________________
१०२
अनेकान्तवादप्रवेशः
| ( બદ્ધ - આશંકાનું ઉમૂલન છે
છે નિર્વિકલ્પની પણ સામાન્ય-વિશેષ ઉભયાકારતા જ વિવેચનઃ ચાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે વસ્તુનો નિર્વિકલ્પ - અનુભવ પણ સામાન્ય-વિશેષ ઉભયાકારે જ થાય છે. જુઓ — વિકલ્પજ્ઞાન કેમ અપ્રમાણ છે? તો તમે કહો છો કે, તે ગૃહીતગ્રાહી છે – એટલે.
પણ હવે એ ગૃહીતગ્રાહી ત્યારે જ હોઈ શકે કે, જ્યારે તેમાં જણાતો સામાન્ય-વિશેષાકાર પૂર્વેક્ષણીય નિર્વિકલ્પથી ગૃહીત થતો હોય... (અન્યથા) જો નિર્વિકલ્પ વિશેષગ્રાહી જ હોય તો વિકલ્પ સામાન્યગ્રાહી હોવાથી ગૃહીતગ્રાહી ન થાય. અને તો તેની ગૃહીતગ્રાહિતા ન રહે એટલે તો તે પ્રમાણ જ બની જાય ! જે તમને બિલકુલ ઇષ્ટ નથી.
એટલે માનવું જ રહ્યું કે, વિકલ્પમાં જણાતો સામાન્ય-વિશેષાકાર, પૂર્વક્ષણીય નિર્વિકલ્પથી પણ ગૃહીત છે જ. અને તો નિર્વિકલ્પમાં પણ સામાન્ય-વિશેષાકાર નિબંધ સિદ્ધ થાય.
બૌદ્ધઃ તમે ઉપર સામાન્ય-વિશેષાકાર નિર્વિકલ્પજ્ઞાન સિદ્ધ કર્યું, પણ તે જ્ઞાનની ઉત્પત્તિ અમે નિરંશ-એકસ્વભાવી વસ્તુથી જ માની લઈશું. (એટલે જ્ઞાનની સામાન્ય-વિશેષાકારતા સિદ્ધ કરવા વસ્તુને પણ સામાન્ય-વિશેષાકારરૂપ માનવી જરૂરી નહીં રહે.)
સ્યાદ્વાદી : જો વસ્તુ એકસ્વભાવી હોય, તો તેનાથી જુદા જુદા (સામાન્ય-વિશેષ) આકારે પ્રતિભાસ ન થઈ શકે.
બૌદ્ધ : તમારી વાત એકદમ સાચી છે, નિર્વિકલ્પમાં તો તેવો જુદા જુદા આકારે પ્રતિભાસ થતો જ નથી.
સ્યાદ્વાદીઃ તો શેમાં થાય છે? બૌદ્ધઃ વિકલ્પજ્ઞાનમાં...
સ્યાદ્વાદીઃ - અરે ! બૌદ્ધમતે તો વિકલ્પજ્ઞાન જ ઘટતું નથી; કેમ કે “તે વિકલ્પજ્ઞાન કેવી વસ્તુ વિશે થાય? (૧) ઉત્પન્ન, (૨) અનુત્પન્ન, કે (૩) નિરુદ્ધ” એ બધા વિકલ્પોથી પૂર્વે જ અમે તેનું ખંડન કરી દીધું છે.
એટલે જુદા જુદા આકારે (સામાન્ય-વિશેષાકારે) થનારો પ્રતિભાસ નિર્વિકલ્પમાં જ માનવો રહ્યો (સવિકલ્પ જેવું કોઈ તત્ત્વ જ નથી.) અને એટલે એ નિર્વિકલ્પના આધારે વસ્તુ પણ સામાન્યવિશેષ ઉભયરૂપ જ સિદ્ધ થશે.
તેથી સામાન્ય-વિશેષરૂપ વસ્તુ અનુભવસિદ્ધ છે' એવું કહેવું યોગ્ય જ છે.
___ किञ्च-यद्यसौ सजातीयासजातीयव्यावृत्तवस्तुस्वलक्षणप्रभवो निर्विकल्पकानुभवः; इति । अथ कस्मात्तत्पृष्ठभावी तत्सामर्थ्यजन्मा विजातीयभेदग्राहकविकल्पवत्सर्वथा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org