________________
११८
अनेकान्तवादप्रवेशः
વિવેચનઃ પૂર્વપક્ષ આકાશ તો અપ્રદેશ છે, એટલે ઉપરોક્ત વિકલ્પોનો સંભવ જ નથી, કારણ કે તે એક જ આકાશમાં વિખ્ય-હિમવત્ આદિ દરેક પર્વતોનું અવસ્થાન છે.
ઉત્તરપક્ષ આ કથન પણ યુક્ત નથી, કારણ કે અહીં પણ “વિષ્ય-હિમવત્ આદિનું એક ઠેકાણે રહેઠાણ માનવું પડશે.” એ બધા પૂર્વોક્ત દોષોનું ઉલ્લંઘન નથી થતું.
વળી વિધ્યાદિ કંઈ સર્વવ્યાપી નથી કે જેથી ‘(સર્વવ્યાપી એવા) એક જ આકાશમાં તેઓ રહે છે' એવું કહી શકાય.
વળી પહેલા તો એ કહો કે, જે આકાશ પ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે અને જે આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ છે, તે બે આકાશપ્રદેશો, એકબીજાથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ?
આ બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે. જુઓ –
____ यद्यनन्यत्वम्, किं सर्वथा ? आहोश्वित् कथंचित् ? यदि सर्वथा, हन्त ! तर्हि यत्र विन्ध्यभावस्तत्राप्यभावः स्यात्, तदभाववनभोभागाव्यतिरिक्तत्वात् तद्भाववनभोभागस्य, विपर्ययो वा । अथ कथंचिद्, अनेकान्तवादाभ्युपगमात् स्वकृतान्तप्रकोपः । अथान्यत्वम्, किं सर्वथा ? उत कथंचित् ? यदि सर्वथा, अन्यतमस्यानभोभागत्वप्रसङ्गः, सर्वथा भेदान्यथानुपपत्तेः । अथ कथंचित्, स्वदर्शनपरित्यागदोषः, इति।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : જો અભિન્નપણું, તો શું સર્વથા કે કથંચિતું? જો સર્વથા, તો જ્યાં વિધ્યનો ભાવ છે, ત્યાં પણ અભાવ થાય; કેમ કે તે ભાવવાળો આકાશપ્રદેશ, અભાવવાળા આકાશપ્રદેશથી અભિન્ન છે અથવા તેનાથી ઊંધું થાય. જો કથંચિત, તો અનેકાંતવાદ સ્વીકારવાથી સ્વસિદ્ધાંતનો પ્રકોપ થાય. હવે ભિન્નપણું, તો તે શું સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા, તો બેમાંથી એકને અગગન માનવો પડે, અન્યથા સર્વથા ભેદ ઉપપન ન થાય. હવે જો કથંચિત, તો સ્વદર્શનનો ત્યાગ થવાનો દોષ...
* આકાશની સપ્રદેશતા અંગે પૂર્વપક્ષની માન્યતાનો વિકાશ નિરાસ હ
વિવેચનઃ (૨) તે બંને આકાશપ્રદેશોનો જો અભેદ માનો, તો અમે પૂછીએ છીએ કે, તે અભેદ (ક) સર્વથા માનો, કે (ખ) કથંચિત્ ?
(ક) જો સર્વથા અભેદ માનો, તો જે આકાશપ્રદેશમાં વિભ્યનું અસ્તિત્વ છે, તે જ આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ માનવો પડશે, કારણ કે વિષ્ણુના અભાવવાળા આકાશપ્રદેશની સાથે વિષ્ણુના ભાવવાળા આકાશપ્રદેશનો અભેદ છે.
આશય એ કે, જો બે જુદા જુદા આધાર હોય, તો ભાવ-અભાવનું જુદું જુદું અસ્તિત્વ સંભવી શકે, પણ આકાશરૂપ બે અધિકરણનો તમે અભેદ માન્યો અને તો આયરૂપ ભાવ-અભાવનું પણ એકત્ર અસ્તિત્વ માનવું પડે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org