________________
गुर्जर विवेचनसमन्वितः
<–
દરેક વિશેષોમાં સંપૂર્ણપણે રહે, તો અનંત સામાન્યો માનવા પડે. (જે વૈશેષિકોને માન્ય નથી.) તેથી એક, નિત્ય, નિરવયવાદિરૂપ સામાન્યની વૃત્તિ કથપિ સંગત નથી અને તેથી તેવું સામાન્ય માનવું બિલકુલ યોગ્ય નથી.
*
१२१
आह-अनुभवसिद्धत्वात् सामान्यस्य न युज्यते सहृदयतार्किकस्य तत्प्रतिक्षेपेणाભાનમાવાસવિતુમ્, આવાસસ્ય નિતત્ત્વાર્; તથાદિ-વિ ‘સનાતનું-વસ્તુસન્-વ્યાપિएकम्-अनवयवं' सामान्यवस्तु न स्यात्, न तदा देशकालस्वभावभेदभिन्नेषु घटशरावो(०ष्ट्रिकोदञ्चनादि०) दञ्चनालिञ्जरादिषु विशेषेषु सर्वत्र 'मृद्, मृद्,' इत्यभिन्नौ बुद्धिशब्दौ स्याताम् । न खलु हिमतुषारकरकोदकाङ्गारमुर्मुरज्वालानलझञ्झामण्डलिकोत्कलिकापवनखदिरोदुम्बरिकादिषु अत्यन्तभिन्नेषु बहुषु विशेषेष्वेकाकारा बुद्धिर्भवति, नाप्येकाकारः शब्दः प्रवर्त्तते इति, अतोऽस्य यथोक्ताभिन्नबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनस्य वस्तुसतः सामान्यस्य सत्त्वमाश्रयितव्यम् इति ।
- પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : વૈશેષિક : સામાન્ય તો અનુભવસિદ્ધ હોવાથી સહૃદયતાર્કિકને તેના પ્રતિક્ષેપ દ્વારા આત્માને આયાસ પહોંચાડવો યોગ્ય નથી; કેમ કે આયાસ નિષ્ફળ છે. તે આ પ્રમાણે - જો સનાતન, વાસ્તવિક, વ્યાપી એક, નિરવયવ એવી સામાન્યવસ્તુ ન હોય, તો ત્યારે દેશ, કાળ અને સ્વભાવના ભેદે ભિન્ન એવા ઘટ, શરાવ, ઉક્ટ્રિક, ઉદંચન, અલિંજરાદિ વિશેષોમાં બધે ઠેકાણે ‘માટી-માટી’ એવા અભિન્ન બુદ્ધિ-શબ્દ ન થાય. અને હિમ, તુષાર, કરા, પાણી, અંગારા, મુર્મુર, જ્વાલા, અનલ, ઝંઝાવાત, મંડલિક, ઉત્કલિકા, પવન, ખદિર, ઉદુંબર વગેરે અત્યંત ભિન્ન અનેક વિશેષોમાં એકાકાર બુદ્ધિ થતી નથી અને એકાકાર શબ્દ પણ પ્રવર્તતો નથી. એટલે યથોક્ત અભિન્ન બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિનું કારણ અને વાસ્તવિક એવાં સામાન્યનું અસ્તિત્વ માનવું જ જોઈએ.
# વૈશેષિકકૃત સામાન્યસાધક પૂર્વપક્ષ ૢ
:
વિવેચન : વૈશેષિક : અરે ! સામાન્ય તો અનુભવસિદ્ધ છે, કારણ કે ઘટ-કપાલાદિમાં થતી તુલ્યબુદ્ધિ આ સામાન્યને કારણે જ થાય છે અને આવા સામાન્યનો પ્રતિક્ષેપ કરી, સહૃદયતાર્કિક (=હૃદયમાં તર્કપરિપૂર્ણ=ભાવાર્થથી શૂન્ય ન રહેનારા) વ્યક્તિઓએ આત્માને કષ્ટ આપવું યોગ્ય નથી, કારણ કે અનુભવસિદ્ધ સામાન્યનો પ્રતિક્ષેપ કરવામાં તો તેઓનો પ્રયાસ નિષ્ફળ જ છે.
પ્રશ્ન ઃ પણ સામાન્ય અનુભવસિદ્ધ છે, એવું તમે શી રીતે કહો છો ?
ઉત્તર : જુઓ (૧) સનાતન=નિત્ય, (૨) વસ્તુ=અપરિકલ્પિત-વાસ્તવિક, (૩) વિશેષ પદાર્થોમાં વ્યાપીને રહેનાર, (૪) માત્ર એકરૂપ, (૫) અવયવરહિત આવી જો સામાન્ય નામની વસ્તુ નહીં માનો, તો...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org