________________
१००
अनेकान्तवादप्रवेशः
-0 પૂર્વપક્ષઃ તમે પદાર્થનું જ્ઞાન સામાન્ય-વિશેષરૂપે થાય એવું સિદ્ધ કરો છો, પણ તેથી પદાર્થ સામાન્ય-વિશેષરૂપ છે, એવું શી રીતે સિદ્ધ થાય?
ઉત્તરપક્ષઃ જુઓ; પહેલાં તો આપણે એ વિચારીએ કે પદાર્થનો સદૂભાવ કોના આધારે નિશ્ચિત થાય.
પદાર્થના સદૂભાવથી જ પદાર્થનો સદૂભાવ નિશ્ચિત થાય એવું તો ન માની શકાય, કારણ કે ઘડો વિદ્યમાન હોય તેટલા માત્રથી ઘડાનો નિશ્ચય નથી થઈ જતો. જો નિશ્ચય માનો, તો ઘડાની જેમ, તમામ પદાર્થનો સદ્દભાવ સમાનપણે રહ્યો હોવાથી, એ તમામ પદાર્થોનો નિશ્ચય થવા લાગે ! અને એટલે તે બધા પ્રમાતાઓ સર્વજ્ઞ બની જાય ! જે અત્યંત અસંભવિત છે.
પ્રશ્ન : તો અર્થનો સદ્ભાવ કોના આધારે નિશ્ચિત થાય ?
ઉત્તર : પદાર્થના જ્ઞાનના આધારે.. અર્થાત્ ઘડાનું જ્ઞાન થવાથી ખ્યાલ આવે કે – “અહીં ઘડો છે અને તે સિવાયના પદાર્થોનું જ્ઞાન ન થવાથી, તેઓના અસ્તિત્વનો નિશ્ચય ન થાય અને તો સર્વજ્ઞ બનવાની આપત્તિ પણ ન આવે.
હવે જ્ઞાન તો સામાન્ય-વિશેષ ઉભયાકારે જ થાય છે અને તો તેના આધારે વસ્તુ પણ સામાન્યવિશેષ ઉભયરૂપ જ માનવી રહી – એવું નિબંધ સિદ્ધ થાય છે.
વળી, સામાન્ય-વિશેષ ઉભયાકાર થનારું સંવેદન બ્રાન્ત છે, એવું કહેવું બિલકુલ યોગ્ય નથી. કારણ કે ઘટાદિ પદાર્થના સંનિધાન વખતે, આલોકાદિ બીજા પણ કારણો જેમની પાસે વિદ્યમાન છે, તે બધા પ્રમાતાઓને સમાનરૂપે તેવું જ્ઞાન થાય છે. પછી તે પ્રમાતા બૌદ્ધ - જૈન કે બીજો કોઈપણ હોય !
આમ બધાને થતું હોવાથી, તે સંવેદનની યથાર્થતા નિબંધ સિદ્ધ થાય છે.
–
____स्यादेतद्-विकल्पोयं 'घटो घटः' इत्येतद्रूपपरावृत्तवस्तुजन्यः संकेतवासनोत्थापितत्त्वान वस्तुस्वरूपग्राही, तद्ग्राही तु सजातीयासजातीयव्यावृत्तवस्तुस्वलक्षणविषयत्वान्न यथोक्तप्रकारः; इत्यतो 'अनुभवसिद्धत्वाद्' इत्ययुक्तम् । A પૂર્વમુર્તિ “નોત્યો' રૂત્તિ પJ., મત્ર A,B.C.D.E-પ્રતપીઠઃ |
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ: પૂર્વપક્ષ: ‘આ ઘટ-આ ઘટ’ એવો વિકલ્પ પારમાર્થિક સ્વરૂપથી નિવૃત્ત એવી સામાન્યાકાર વસ્તુથી જન્ય છે, તે સંકેત - વાસનાથી જન્ય હોવાથી પરમાર્થથી વસ્તુગ્રાહી નથી અને જે વસ્તુગ્રાહી છે, તે તો સજાતીય - વિજાતીયથી વ્યાવૃત્ત સ્વલક્ષણરૂપ વસ્તુને વિષય કરનારું હોવાથી યથોક્ત પ્રકારનું નથી. એટલે “અનુભવસિદ્ધ છે એવું કહેવું અયુક્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org