________________
गुर्जरविवेचनसमन्वितः
તે તે સ્વભાવવાળો ન હોય' એ ન્યાય છે. જો એ ન્યાય ન માનો, તો, ઉદાદિ અમૃત્થી વ્યાવૃત્ત હોવા છતાં તમે તેને મૃત્ નહીં માની શકો (જે ઉ૫૨ માન્યું છે.)
९५
એટલે પૂર્વોક્ત નિયમ માનવો જ પડે અને તો મૃત્સ્વભાવતા માટે કપાલને મૃત્સ્વભાવી ઘટાદિથી સર્વથા વ્યાવૃત્ત ન મનાય. ફલતઃ સજાતીયથી અવ્યાવૃત્તસ્વભાવ હોવાથી ઘટ-કપાલમૃદ્ બંને સર્વથા વ્યાવૃત્ત ન થાય અને તો તેઓનો કથંચિદ્ અભેદ નિબંધ સિદ્ધ થાય.
X
*
स्यादेतद्-वस्तुतः सजातीयेतरव्यावृत्तस्वरूपत्वात् प्रतिनियतैकस्वभावत्वात्सर्वभावानां यथोक्तदोषाभावः, तथा च यथैवासौ कपालभाव उदकादिभ्यो व्यावृत्तः सन् मृत्स्वभावः एवं घटादिभ्योऽपि तस्यैकस्वभावत्वात्तेनैव रूपेण व्यावृत्तत्वात् इति ।
- પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ ૫રમાર્થથી તમામ પદાર્થો પ્રતિનિયત-એકસ્વભાવી હોવાથી સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત છે. એટલે ઉપરોક્ત દોષ ન રહે અને એવું હોવામાં જેમ તે કપાલ ઉદકાદિથી વ્યાવૃત્ત હોઈ મૃત્સ્વભાવી છે, તેમ તે એકસ્વભાવી હોઈ તે એકસ્વભાવરૂપે જ ઘટાદિથી પણ વ્યાવૃત્ત છે. (એટલે તેના ઉભયસ્વભાવ નહીં માનવા પડે.)
વિવેચન : પૂર્વપક્ષ : પરમાર્થથી દરેક વસ્તુઓ, સજાતીય-વિજાતીયથી *વ્યાવૃત્તસ્વરૂપવાળી છે, કારણ કે સર્વ ભાવો પ્રતિનિયત એક સ્વભાવવાળા જ હોય છે. (આશય એ કે, કપાલ, ઉદકાદિથી તો વ્યાવૃત્ત છે જ, સાથે મૃતપિંડાદિથી પણ વ્યાવૃત્ત જ છે; કેમ કે તેનો નિયત એક જ સ્વભાવકપાલત્વ છે, જે મૃતપિંડમાં નથી.) એટલે તમે ઉપર ઉભયસ્વભાવનો દોષ આપ્યો તે નહીં આવે.
એટલે કપાલ, જેમ જળાદિથી વ્યાવૃત્ત હોવાથી મૃત્સ્વભાવી છે, તેમ ઘટાદિથી વ્યાવૃત્ત હોવાથી પણ મૃત્સ્વભાવી જ છે; કેમ કે તેનો એક જ સ્વભાવ છે અને એ એકસ્વભાવથી જ તે જળ-ઘટાદિથી વ્યાવૃત્ત છે.
જેમ ગૌ, ગોત્વ સ્વભાવથી જ, અશ્વ-ઊંટ બંનેથી વ્યાવૃત્ત થાય છે, તેમ કપાલ એક મૃત્સ્વભાવથી જ ઉદક-મૃતપિંડ બંનેથી વ્યાવૃત્ત થાય છે.
એટલે કપાલ, મૃત્રપિંડ-ધટાદિથી સર્વથા વ્યાવૃત્ત હોઈ અમૃસ્વભાવી બની જાય એ દોષ હવે નહીં રહે; કેમ કે વ્યાવૃત્ત હોવા છતાં પણ પોતાનો પ્રતિનિયત મૃસ્વભાવ હયાત જ છે.
X
एतदप्ययुक्तम्, अनुभवविरुद्धत्वात्; तथाहि यदि स येनैव स्वभावेनामृत्स्वभावेभ्यो व्यावृत्तः तेनैव मृत्स्वभावेभ्योऽपि हन्त ! तर्हि यथैवामृत्स्वभावभावैकान्तविभिन्नावभासहेतुः,
* પૂર્વપક્ષીનો સજાતીયથી પણ વ્યાવૃત્ત કરવાનો આશય એ કે, જેથી કપાલમૃદ્ અને ઘટમૃદ્ બંને જુદી જુદી સિદ્ધ થાય અને તેથી તે બેનો અભેદ પણ ન રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org