________________
गुर्जरविवेचनसमन्वितः
११५
કેમ કે અમારો તેવો અદ્ભુગમ નથી, અમે યથોક્ત (એક, નિત્ય, નિરંશ વગેરે સ્વભાવવાળું) સામાન્ય નથી માનતા; કેમ કે તે તો યુક્તિરહિત છે. તે આ પ્રમાણે - તે એકાદિસ્વભાવવાળું સામાન્ય, દિશા-દેશ-કાળસ્વભાવાદિથી ભિન્ન-ભિન્ન વિશેષોમાં સંપૂર્ણપણે રહે કે દેશથી? સંપૂર્ણપણે તો ન રહે, કારણ કે વિશેષો અનંત હોવથી સામાન્ય પણ અનંત થવાનો પ્રસંગ આવે! અથવા તો એક વિશેષને છોડીને બીજા બધા વિશેષો સામાન્ય શૂન્ય થવાની આપત્તિ આવે! અને અનંતપણું હોવામાં તો તેના એકપણાનો વિરોધ છે અને દેશથી પણ તે ન રહે; કેમ કે તેમાં સદેશતાનો પ્રસંગ આવે..
& મૌલિક પૂર્વપક્ષની માન્યતાઓનું નિરસન 8 વિવેચનઃ તમે જે કહ્યું હતું કે – “સામાન્ય તો એક, નિત્ય, નિરવયવ, નિષ્ક્રિય અને સર્વવ્યાપી છે. જ્યારે વિશેષ તો અનેક, અનિત્ય, સાવય, સક્રિય અને અસર્વગત છે. તો એક જ વસ્તુ સામાન્યવિશેષ ઉભયરૂપ શી રીતે બને ?” - તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે જે સામાન્યને લઈને તમે દોષો આપ્યા, તે સામાન્ય તો અમે માનતા જ નથી. ' અર્થાત એક-નિત્યાદિધર્મવાળું સામાન્ય અમે માનતા જ નથી, કારણ કે તેવું સામાન્ય તો યુક્તિથી રહિત છે. (અર્થાત્ યુક્તિ દ્વારા તેવા સામાન્યનું અસ્તિત્વ જ અઘટિત છે.)
# અન્યદર્શનકલ્પિત સામાન્યનો નિરાસ કે પ્રશ્ન : તેવા સામાન્ય વિશે યુક્તિ કેમ ન ઘટે ?
ઉત્તર : જુઓ – ઘટાદિ પદાર્થો દિશા, દેશ, કાળ, સ્વભાવાદિને આશ્રયીને જુદા જુદા છે. (અર્થાત્ (૧) કોઈ પદાર્થ અલગ દિશામાં, તો કોઈ પદાર્થ અલગ દિશામાં, તેમ (૨) જુદા જુદા દેશ, (૩) જુદા જુદા કાળ, (૪) જુદા જુદા સ્વભાવ... આ બધાને લઈને ઘટાદિ પદાર્થો ભિન્નભિન્ન છે) તો આવા અનેક ભિન્ન પદાર્થોમાં, એક નિત્ય-નિરવયવ અને નિષ્ક્રિય એવું સામાન્ય શી રીતે રહે છે? (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી ?
(૧) સંપૂર્ણપણે રહે એવું તો ન માની શકાય, કારણ કે તેવું માનવામાં અનંત સામાન્ય માનવાનો પ્રસંગ આવે. તેનું કારણ એ કે, દરેક વિશેષોમાં તે સામાન્ય સંપૂર્ણપણે રહેવાથી તો, વિશેષ જેટલા સામાન્ય માનવા પડે અને તો વિશેષ અનંત હોવાથી સામાન્ય પણ અનંત થાય.
અથવા તો, કોઈ એક ઘટરૂપ વિશેષમાં જ તે સંપૂર્ણપણે રહી જતાં, તે સિવાયના બધા વિશેષો સામાન્યથી શૂન્ય થઈ જશે !
બાકી બધા વિશેષોમાં સામાન્ય માનવામાં તો વિશેષ જેટલા સામાન્ય થઈ જતા- અનંત સામાન્ય માનવા પડે જ અને તો સામાન્યના એકાંત એકપણાનો સ્પષ્ટ વિરોધ થાય. એટલે પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી.
(૨) દેશથી રહે એવું પણ ન મનાય, કારણ કે જુદા જુદા વિશેષોમાં જુદા જુદા દેશથી રહેવામાં તો, સામાન્યને સપ્રદેશી=સાવયવ માનવાનો પ્રસંગ આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org