________________
अनेकान्तवादप्रवेशः
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : જે પ્રમાણે અક્રમવાળી સામાન્ય-વિશેષ ઉભયસ્વભાવી વસ્તુ વિશે, તેવો ક્ષયોપશમ ન હોવાથી, અવગ્રહ વખતે જ વિદ્યમાન પણ ઈહાદિવિષયક ધર્મોનું જ્ઞાન તમારા મતે થતું નથી. જો જ્ઞાન માનો, તો ઈહાદિ ગૃહીતગ્રાહી થવાથી અપ્રમાણ માનવાનો પ્રસંગ આવે. તે પ્રમાણે અમારા મતે અર્વાગ્દર્શ જીવોને ક્લિષ્ટ્રચિત્ત હોવાથી વિદ્યમાન પણ સજાતીયભેદનું ત્યારે જ્ઞાન થતું નથી. બાકી રાગાદિ તમામ વાસનારૂપી કલંકથી રહિત યોગીઓ તો તેને જાણે જ છે.
વિવેચનઃ પૂર્વપક્ષઃ તમારા (=સ્યાદ્વાદીના) મતે દરેક વસ્તુઓ સામાન્ય-વિશેષ ઉભયસ્વભાવી (અનંતધર્મક) મનાય છે અને આવી અનંતધર્મવાળી વસ્તુ ક્રમિક નથી હોતી, પણ યુગપતું હોય છે, એટલે તેના સત્ત્વ, દ્રવ્યત્વ, પાર્થિવત્વ, મૃત્મયત્વ વગેરે ધર્મો એકસાથે વિદ્યમાન હોય છે.
હવે આ વસ્તુ વિશે (૧) અવગ્રહ (૨) ઇહા, (૩) અવાય વગેરે જ્ઞાનવિશેષ પ્રવર્તે છે. હવે જ્યારે અવગ્રહ થાય, ત્યારે વસ્તુમાં ઇહાદિના વિષયભૂત ધર્મો પણ વિદ્યમાન હોય છે જ, તે છતાં ક્ષયોપશમ ન હોવાથી, તે વિદ્યમાન પણ ધર્મોનું જ્ઞાન થતું નથી.
જો ત્યારે જ (અવગ્રહ વખતે જ) ઈહાદિના વિષયભૂત ધર્મોનું જ્ઞાન માની લો, તો તો તે ધર્મો અવગ્રહથી જ ગૃહીત થયા માનવા પડશે અને તો પાછળથી થનારા ઇહા વગેરે જ્ઞાનો ગૃહીતના જ ગ્રાહી માનવા પડશે અને તો તેઓ અપ્રમાણ જ થશે ! (જે ગૃહીતગ્રાહી હોય, તે અપ્રમાણ હોય. એવી પરમાન્યતા છે.)
(અહીં આપણે પ્રસંગવશાત્ અવગ્રહાદિનું સ્વરૂપ સંક્ષેપથી સમજી લઈએ –).
(૧) અવગ્રહઃ સ્પર્શ વગેરે પોત-પોતાની ઇન્દ્રિય વડે સ્પર્ધાદિ પોતપોતાના વિષયના, સ્વરૂપનામાદિની કલ્પનાથી રહિત, અનિર્દેશ્ય (=જેને કહી ન શકાય) એવા સામાન્યાકારના બોધને “અવગ્રહ' કહેવાય છે.
જેમ કે અંધારામાં ચાલતા પગ નીચે આવેલી વસ્તુનો જે સ્પર્શનેન્દ્રિય સાથે સંયોગ થાય, તે વ્યંજનાવગ્રહ અને ત્યારબાદ “કંઈક થયું એવું જે અનિર્દેશ્ય સામાન્યાકારવાળું જ્ઞાન થાય, તે અર્થાવગ્રહ.
(૨) ઈહા : અવગ્રહ દ્વારા ગૃહીત વિષયના એકદેશનો (=અનિર્દેશ્ય સામાન્ય રૂપનો) બોધ થયા પછી, તેના સદૂભૂત વિશેષોના ઉપાદાન તરફ અને અસભૂત વિશેષોના ત્યાગ તરફ, નિશ્ચય કરાવનાર વિશેષને જાણવાની ઇચ્છાથી થનારા બોધને ઇહા કહેવાય.
જેમ કે, અવગ્રહથી “કંઈક થયું એવું જાણ્યા પછી માણસ વિચારે કે, અહીં ગરમ નહીં; પણ ઠંડો સ્પર્શ થાય છે. તેથી આ સ્પર્શ કમળનો હોવો જોઈએ, સાપનો નહીં. અહીં “ઠંડો સ્પર્શ છે' એ સદ્ભત ધર્મનું ઉપાદાન છે, અને “ગરમ સ્પર્શ નથી” એ અસભૂત ધર્મનો ત્યાગ છે અને ત્યારબાદ “આ સ્પર્શ કમળનો હોવો જોઈએ એવું નિશ્ચયાભિમુખ વિચારણાવાળું જ્ઞાન “ઇહા' કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org