________________
गुर्जरविवेचनसमन्वितः
१०१
છે બોદ્ધકૃત આશંકા છે વિવેચન : બૌદ્ધપૂર્વપક્ષ ઃ પરમાર્થથી વસ્તુનું સ્વરૂપ; સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત પ્રતિનિયત-એકસ્વભાવી છે, એટલે તેમાં સામાન્યાકાર (=સજાતીયનો સમાનપરિણામ) હોતો જ નથી.
પણ “આ ઘટ, આ ઘટ’ એમ સામાન્યાકાર થનારો વિકલ્પ, વસ્તુના યથાર્થ સ્વરૂપથી જુદા એવા સામાન્યાકારરૂપ *વસ્તુથી જન્ય છે. એટલે હકીકતમાં તો એ વિકલ્પ અવસ્તુથી જ જન્ય છે.
જો કે કોઈએ સંકેત કર્યો હોય, તો આપણને ઘટવિષયક વાસના ઊભી થાય છે અને તેના આધારે જ તેવો વિકલ્પ ઉત્પન્ન થાય છે, પણ પરમાર્થથી તે વિકલ્પ વસ્તુસ્વરૂપનું ગ્રહણ કરનાર નથી (કારણ કે તે, વસ્તુમાં રહેલ સજાતીય વ્યાવૃત્તસ્વરૂપને ગ્રહણ કરતો નથી અને વસ્તુમાં ન રહેલ સમાનાકારને ગ્રહણ કરે છે.)
પ્રશ્ન : તો વસ્તુનું ગ્રહણ કોણ કરે છે?
ઉત્તર : નિર્વિકલ્પજ્ઞાન... અને આ નિર્વિકલ્પ જ્ઞાન તો; સજાતીય (અન્યઘટાદ) અને વિજાતીય (પટાદિ) તે બંનેથી વ્યાવૃત્ત (ઋભિન્ન) એવા ઘટરૂપ સ્વલક્ષણમાત્રને જ વિષય કરે છે, એટલે તે સામાન્ય-વિશેષાકારરૂપ નથી.
આમ જે વસ્તુસ્વરૂપગ્રાહી યથાર્થ સંવેદન છે, તેમાં તો સામાન્ય-વિશેષાકાર ભાસતો નથી, તો “સામાન્ય-વિશેષરૂપ વસ્તુ અનુભવસિદ્ધ છે એવું શી રીતે કહેવાય? (યથાર્થ અનુભવમાં તો વસ્તુ, સજાતીયથી પણ વ્યાવૃત્તરૂપે જણાય છે, સમાન પરિણામરૂપે નહીં.)
___न, निर्विकल्पकानुभवस्यापि तत्त्वतो यथोक्तप्रकारत्वात्, गृहीतग्राहित्वेन विकल्पस्य प्रामाण्यानभ्युपगमात्; अन्यथा गृहीतग्राहित्वानुपपत्तेः; एकस्याकारभेदेनाप्रतिभासनात्, हेत्वयोगेन च परपक्षे विकल्पाभावस्य प्रतिपादितत्वात्। इति ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : ઉત્તરપક્ષ: ના, નિર્વિકલ્પ- અનુભવ પણ યથોક્તસ્વરૂપવાળો છે, કારણ કે તમે ગૃહીતગ્રાહી હોવાથી જ વિકલ્પની પ્રમાણતા સ્વીકારી નથી, અન્યથા તેનું ગૃહીતગ્રાહીપણું સંગત ન થાય. વળી જે એક છે, તેનો જુદા જુદા આકારે પ્રતિભાસ ન થાય અને હેતુ ન ઘટવાથી બૌદ્ધમતે વિકલ્પનો અભાવ છે એવું અમે પૂર્વે જ કહી ગયા.
* બૌદ્ધમતે સામાન્યાકારરૂપ કોઈ વસ્તુ જ નથી, પણ પરદર્શનને તેવું માન્ય હોવાથી તેનો અભ્યપગમ કરીને અહીં વસ્તુરૂપે ઉલ્લેખ કર્યો છે.
છે“આ ઘટ કહેવાય’ તે સંકેત અને તેનાથી ઘટવિષયક સંસ્કાર ઊભા થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org