________________
गुर्जरविवेचनसमन्वितः
१०७
હવે આ પ્રસંગથી સર્યું. હવે પ્રસ્તુત વાત પર આવીએ –
(પ્રસ્તુતમાં વાત એ ચાલતી હતી કે, બૌદ્ધમતે નિર્વિકલ્પમાં તો સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત વસ્તુ જ જણાય છે, તો પછી વિજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ કેમ નથી થતો? તેના સમાધાન માટે બૌદ્ધ વચ્ચે સાદૃશ્ય લાવ્યું - સાદૃશ્યના કારણે સજાતીયમાં સમાનાકારનો ભ્રમ થઈ જવાથી જ સજાતીયભેદગ્રાહક વિકલ્પ થતો નથી. પણ ગ્રંથકારશ્રીએ બૌદ્ધમતે સાદેશ્યનો અસંભવ બતાવીને તેની વાતનો નિરાસ કર્યો. હવે આ જ ચર્ચા પર આગળ વધીએ –)
__स्यादेतत्, असौ निर्विकल्पानुभवो विजातीयभेदग्रहणेऽभ्रान्तः, सजातीयभेदग्रहणे पुनर्भ्रान्तः इत्यतस्तद्ग्राहकविकल्पासम्भवः, इति । एतदप्यसद्, एकस्य भ्रान्ताभ्रान्तत्वायोगाद्, अभ्रान्तविशेषणानुपपत्तेश्च।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ: પૂર્વપક્ષઃ આ નિર્વિકલ્પ અનુભવ વિજાતીયભેદગ્રહણમાં અભ્રાન્ત છે અને સજાતીયભેદગ્રહણમાં વળી બ્રાન્ત છે. એટલે જ સજાતીયભેદગ્રાહક વિકલ્પનો સંભવ નથી. ઉત્તરપક્ષ ઃ આ પણ અસત્ છે; કેમ કે એકનું ભ્રાન્ત-અબ્રાન્તપણું ઘટે નહીં અને અબ્રાન્સવિશેષણ ઉપપન ન થાય.
વિવેચનઃ બૌદ્ધઃ નિર્વિકલ્પ અનુભવ; જે વિશે અભ્રાન્ત હોય, તે વિશે જ પાછળથી વિકલ્પને ઉત્પન્ન કરે છે. હવે નિર્વિકલ્પ અનુભવ, વિજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં અબ્રાન્ત છે (અર્થાત પટાદિથી આ ઘટ જુદો છે' એ વિશે અભ્રાન્ત છે) પણ સજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં ભ્રાન્ત છે (અર્થાત્ “અન્યઘટથી આ ઘટ જુદો છે' એ વિશે ભ્રાન્ત છે.)
એટલે જ તે નિર્વિકલ્પ અનુભવ, પાછળથી માત્ર વિજાતીયભેદગ્રાહક વિકલ્પને જ ઉત્પન્ન કરે છે. સજાતીયભેદગ્રાહક વિકલ્પને નહીં. (આવું હોવાથી જ સજાતીયથી ભેદને ગ્રહણ કરનાર વિકલ્પ થતો નથી.)
સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અસત્ છે, કારણ કે નિર્વિકલ્પ-અનુભવ તો નિરંશ-એક સ્વભાવી છે, તો આવો એકસ્વભાવી અનુભવ, ભ્રાન્ત-અભ્રાન્ત બેરૂપ શી રીતે હોઈ શકે? (એટલે તેનું જુદા જુદા અંશમાં ભ્રાન્ત-અબ્રાન્તપણું કહેવું યોગ્ય નથી.)
વળી પ્રત્યક્ષનું લક્ષણ તો ‘સત્પનાપોઢ બ્રાન્ત પ્રત્યક્ષ' - કલ્પનાથી રહિત જે અભ્રાન્ત અનુભવ તે પ્રત્યક્ષ' એવું મનાય છે. પણ જો એ નિર્વિકલ્પ અનુભવ અમુક વિશે ભ્રાન્ત પણ મનાય, તો તેનું અબ્રાન્તરૂપ વિશેષણ સંગત થાય નહીં. કારણ કે એ વિશેષણ તો ભ્રાન્તતાના વ્યવચ્છેદપૂર્વક જ પ્રવૃત્ત થાય, અન્યથા નહીં.).
એટલે નિર્વિકલ્પને ભ્રાંત-અબ્રાંત કહી તેના આધારે સજાતીયભેદગ્રાહક વિકલ્પનો અનુભવ બતાવવો તે બિલકુલ યોગ્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org