________________
गुर्जरविवेचनसमन्वितः
११९
અથવા તો જે આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ છે, તે આકાશપ્રદેશમાં પણ વિધ્યનું અસ્તિત્વ માનવું પડશે, કારણ કે વિધ્યના ભાવવાળા આકાશપ્રદેશની સાથે વિષ્ણુના અભાવવાળા આકાશપ્રદેશનો અભેદ છે.
એટલે બે આકાશપ્રદેશોનો સર્વથા અભેદ તો ન મનાય.
(ખ) જો કથંચિત્ અભેદ માનો તો તો અનેકાતવાદનો જ અભ્યપગમ (=સ્વીકાર) થવાથી, એકાંતવાદરૂપ સ્વસિદ્ધાંતનો વિરોધ થાય. એટલે તે પણ ન મનાય.
(૨) હવે તે બંને આકાશપ્રદેશોનો જો ભેદ માનો તો તે ભેદ (ક) સર્વથા માનો, કે (ખ) કથંચિત?
(ક) જો સર્વથા ભેદ માનો તો જે આકાશપ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે અને જે આકાશપ્રદેશમાં વિધ્યનું નાસ્તિત્વ છે, તે બેમાંથી કોઈ એકને અગગનરૂપ માનવો પડશે, કારણ કે તે બેનો સર્વથા ભેદ ત્યારે જ કહી શકાય કે જ્યારે એકમાં રહેલ ધર્મો બીજામાં ન હોય અને તેવું માનવામાં તો, એક આકાશપ્રદેશમાં જે આકાશત્વ છે તેનું પણ બીજા આકાશપ્રદેશમાં નાસ્તિત્વ માનવું પડે અને તેથી તો – આકાશત્વ ન રહેવાથી તો – તે પ્રદેશ અગગનરૂપ ફલિત થાય ! એટલે તેઓનો સર્વથા ભેદ માનવો તો ઉચિત નથી.
(ખ) જો કથંચિત્ ભેદ માનો, તો અનેકાંતવાદ આવી જતાં, ફરી સ્વદર્શનનો ત્યાગરૂપ દોષ આવે. એટલે તે પણ ન મનાય.
આમ ભેદ-અભેદ બંને વિકલ્પોથી પૂર્વપક્ષીનું વચન અયુક્ત જણાઈ આવે છે.
स्यादेतत्, भागानभ्युपगमाद् व्योम्नो यथोक्तदोषानुपपत्तिः, इति ।
अनभ्युपगममात्रभक्तो देवानांप्रियः सुखैधितो नोपपत्तिप्राप्तानपि भागानवगच्छति, इति । ननु 'विशिष्टभावाभावगम्या एव भागाः' इत्यवगमे निवेश्यतां चित्तम्, इति । अलं प्रसङ्गेन ।
–- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : આકાશના ભાગ માન્યા જ ન હોવાથી યથોક્ત દોષ સંગત નથી.
ઉત્તરપક્ષઃ અરે! અભ્યપગમ માત્રનો ભક્ત, સુખેથી વધેલો એવો તું મૂર્ખ! યુક્તિસંગત પણ ભાગોને સ્વીકારવા તૈયાર નથી. ખરેખર તો વિધ્યના ભાવ-અભાવથી જ ભાગો જણાઈ આવે છે, એટલે તેને જાણવામાં ચિત્તને મૂકો. હવે આ પ્રસંગથી સર્યું.
# આકાશને અપ્રદેશી માનનારાઓની મૂર્ખતા ક વિવેચનઃ પૂર્વપક્ષ: પણ અમે તો આકાશના કોઈ ભાગો માનતા જ નથી, તો “બંને ભાગો ભિન્ન છે કે અભિન્ન ?” એવા વિકલ્પોથી થનારા દોષો, શી રીતે આવે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org