________________
गुर्जरविवेचनसमन्वितः
છે જે સામાન્યવિશેષ-મહાત્તવઃ | |
દરેક વસ્તુઓ નિત્યાનિત્યરૂપ છે - એવું સિદ્ધ કરી, હવે ગ્રંથકારશ્રી, વસ્તુની સામાન્ય-વિશેષરૂપતા સિદ્ધ કરવા ત્રીજા અધિકારનો પ્રારંભ કરે છે –
यच्चोक्तम्-'एतेन सामान्यविशेषरूपमपि प्रतिक्षिप्तमवगन्तव्यम्' इत्यादि । तदप्ययुक्तम्, सामान्यविशेषरूपस्य वस्तुनोऽनुभवसिद्धत्वात्; तथाहि-घटादिषु 'घटो घटः' इति सामान्याकारा बुद्धिरुत्पद्यते, 'मार्तिकस्ताम्रो राजतः' इति विशेषाकारा च; पटादिर्वा न भवति, इति । नार्थसद्भावोऽर्थसद्भावादेव निश्चीयते, सर्वसत्त्वानां सर्वज्ञत्वप्रसङ्गात् । सर्वार्थानामेव सद्भावस्याविशेषात्। किं तर्हि ? अर्थविज्ञानसद्भावानिश्चयः, ज्ञानं च सामान्यविशेषाकारमेवोपजायते। इत्यतोऽनुभवसिद्धत्वात्सामान्य-विशेषरूपं वस्तुः इति । न च 'अयमनुभवो भ्रान्तः' इति युज्यते वक्तुं, घटादिसन्निधावविकलतदन्यकारणानां सर्वेषामेवाविशेषेणोपजायमानत्वात् ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : અને જે કહ્યું હતું કે - “એનાથી, સામાન્ય - વિશેષરૂપ પણ નિરાકૃત થયું સમજવું' - તે બધું પણ અયુક્ત છે; કેમ કે સામાન્ય-વિશેષરૂપ વસ્તુ અનુભવસિદ્ધ છે. તે આ પ્રમાણે - ઘટાદિમાં “ઘટઘટ’ એવી સામાન્યાકારે અને આ માટીનો, તાંબાનો, ચાંદીનો” અથવા “આ પટાદિ નથી' એવી વિશેષાકારે બુદ્ધિ થાય છે. હવે અર્થનો સદ્ભાવ અર્થસદ્ભાવથી જ નિશ્ચિત ન થઈ જાય; કેમ કે સર્વ જીવો સર્વજ્ઞ બનવાનો પ્રસંગ આવે; કેમ કે બધા પદાર્થોનો સદ્ભાવ સમાન છે. એટલે અર્થજ્ઞાનના સભાવથી નિશ્ચય થાય અને જ્ઞાન તો સામાન્ય-વિશેષાકાર જ થાય છે, તેથી અનુભવસિદ્ધ હોવાથી વસ્તુ સામાન્ય-વિશેષરૂપ છે અને આ અનુભવ બ્રાન્ત કહેવો યોગ્ય નથી; કેમ કે ઘટાદિની નજીક રહેલા અને બાકી બધી પૂર્ણ સામગ્રી જેમની પાસે રહી છે, તે બધા પ્રમાતાઓને સમાનપણે આ અનુભવ થાય છે.
# જ્ઞાન દ્વારા સામાન્ય-વિશેષરૂપતાસિદ્ધિ છે વિવેચન : પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “સામાન્યવિશેષ બંને વચ્ચે વિરોધ હોવાથી, સામાન્ય-વિશેષરૂપ વસ્તુનું પણ નિરાકરણ થાય છે” - તે બધું કથન પણ અયુક્ત છે; કેમ કે સામાન્યવિશેષરૂપ વસ્તુ તો અનુભવસિદ્ધ છે, તે આ પ્રમાણે –
ઘટાદિ પદાર્થો વિશે (૧) “આ ઘડો - આ પણ ઘડો' એમ સામાન્યાકારે બુદ્ધિ થાય છે, અને (૨) “આ ઘડો માટીનો, આ તાંબાનો, આ ચાંદીનો’ એમ, અથવા “આ પટ નથી, આ મઠ નથી' એમ વિશેષાકારે પણ બુદ્ધિ થાય છે. આમ વસ્તુ વિશેનો બોધ, સામાન્ય-વિશેષ ઉભયાકારે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org