________________
गुर्जरविवेचनसमन्वितः
११३
(૩) અવાયઃ ઇહાથી વસ્તુનો નિર્ણયાભિમુખ બોધ થયા પછી, તેના ગુણ-દોષની (શીતસ્પર્શ એ કમળનો અસાધારણધર્મરૂપ ગુણ છે અને ઉષ્ણસ્પર્શ એ કમળમાં ન રહેનાર હોઈ દોષરૂપ છે, તે બેની) વિચારણા દ્વારા “આ કમળ જ છે' એવા નિશ્ચયાત્મક બોધને “અવાય' કહેવાય.
(૪) ધારણા : અવાયમાં થયેલા નિર્ણયરૂપ ઉપયોગને ધારી રાખવું તે ધારણા'. આના ત્રણ ભેદ છે :
(ક) અવિશ્રુતિઃ પોત-પોતાની ઇન્દ્રિયના કમળસ્પર્શ વગેરેના અનુભવરૂપ ઉપયોગનો નાશ ન થવો, તે અવિસ્મૃતિ કહેવાય. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે.
(ખ) વાસના : આત્મામાં, અવિશ્રુતિથી વસ્તુના અનુભવનો જે સંસ્કાર પડે, તેને વાસના કહેવાય.તેનો કાળ સંખ્યાતવર્ષના આયુવાળાને સંખ્યાતવર્ષનો અને અસંખ્યાતવર્ષના આયુવાળાને અસંખ્યાતવર્ષનો છે.
(ગ) સ્મૃતિ આત્મામાં દઢ થયેલ સંસ્કાર (=વાસના) જઘન્યથી અંતર્મુહૂર્તકાળે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવર્ષે જાગૃત થતાં “આ તે જ વસ્તુ છે કે જેને મેં પૂર્વે અનુભવી હતી' એવું જે જ્ઞાન થાય, તેને સ્મૃતિ કહેવાય છે. આમાં જાતિસ્મરણ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે.
આ ત્રણે અર્થના અનુભવને ધારી રાખવાનું કામ કરતા હોવાથી “ધારણા' શબ્દથી ઓળખાય છે.
અવગ્રહ વગેરે જ્ઞાનો આ ક્રમે જ થાય છે. જુઓ – અવગ્રહ વિના ઇહા ન થાય, ઈહા વિના નિશ્ચય ન થાય અને નિશ્ચય વિના ધારણા ન થાય. એટલે અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ જ ક્રમે જ્ઞાન થાય છે.
હવે પ્રસ્તુતમાં –
જેમ અવગ્રહ વખતે, ઇહાદિના વિષયભૂત ધર્મો વિદ્યમાન હોવા છતાં પણ, તેવો ક્ષયોપશમ ન હોવાથી, તે વિદ્યમાન પણ ધર્મનું જ્ઞાન થતું નથી.
તેમ સજાતીયભેદ પણ વસ્તુમાં વિદ્યમાન જ છે, પણ અવગ્દર્શ જીવોનું ચિત્ત ક્લિષ્ટ હોવાથી, તે વિદ્યમાન પણ સજાતીયભેદનું ગ્રહણ થતું નથી, બાકી રાગાદિ તમામ વાસનારૂપી કલંકથી રહિત યોગીઓ તો તે સજાતીયભેદને જાણે જ છે. (અને સજાતીયભેદ હોય, તો વસ્તુમાં સામાન્યાકાર શી રીતે સંભવે ?)
एतदप्ययुक्तम्, ईहादिगोचराणां प्रायोऽवग्रहोत्तरकालं प्रमातृभिर्गृह्यमाणत्वात्, सजातीयभेदस्य च कदाचित् कैश्चिदपि ग्रहणानुपपत्तेः; 'योगिनो गृह्णन्ति' इत्येतदपि श्रद्धागम्यम्, प्रमाणाभावादित्युक्तम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org