________________
११६
अनेकान्तवादप्रवेशः
न च गगनवद् व्यापित्वाद् वर्त्तते, इति अकलङ्कन्यायानुसारि चेतोहरं वचः, अविचारितरमणीयत्वात् । कायंदेशव्यतिरेकेण वृत्त्यदर्शनात् ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તે ગગનની જેમ વ્યાપી હોવાથી સર્વત્ર રહે, એવું અકલંકના ન્યાયને અનુસરનારું વચન મનોહર નથી, કેમ કે તે અવિચારિતરમણીય છે. તેનું કારણ એ કે, સંપૂર્ણ-દેશ સિવાય વૃત્તિ દેખાતી નથી.
# અકલંકમતનો નિરાસ & વિવેચનઃ પૂર્વપક્ષ: જેમ ગગન વ્યાપીને રહે છે, તેમ એક એવું પણ સામાન્ય વ્યાપીને રહે તો વાંધો શું?
ઉત્તરપક્ષ: *અકલંકના ન્યાયને અનુસરનારું એવું આ વચન મનને હરનારું નથી, કારણ કે પહેલી વાત તો એ કે, કોઈપણ પદાર્થની વૃત્તિ બે જ પ્રકારે દેખાય છે- (૧) સંપૂર્ણપણે, કે (૨) દેશથી... અને સામાન્યની તો આ બેમાંથી એકે પ્રકારે વૃત્તિ ઘટતી નથી અને તે સિવાય ત્રીજા પ્રકારે તો વૃત્તિ દેખાતી જ નથી.
उभयव्यतिरेकेण नभसो वृत्तिः, इति चेत् ? न, असिद्धत्वात्, नभसः सप्रदेशत्वाभ्युपगमात् । निःप्रदेशत्वे चानेकदोषप्रसङ्गात् तथाहि-येन देशेन विन्ध्येन सह संयुक्तं नभः हिमवन्मन्दरादिभिरपि किं तेनैव ? आहोश्विदन्येन ? इति । यदि तेनैव, विन्ध्यहिमवदादीनामेकत्रावस्थानादिप्रसङ्गः, निःप्रदेशकाकाशसंयोगान्यथाऽनुपपत्तेः । अथान्येन; आयातं तर्हि सदेशत्वमाकाशस्य ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ તે બેથી જુદારૂપે પણ આકાશની વૃત્તિ થાય છે જ ને? ના, તેવું સિદ્ધ નથી; કેમ કે આકાશને સપ્રદેશી માનીએ છીએ. જો નિષ્પદેશી માનો, તો અનેક દોષો આવે. જુઓ, આકાશ, જે દેશથી વિંધ્ય સાથે સંયુક્ત છે, શું તે જ દેશથી હિમવતુ-મેરૂ આદિ સાથે સંયુક્ત છે કે કોઈ બીજા દેશથી? જો તે જ દેશથી, તો વિષ્ય-હિમવતુ આદિનું એક ઠેકાણે રહેઠાણ માનવું પડે, અન્યથા નિષ્પદેશ-એક આકાશનો સંયોગ ઉપપન ન થાય. જો બીજા દેશથી તો આકાશનું સદેશીપણું જ આવી ગયું.
વિવેચનઃ પૂર્વપક્ષઃ (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશ વિના પણ આકાશની વૃત્તિ તો દેખાય જ છે ને ? (આશય એ કે, આકાશ નિરંશ મનાયું છે. એટલે દેશથી વૃત્તિ નથી તેમ સર્વથી પણ તેની વૃત્તિ નથી. ઉભયભિન્ન કોઈક રીતે તે બધામાં વૃત્તિ છે તો તેની જેમ સામાન્યની વૃત્તિ પણ કેમ ન ઘટે ?)
* આ કાંતો અકલંક નામના વિદ્વાનનું નામ છે અથવા તો સુંદર એવા અર્થમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org