________________
गुर्जरविवेचनसमन्वितः
१०५
પ્રશ્નઃ તેવું પરિકલ્પિત સાદૃશ્ય પણ, સજાતીયભેદ ગ્રાહક વિકલ્પની ઉત્પત્તિને અટકાવી દેએવું માનીએ તો?
ઉત્તર : તો તો તેની જેમ વિજાતીયભેદગ્રાહક (‘આ ઘડો પટ નથી' એવું ગ્રહણ કરનાર) વિકલ્પની ઉત્પત્તિ પણ નહીં થાય; કેમ કે ઘટનું કલ્પિત સાદૃશ્ય તો વિજાતીય એવા પટાદિની સાથે પણ કલ્પી જ શકાય છે. (જેમ ઘડો લાલ છે તેમ પટ લાલ છે; જેમ ઘડો પાર્થિવ છે તેમ પટ પાર્થિવ છે.. એમ સાદગ્ધ સમજવું.)
અને તેમાં કોઈ બાધ પણ નથી; કેમ કે તમારા મતે તો જેમ વિવક્ષિત ઘટથી અત્યંત વિલક્ષણ અન્ય ઘટમાં સાદશ્ય કલ્પાય છે, તેમ અત્યંત વિલક્ષણ પટાદિમાં પણ સાદેશ્ય કલ્પી જ શકાય છે.
અને કલ્પના તો માત્ર પુરુષેચ્છાને આધીન છે. એટલે સજાતીયની જેમ વિજાતીયમાં પણ સાદશ્ય કલ્પી જ શકાય અને તો વિજાતીયભેદગ્રાહક વિકલ્પની ઉત્પત્તિ પણ અટકી જાય ! (અર્થાત્ ‘આ ઘડો પટ નથી' એવો વિકલ્પ પણ નહીં થઈ શકે.)
तदकारणाऽतत्कार्यव्यावृत्त्यादिलक्षणस्य सादृश्यनिबन्धनस्य मिथोऽत्यन्तविलक्षणस्वभावसकलभाववादिनो वाङ्मात्रत्वात्; तथाहि-सजातीयासजातीयव्यावृत्त्या अविशेषण विलक्षणत्वे सर्वभावानां कः केन समानकारणः ? समानकार्यो वा ? इति स्वदर्शनानुरागं परित्यज्य लोचने निमील्य चिन्त्यताम्, इति । असति च समानकारणत्वादावतत्कारणातत्कार्यव्यावृत्तिरिति कैषा वाचो युक्तिः ? स्वकारणप्रभवस्वकार्यप्रसाधकस्वरूपव्यतिरेकेण वस्तुतः सर्वभावानां सर्वभावेभ्य एवाविशेषेण व्यावृत्तत्वात्, इति । पर्याप्तं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः - A પૂર્વમુદ્રિતે પ્રમવશ્વ સાર્વસાવે' રિ પ., મત્ર 7 B.C.D-પ્રતિપાઠ: !
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને તે કારણ નથી જેનું અને તે કાર્ય નથી જેનું તેવા પટાદિથી વ્યાવૃત્તિને સાદેશ્યનું કારણ કહેવું એ પણ પરસ્પર અત્યંત વિલક્ષણસ્વભાવવાળા સર્વભાવોનું કથન કરનારના મતે વચનમાત્ર જણાઈ આવે છે. તે આમ - સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્તિરૂપે જ્યારે સર્વ ભાવો સમાનપણે વિલક્ષણ છે, ત્યારે કોણ કોની સાથે સમાજકારણવાળો કે સમાનકાર્યવાળો થાય? એ પ્રમાણે પોતાના દર્શનનો અનુરાગ છોડીને આંખ બંદ કરીને વિચારો. જ્યારે સમાનકારણતાદિ જ નથી, ત્યારે અતત્કારણઅતત્કાર્યવ્યાવૃત્તિને કહેવું એ વળી કેવી વચનની યુક્તિ છે? અને પોતાના કારણથી ઉત્પન્ન થયેલા પોતાના કાર્ય સાધનારા સ્વરૂપ વિના તો સર્વપદાર્થો સર્વપદાર્થથી અવિશેષપણે વ્યાવૃત્ત છે. હવે આ પ્રસંગથી સર્યું. હવે પ્રસ્તુતને વિચારીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org