________________
( ૬ )
અંતર્વા
એક અત્યંત વિશાળ મહેલ છે, ખૂબ જ ચિત્તાકર્ષક ! એ મહેલના અંદર શું છે ? એની વિગતો સાથે રહેલો ગાઈડ આપી રહ્યો છે... સાંભળતાં - સાંભળતાં વિસ્મયની લાગણી ઉભરાય છે. હવે માત્ર એક જ ઝંખના થાય છે કે આ મહેલ ગમે તેમ કરીને મારે સાંગોપાંગ જોવો છે.
પણ પહેલો જ પ્રશ્ન ઉભો થાય કે આ ભવ્ય મહેલનો પ્રવેશદ્વાર ક્યાં છે ? પ્રવેશદ્વાર વગર અંદર જવાય નહીં અને અંદર ન જઈએ ત્યાં સુધી અંદરની ઝાકઝમાલ દૃષ્ટિગોચર થાય નહીં.
પૂજ્ય સૂરિપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ‘અનેકાંતજયપતાકા’ ગ્રંથની અદ્ભુત રચના કરી અને એ ગ્રંથના પ્રવેશદ્વાર સમાન આ ‘અનેકાંતવાદપ્રવેશ’ ગ્રંથની રચના કરી મહાન ઉપકાર કર્યો છે.
જે રીતે આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ ‘સ્યાદ્વાદરત્નાકાર' નામના મહાકાય ગ્રંથની રચના કરી અને એમના શિષ્ય આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીએ એ ગ્રંથમાં પ્રવેશ માટે ‘રત્નાકરાવતારિકા' ગ્રંથની રચના કરી, એ જ રીતે અહીં પોતે જ સૂરપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ પોતાના ગ્રંથ ઉપર અવતારિકા સમાન આ ગ્રંથની રચના કરી અદ્ભુત - અદ્ભુત ઉપકાર કર્યો છે...
આ ગ્રંથ પર મુનિશ્રી યશરત્નવિજયજીએ સરસ વિવેચન લખી શ્રુતભક્તિનું સુંદર કામ કર્યું છે. ભવિષ્યમાં દ્રવ્યાનુયોગના ક્લિષ્ટ ગ્રંથો ખોલી સ્વ-૫૨ની આરાધનામાં ઉજમાળ બની મોક્ષ પામે એ જ શુભેચ્છા...
Jain Education International
For Personal & Private Use Only
આચાર્ય વિજય ગુણરત્નસૂરિ.....
www.jainelibrary.org