________________
१०४
अनेकान्तवादप्रवेशः
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ પૂર્વપક્ષ કુશળ માયાપ્રયોગ કરનારના નિર્માણ કરેલા વ્યાપારથી વિનિયુક્ત સર્વથા વિલક્ષણ સ્વભાવવાળા માયાગોલકો; જો કે વિભિન્ન એવા નિર્વિકલ્પ અનુભવથી અનુભવાય છે, તો પણ સાદૃશ્યના કારણે તેમાં વિજાતીય-ભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પનો સંભવ દેખાતો નથી. એ રીતે અહીં પણ થશે.
વિવેચનઃ પૂર્વપક્ષ : કોઈ માયાપ્રયોગમાં નિષ્ણાત વ્યક્તિ, એવી રીતે નાના નાના ગોલકો ફેરવે, કે એક આખો સંપૂર્ણ પદાર્થ જ લાગે.
હવે અહીં નિર્વિકલ્પ અનુભવ તો; દરેક ગોલકોનું જુદું જુદું જ થાય છે, પણ તેની પછી તેના સામર્થ્યથી થનારા વિકલ્પજ્ઞાનમાં, વિજાતીયથી વ્યાવૃત્તરૂપે જ તે ગોલકો જણાય છે, સજાતીયથી વ્યાવૃત્તરૂપે નહીં. (અર્થાત્ પટાદિથી આ ગોલક જુદો છે – એવું જ જણાય છે, પણ વિવક્ષિત ગોલક સજાતીય, અન્યગોલકથી પણ જુદો છે – એવું નથી જણાતું.)
તો જેમ અહીં સજાતીય - વિજાતીયથી વ્યાવૃત્ત સ્વલક્ષણનો નિર્વિકલ્પ અનુભવ થવા છતાં પણ માત્ર વિજાતીયભેદગ્રાહક વિકલ્પ જ થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. અર્થાત્ ઘટાદિ વિશે પણ (તેવો નિર્વિકલ્પ અનુભવ થયા પછી પણ) વિજાતીયભેદગ્રાહક વિકલ્પ જ થશે, સજાતીયભેદ ગ્રાહક વિકલ્પ નહીં, તેનું કારણ સાદેશ્ય છે. .
एतदप्यसारम्, सादृश्यस्य परिकल्पितत्वात; परिकल्पितस्य च सजातीयभेदग्राहकविकल्पप्रभवाप्रतिबन्धकत्वात् प्रतिबन्धकत्वे च विजातीयभेदग्राहकविकल्पोदयोऽपि न स्यात्; तस्य तैरपि सह सादृश्यस्य परिकल्पयितुं शक्यत्वात् कल्पनायाः पुरुषेच्छामात्रनिबन्धनत्वात् ।।
–- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : ઉત્તરપક્ષ : આ પણ અસાર છે; કેમ કે સાદૃશ્ય પરિકલ્પિત છે અને પરિકલ્પિત સાદૃશ્ય સજાતીયભેદગ્રાહક વિકલ્પની ઉત્પત્તિને રોકી શકે નહીં. જો રોકે, તો વિજાતીયભેદગ્રાહક વિકલ્પની ઉત્પત્તિ પણ નહીં થાય, કેમ કે તેની વિજાતીય સાથે પણ સાદેશ્યની કલ્પના શક્ય જ છે અને તેનું કારણ એ કે, કલ્પના તો માત્ર પુરુષેચ્છામૂલક છે.
વિવેચન : ઉત્તરપક્ષ : તમારી આ વાત પણ અસાર છે, કારણ કે તમારા મતે તો સાદેશ્ય પરિકલ્પિત છે. (બૌદ્ધમતે, સજાતીયથી જુદી પ્રતિનિયત એકસ્વભાવી અને પરસ્પર અત્યંત વિલક્ષણ એવાં સ્વલક્ષણોને વસ્તુરૂપ મનાય છે. હવે આવા સ્વલક્ષણોમાં તો સાદશ્ય હોતું જ નથી.)
તો આવું પરિકલ્પિત સાદશ્ય, સજાતીયભેદગ્રાહક વિકલ્પની ઉત્પત્તિને રોકી શકે નહીં. (અર્થાતું તેવું કોઈ સાદૃશ્ય જ નથી કે, જેને દેખવાથી સજાતીયથી ભેદને ગ્રહણ કરનાર વિકલ્પની ઉત્પત્તિ અટકી જાય.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org