________________
१०६
अनेकान्तवादप्रवेशः ->
બૌદ્ધમતે સાદૃશ્ય કથમપિ અસંગત
વિવેચન : બૌદ્ધ : પરસ્પર અત્યંત વિલક્ષણ પદાર્થોમાં પણ ભેદનું ગ્રહણ ન થવાનું કારણ એ જ કે તેઓમાં પરસ્પર સાદૃશ્ય રહ્યું છે. અને સાદશ્ય હોવાના બે કારણ છે : (૧) અતત્કા૨ણવ્યાવૃત્તિ, અને (૨) અતત્કાર્યવ્યાવૃત્તિ...
(૧) તત્કારણ=ઘટનું મૃતપિંડરૂપ કારણ, તે જેનું કારણ નથી તેવા અતત્કારણ એટલે પટાદિ અને એ પટાદિથી વ્યાવૃત્તિ (=અતત્કારણવ્યાવૃત્તિ) જેની હોય, તે બધાનું પરસ્પર સાદૃશ્ય સમજવું. (એટલે પટાદિથી વ્યાવૃત્ત તમામ ઘટોનું (માટીથી ઉત્પન્ન થનારા તમામનું) પરસ્પર સાર્દશ્ય થાય.
(૨) તત્કાર્ય=જલાહરણાદિરૂપ (પાણી લાવવાદિરૂપ) કાર્ય, તે કાર્ય જેનું નથી તેવા અતત્કાર્ય એટલે પટાદિ અને એ પટાદિથી વ્યાવૃત્તિ જેની હોય, તે બધાનું પરસ્પર સાદશ્ય થાય (એટલે પટાદિથી વ્યાવૃત્ત તમામ ઘટોનું (પાણી લાવનાર તમામનું) પરસ્પર સાદશ્ય થાય.)
આમ અતત્કા૨ણવ્યાવૃત્તિ અને અતત્કાર્યવ્યાવૃત્તિ જ સાદશ્યનું કારણ છે અને આ સાદશ્યના કારણે જ સજાતીય ઘટોથી ભેદનું ગ્રહણ કરનાર વિકલ્પ થતો નથી.
સ્યાદ્વાદી : તમારું આ કથન પણ માત્ર બોલવા પૂરતું છે, કારણ કે તમે તો બધા પદાર્થોને પરસ્પર અત્યંત વિલક્ષણ સ્વભાવવાળા કહો છો.
-
એટલે તો બધા પદાર્થો સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત હોવાથી, બધા પદાર્થો સમાનપણે વિલક્ષણ છે. (વિવક્ષિત ઘટથી, જેમ પટાદિ વિલક્ષણ છે, તેમ અન્ય ઘટો પણ વિલક્ષણ છે.) તો કોણ કોની સમાનકારણવાળું કે સમાનકાર્યવાળું થાય ?
(તાત્પર્ય : વિવક્ષિત ઘટનું કારણ મૃત્યુપિંડ અને અન્ય ઘટનું કારણ પણ મૃત્યુપિંડ; પણ બંને મૃપિંડ પરસ્પર અત્યંત વિલક્ષણ છે, તો તે બે ઘડા સમાનકારણવાળા શી રીતે કહેવાય ? અને તે બેનું જલાહરણાદિ કાર્ય પણ અત્યંત વિલક્ષણ હોવાથી, તેઓ સમાનકાર્યવાળા પણ શી રીતે કહેવાય ?)
અને સમાનકારણ-સમાનકાર્યવાળા ન હોય, તો તેઓનું સાદશ્ય પણ શી રીતે કહેવાય ? એ બધું તમે પોતાના દર્શનનો અનુરાગ છોડીને આંખ બંદ કરીને એકદમ શાંતિથી વિચારો.
અને જો સમાનકારણવાળું કે સમાનકાર્યવાળું કોઈ ન હોય, તો ‘અતત્કા૨ણ-અતત્કાર્યવ્યાવૃત્તિ’ એવું બોલવામાં યુક્તિ શું ? કેમ કે બધી વસ્તુઓ પોતાના કારણથી ઉત્પન્ન થયેલા અને પોતાના કાર્યને ઉત્પન્ન કરવાના સ્વરૂપવાળી છે અને આવું સ્વરૂપ તો દરેકનું જુદું જુદું હોવાથી, તે રૂપે તો સર્વભાવો સર્વભાવોથી વ્યાવૃત્ત છે જ.
(એટલે તો બધા પદાર્થો જુદા જુદા કારણથી ઉત્પન્ન થયા અને પોત-પોતાનું જુદું જુદું કાર્ય કરનાર થયા અને તેથી તો તેઓ બધા ‘અતત્કારણ-અતત્કાર્ય' રૂપ જ સિદ્ધ થયા. ફલતઃ અતત્કારણઅતત્કાર્યવ્યાવૃત્તિરૂપ કોઈ ન રહેવાથી, તમ્મૂલક સાદેશ્ય પણ સંભવી શકે નહીં.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org