________________
गुर्जरविवेचनसमन्वितः
१०३
सजातीयभेदग्राहकविकल्पो न भवति ? न च भवति, तथाऽनुभवाभावात्; तस्मात्समानासमानपरिणामविशिष्टवस्तुप्रभव एवासावपि प्रतिपत्तव्यः, युक्तियुक्तत्वात् ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? વળી આ નિર્વિકલ્પ અનુભવ; સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત સ્વલક્ષણરૂપ વસ્તુથી જન્ય છે. તો તેની પછી થનારો અને તેના સામર્થ્યથી જ ઉત્પન્ન થનારા વિજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ કેમ થતો નથી? (થવો જોઈએ ને?) પણ થતો તો નથી; કેમ કે અનુભવનો અભાવ છે. તેથી આ નિર્વિકલ્પ પણ સમાન-અસમાનપરિણામવાળી વસ્તુથી જન્ય જ માનવો રહ્યો; કેમ કે તેવું યુક્તિયુક્ત છે.
જ નિર્વિકલ્પની સમાન-અસમાનપરિણામી વસ્તુજન્યતા છે. વિવેચનઃ જો નિર્વિકલ્પ અનુભવ; સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત સ્વલક્ષણથી ઉત્પન્ન થતો હોય, તો તેની પછી થનારા અને એ નિર્વિકલ્પના સામર્થ્યથી જ ઉત્પન્ન થનારા વિકલ્પો પણ, સજાતીય અને વિજાતીયના ભેદના ગ્રાહક હોવા જ જોઈએ.
પણ વિકલ્પ તો માત્ર વિજાતીયભેદગ્રાહક જ થાય છે, સજાતીયભેદગ્રાહક નહીં (અર્થાત્ ઘટના નિર્વિકલ્પ અનુભવ પછી “આ પટ નથી એવો જ વિકલ્પ થાય છે, આ કપાલમૃદુ નથી' એવો વિકલ્પ નથી થતો.) પણ તે ન થવાનું કારણ શું? (નિર્વિકલ્પ તો સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત વસ્તુને જ વિષય કરે છે, તો તેના પછી તેનાથી જેમ વિજાતીયભેદગ્રાહક વિકલ્પ થાય છે, તેમ સજાતીયભેદ ગ્રાહક વિકલ્પ પણ થવો જોઈએ ને ?)
પણ થતો તો નથી; કેમ કે તેવા સજાતીયભેદગ્રાહક વિકલ્પનો અનુભવ થતો નથી. (ઊલ્ટાનું સજાતીય-સમાનાકારરૂપ વિકલ્પનો અનુભવ થાય છે.)
એટલે માનવું જ રહ્યું કે, તે નિર્વિકલ્પજ્ઞાન પણ સમાન-અસમાનપરિણામવાળી વસ્તુથી જ જન્ય છે; કેમ કે એવું યુક્તિસંગત જ છે. (યુક્તિ એ જ કે, જો નિર્વિકલ્પ આવી વસ્તુથી જન્ય મનાય, તો તેની પછી તેના સામર્થ્યથી ઉત્પન્ન થનારા સજાતીયસમાન ગ્રાહક અને વિજાતીય - અસમાનતાગ્રાહક વિકલ્પો; જે અનુભવસિદ્ધ છે, તેઓ નિબંધ સંગત થઈ જાય.)
અને આવી વસ્તુથી જન્ય હોવામાં એ નિર્વિકલ્પ જ્ઞાન સામાન્ય-વિશેષાકાર જ ફલિત થાય અને તો તેના આધારે વસ્તુ પણ સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય જ.
___ स्यादेतत्-कुशलमायाकारविनिर्मितव्यापारविनियुक्तेषु सर्वथा विलक्षणस्वभावमायागोलकेषु विभिन्ननिर्विकल्पानुभवानुभूयमानेष्वपि विजातीयभेदग्राहकविकल्पवन सजातीयभेदग्राहकविकल्पसंभवो दृष्टः, सादृश्यात्, एवमिहापि भविष्यन्ति ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org