________________
गुर्जरविवेचनसमन्वितः
१०९
तुल्यत्वात्, विजातीयभेदग्राहकविकल्पवदितरभेदग्राहकविकल्पोऽपि स्याद् विपर्ययो वा, तदाहितसंस्कारस्य विकल्पनिबन्धनस्योभयत्र तुल्यत्वात् ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ જો તે જ સ્વભાવે, તો વિજાતીયભેદના ગ્રહણની જેમ, તે સ્વભાવથી સજાતીયભેદનું ગ્રહણ પણ અવિકલ્પપણે થાય અથવા તેનાથી ઊંધું થાય અને તેવું હોવામાં પટુ-અપટુપણું સમાન હોવાથી તેવા અનુભવથી આહિત સંસ્કારપ્રકોપનું સામર્થ્ય પણ સમાન જ હોવાનું અને તો વિજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ થાય અથવા તો ઊંધું થાય; કેમ કે વિકલ્પનું કારણ જે અનુભવાહિત સંસ્કાર છે, તે તો બંને ઠેકાણે સમાન છે.
# પ્રથમ વિકલ્પની અયુક્તતા છે. વિવેચનઃ (૧) જે સ્વભાવે તે વિજાતીયભેદગ્રહણમાં પટુ હોય, તે જ સ્વભાવે જો સજાતીયભેદગ્રહણમાં અપટુ હોય, તો તો તે નિરંશ-એકસ્વભાવ પટુરૂપ હોઈ, વિજાતીયથી ભેદને ગ્રહણ કરવાની જેમ, સજાતીયથી ભેદને પણ પરિપૂર્ણપણે ગ્રહણ કરવા લાગે ! (કેમ કે અપટુસ્વભાવ પણ પટુસ્વભાવરૂપ જ છે.)
અથવા તો તે અપટુરૂપ હોઈ, જેમ સજાતીયથી ભેદને ગ્રહણ કરતો નથી, તેમ વિજાતીયથી પણ ભેદને ગ્રહણ નહીં કરે ! (કેમ કે તેનો પટુસ્વભાવ પણ અપટુસ્વભાવરૂપ છે. એટલે વિજાતીયભેદગ્રહણમાં પટુ હોવા છતાં પણ અપટુ જ રહે !)
આમ તે, કાં તો બંને વિશે પટુ થાય અથવા તો બંને વિશે અપટુ થાય !
આમ તેનું પટુ-અપટુપણું બંને વિશે સમાન હોવાથી, તેવા અનુભવથી આહિત સંસ્કારના ઉદયનું સામર્થ્ય પણ બંને વિશે તુલ્ય જ હોવાનું, અર્થાત્ તે પટુ-અનુભવથી જેમ વિજાતીયથી ભેદના સંસ્કાર પડે છે, તેમ સજાતીયથી પણ ભેદને ગ્રહણ કરવાના સંસ્કાર પડે જ.
આમ બંનેના સંસ્કાર સમાનપણે રહ્યા છે અને આ અનુભવથી આહિત સંસ્કાર જ વિકલ્પનું કારણ છે. એટલે એ સંસ્કારથી જેમ વિજાતીયભેદગ્રાહક વિકલ્પ ઉત્પન્ન થાય છે, તેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ ઉત્પન્ન થાય જ.
અથવા તો,
તે અનુભવ, બંને વિશે અપટુ હોવાથી, જેમ તેનાથી સજાતીયથી ભેદના સંસ્કાર પડતા નથી, તેમ વિજાતીયથી પણ ભેદના સંસ્કાર નહીં પડે ! અને તો સજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ વિજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ ઉત્પન્ન નહીં થાય.
એટલે નિર્વિકલ્પ-અનુભવને એક જ સ્વભાવે પટુ-અપટુ ન માની શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org