યુક્તિયુક્ત શી રીતે?
ઉત્તરપક્ષઃ જુઓ; જે નિર્વિભાગ હોય, તે પદાર્થમાં અમુક ઠેકાણે અસ્તિત્વ અને અમુક ઠેકાણે નાસ્તિત્વ ન હોય. દા.ત. પરમાણુને તમે નિર્વિભાગ ( નિરવયવ) માનો છો અને તેથી તેમાં ચણકાદિનું કોઈક ઠેકાણે અસ્તિત્વ અને કોઈક ઠેકાણે નાસ્તિત્વ એવું તમે પણ નથી માનતા.
- હવે જો આવી સ્વદર્શનની માન્યતા હોય, તો એક જ નિર્વિભાગ આકાશમાં અમુક ઠેકાણે વિષ્ણુનું અસ્તિત્વ અને અમુક ઠેકાણે વિષ્ણુનું નાસ્તિત્વ એવું શી રીતે ઘટે? તેથી જે ભાગમાં વિધ્યનો ભાવ છે અને જે ભાગમાં વિભ્યનો અભાવ(=વિશિષ્ટભાવનો અભાવ) છે, તે બંને ભાગો આકાશના માનવા જ રહ્યા... અને એટલે તો આકાશ સભાગ (=સપ્રદેશી) જ સિદ્ધ થશે.
આ રીતે જ્યારે સ્વમાન્યતાથી પણ આકાશની સપ્રદેશતા સિદ્ધ થતી હોય, ત્યારે તો તેમાં ચિત્ત રાખો ! હવે આ પ્રસંગથી સર્યું.
સારાંશ : આકાશ તો સમદેશી હોવાથી, તેની જુદા જુદા પ્રદેશ વૃત્તિ (=આધેયતાસંબંધથી ભાવમાં રહેવું) સંગત છે. પણ સામાન્ય તો તેવું નથી, તો તેની ગગનની જેમ વૃત્તિ શી રીતે સંગત બને ?
एतेन नित्यव्यापिनिर्देशसामान्यवृत्तिरपि प्रत्युक्ता ।।
— —- પ્રવેશરશ્મિ – ભાવાર્થ એનાથી નિત્ય-વ્યાપી-નિરવયવ-સામાન્યની વૃત્તિ પણ નિરાકૃત થઈ ગઈ.
છે નિત્યાદિરૂપ સામાન્યની વૃત્તિનો નિરાસ છે વિવેચન : ઉપરોક્ત કથનથી (૧) નિત્ય, (૨) વ્યાપી-સર્વગત, (૩) નિર્દેશ-નિરવયવ એવા સામાન્યની પણ ઘટાદિ વિશેષોમાં વૃત્તિ હોવાનું નિરસ્ત થાય છે, તે આ રીતે –
(૧) નિત્ય તો એકાંત એકસ્વભાવી છે, તો તેની જુદા જુદા કાળે થનારા વિશેષોમાં વૃત્તિ શી રીતે મનાય ? કારણ કે વિશેષના નાશે તો સામાન્યનો પણ કથંચિત્ નાશ થાય જ. . (૨) વ્યાપી તો સર્વગત હોવાથી, તેઓનું પ્રતિનિયત વિશેષોમાં જ રહેવાનું નિયંત્રણ કેમ? આશય એ કે, મૃત્વ તો સર્વગત હોવાથી, તે માત્ર ઘટાદિમાં જ કેમ ? જળાદિમાં કેમ નહીં ?
(૩) નિરવયના તો કોઈ અવયવો ન હોવાથી, તે અમુક-અમુક દેશથી અમુક-અમુક વિશેષોમાં શી રીતે રહે? (દા.ત. મૃત્ત્વ તે જુદા જુદા દેશથી પર્વત, પૃથ્વી, ઘટ વગેરેમાં શી રીતે રહે?) જો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org