________________
गुर्जरविवेचनसमन्वितः
१११
ઉત્તરપક્ષ ના, કારણ કે આ ઉપાય તો; પ્રચંડ વેગવાળા પાણીના પ્રવાહમાં તણાતી વ્યક્તિ માટે તણખલાનું શરણું લેવા જેવો છે. તે આ પ્રમાણે - ઉભય સ્વભાવ કલ્પિત હોવાથી તો પરમાર્થથી એ અનુભવ, વિજાતીયભેદગ્રહણપસ્વભાવી પણ નથી અને સજાતીયભેદગ્રહણ-અપટુસ્વભાવી પણ નથી. એટલે અનુભવ સ્વભાવથી રહિત હોવાથી અનનુભવરૂપ માનવાનો પ્રસંગ આવશે ! આ તો ભૂતના ડરથી સ્મશાનમાં ઘુસવા જેવું થયું. એટલે તમારી માન્યતા તિરસ્કારપાત્ર છે. અહો ! કેવું દારુણ અજ્ઞાન !
વિવેચન : પૂર્વપક્ષઃ તમે કહેલ દોષોથી છૂટવા અમારી પાસે ઉપાય છે જ, તે ઉપાય એ કે, નિર્વિકલ્પમાં રહેલ પટુ-અપટુ રૂપ ઉભયસ્વભાવ કલ્પિત છે, અર્થાતુ વાસ્તવમાં છે જ નહીં અને એટલે તેઓની સાથે ભેદાદિના વિકલ્પો થઈ શકે જ નહીં.
તેથી તમે મૂકેલા વિકલ્પો, ઇચ્છિત ફળથી રહિત માત્ર પ્રયાસ પૂરતા ફળવાળા છે.
ઉત્તરપક્ષઃ જેમ પ્રચંડ વેગવાળા પાણીના મોટા પ્રવાહમાં તણાતો વ્યક્તિ જો બચવા માટે તણખલાનો આશરો લે, તો તે તણખલું તેનું રક્ષક બનતું નથી, તેમ તમે કહેલ ઉપાય પણ તમને રક્ષક બનતો નથી. તે આ પ્રમાણે –
જો નિર્વિકલ્પમાં રહેલ પટુ-અપટુસ્વભાવ કલ્પિત મનાય, તો પરમાર્થથી તે બે સ્વભાવનું અસ્તિત્વ જ ન રહે અને તો પરમાર્થથી એ નિર્વિકલ્પ અનુભવ, વિજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં પટુસ્વભાવવાળો ન રહે અને સજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં અપટુસ્વભાવવાળો પણ ન રહે !
અને એટલે સ્વભાવથી રહિત હોવાથી તો તે અનુભવ “અનુભવ” રૂપ જ ન રહે, અર્થાત્ અનનુભવરૂપ બનવાનો પ્રસંગ આવે !
આ તો તમે ભૂતના ડરથી શ્મશાનનો આશ્રય કર્યો કહેવાય. આશય એ કે, કોઈક વ્યક્તિને ભૂતનો ડર લાગતો હોય ને તે શ્મશાનનો આશરો લે, તો તેનો ભય ઘટતો નથી જ, ઉપરથી વધે છે, તેમ તમે પણ દૂર કરવા ગયા નાના દોષને, પણ પામી ગયા અનુભવશુન્યતારૂપ મોટા દોષને !
એટલે જ તમારી વાતો તિરસ્કારપાત્ર છે. અહો ! તમારું કેવું અજ્ઞાનરૂપ અંધારું !
સાર ? જો નિર્વિકલ્પમાં સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત વસ્તુ જણાતી હોય, તો તેના પછી વિજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ થવો જોઈએ ને? કેમ થતો નથી?
अपरस्त्वाह-यथैवाक्रमवति सामान्यविशेषोभयस्वभावे वस्तुनि तथाविधक्षयोपशमाभावान्नावग्रहकाल एव भवति सतामपीहादिगोचराणां धर्माणामवगमः; अभ्युपगमे वा गृहीतग्राहित्वेनेहादीनामप्रमाणत्वप्रसङ्गात् । तथाऽस्माकमप्यर्वाग्दृशां क्लिष्टचित्तत्वात् सतोऽपि सजातीयभेदस्य तदाऽनवगमः; सकलरागादिवासनाकलङ्कविकलास्तु योगिनोકવચ્છિન્યવ, કૃતિ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org