________________
गुर्जरविवेचनसमन्वितः
११७
ઉત્તરપક્ષઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે બીજી કોઈ રીતે આકાશની વૃત્તિ સિદ્ધ જ નથી. તેનું કારણ એ કે (આકાશને નિષ્પદેશી માનવામાં પુષ્કળ દોષો આવતા હોવાથી) જૈનો વડે આકાશને સપ્રદેશી=સાવયવ મનાય છે.
આકાશને નિપ્રદેશ માનવામાં અનેક દોષો જ પૂર્વપક્ષ: પણ આકાશને સપ્રદેશી ન માનીએ તો ? ઉત્તરપક્ષ ઃ તો તો અનેક દોષો આવે. તે આ રીતે - આકાશ જે દેશથી “
વિષ્ણુ” પર્વત સાથે જોડાયેલું છે, શું (૧) તે જ દેશથી હિમવર્-મેરૂ આદિ પર્વતો સાથે જોડાયેલું છે, કે (૨) કોઈ બીજા દેશથી ?
(૧) જો તે દેશથી જ બધા પર્વતો સાથે સંયોગ થયો હોય, તો વિધ્ય-હિમવ-મેરૂ આદિ તમામ પદાર્થોનું એક ઠેકાણે રહેઠાણ માનવું પડે, અન્યથા તેઓની સાથે નિષ્પદેશી-આકાશનો સંયોગ ઉપપન્ન ન થાય.
તેનું કારણ એ કે, આકાશ નિષ્પદેશી હોઈ જુદા જુદા પ્રદેશ વિનાનો છે અને એટલે જુદા જુદા પ્રદેશમાં રહેલ વિધ્યાદિ દ્વારા, પોત-પોતાના પ્રદેશોથી આકાશની સાથે સંયોગ થવો અસંભવિત છે... એટલે આકાશની સાથે સંયોગ માનવા, વિંધ્યાદિનું એકત્ર અવસ્થાન માનવું જ રહ્યું, જે લોકઆગમવિરુદ્ધ છે.
(૨) આકાશનો જો જુદા જુદા દેશથી બધા પર્વતો સાથે સંયોગ માનો, તો તો આકાશને અનેક પ્રદેશો માન્યા કહેવાય અને તેથી તો આકાશની સપ્રદેશતા જ સિદ્ધ થાય.
स्यादेतद्, अदेशत्वाद् वियतो यथोक्तविकल्पासम्भवः, तत्रैकस्मिनेव तेषामवस्थितत्वात्।
इदमप्ययुक्तम्, वस्तुतः पूर्वोक्तदोषानतिवृत्तेः । न च सर्वव्यापिनो विन्ध्यादयः, इति; येन तस्मिन्नेव तेषामवस्थितत्वादिति सफलं भवेद्, इति; यतो यत्र विन्ध्यभावो यत्र चाभावः, इत्यनयोर्नभोभागयोरन्यत्वम् ? अनन्यत्वं च ? इति वाच्यम् । વિશ્વતિઃ ?
–- પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ પૂર્વપક્ષઃ આકાશ અપ્રદેશી હોવાથી યથોક્ત વિકલ્પ ન સંભવે; કેમ કે એક જ આકાશમાં તેઓ બધાનું અવસ્થાન છે. ઉત્તરપક્ષ : આ પણ અયુક્ત છે; કેમ કે પરમાર્થથી પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન નથી થતું. તે આ રીતે વિંધ્યાદિ સર્વવ્યાપી નથી કે જેથી તેમાં તેઓનું અવસ્થાન કહેવું સફળ થાય. વળી જ્યાં વિંધ્યનો ભાવ છે અને જ્યાં અભાવ છે તે બંને આકાશના ભાગોનું ભિન્નપણું છે કે અભિન્નપણું? તે કહો. તેનાથી શું? (તો જુઓ –)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org