________________
गुर्जरविवेचनसमन्वितः
સાર : એટલે દરેક વસ્તુઓની દ્રવ્યની અપેક્ષાએ અનિવૃત્તિ અને પર્યાયની અપેક્ષાએ નિવૃત્તિ હોય છે.
*
*
'ऊर्ध्वादिनिवृत्तित एव भेदसिद्धि:' इति चेत् ? न, ऊर्ध्वादेरपि मृदः सर्वथा भेदासिद्धेः । न चासौ कपालमृद् घटमृदः सर्वथाऽन्यैव, तदत्यन्तभेदे तस्या अमृत्त्वप्रसङ्गात्; यथोदकं न मृत्, ततोऽत्यन्तभेदाद्ः एवमसावपि स्यात्, तस्याविशेषात् इति । --• પ્રવેશરશ્મિ :
९३
ભાવાર્થ : પ્રશ્ન : ઉર્વાદિની નિવૃત્તિ થવાથી જ તેમનો ભેદ સિદ્ધ થઈ જાય.
ઉત્તર : ના, ઉર્દાદિનો પણ માટીથી સર્વથા ભેદ સિદ્ધ નથી. અને આ કપાલમાટી ઘટમાટીથી સર્વથા જુદી જ નથી, જો અત્યંત જુદી માનો, તો તેને ‘અમૃત્’ માનવાનો પ્રસંગ આવે; કેમ કે માટીથી અત્યંત ભેદ હોવાથી જેમ પાણી મૃત્ નથી, તેમ આ પણ મૃત્ ન રહે; કેમ કે અત્યંત ભિન્નપણું તો એનું પણ સમાન છે. દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ
વિવેચન : પૂર્વપક્ષ : માટીની નિવૃત્તિ ન થવા છતાં પણ ઉર્દાદિ આકારની નિવૃત્તિ થઈ જાય છે, એ પરથી સિદ્ધ થાય છે કે, માટીદ્રવ્યથી ઉર્ષ્યાદિ પર્યાયો જુદા જ છે. (અન્યથા, માટીની જેમ ઉર્વાદિ આકારો પણ નિવૃત્ત ન થાત) એટલે દ્રવ્ય-પર્યાયનો ભેદ જ સિદ્ધ થાય છે.
ઉત્તરપક્ષ ઃ તમારી વાત યુક્ત નથી; કેમ કે માટી દ્રવ્યથી ઉર્દાદિ પર્યાયોનો સર્વથા ભેદ હોય એવું સિદ્ધ નથી અને તેનું કારણ એ કે, માટીદ્રવ્યથી રહિત કેવળ ઉર્વાદિ પર્યાયો કદી ઉપલબ્ધ થતા નથી.
*
એટલે દ્રવ્ય-પર્યાયનો કથંચિદ્ ભેદ અને કથંચિદ્ અભેદ – એમ ભેદાભેદ જ માનવો જોઈએ. પર્યાયોનો પણ પરસ્પર કથંચિત્ અભેદ
કપાલની માટી ઘટની માટીથી સર્વથા જુદી જ નથી, કારણ કે જો સર્વથા જુદી માનવામાં આવે, તો કપાલમાટીની માટીરૂપતા જ ન રહે. તે આ રીતે - ઘટમાટીથી અત્યંત ભિન્ન પાણી જેમ માટીરૂપ નથી, તેમ અત્યંત ભિન્ન કપાલમાટી પણ માટીરૂપ નહીં રહે; કેમ કે બંનેમાં રહેલ અત્યંતભેદ તો સમાન છે. ફલતઃ તે ‘અમૃત્' બનવાની આપત્તિ આવે.
એટલે ઘટ-કપાલરૂપ પર્યાયોનો પણ કથંચિદ્ અભેદ માનવો જોઈએ.
*
स्यादेतद्-अमृत्स्वभावेभ्यो व्यावृत्तत्वात् कपालपदार्थस्य मृत्स्वभावता, नोदकस्य, तेभ्यो व्यावृत्त्यभावाद्, इति ।
Jain Education International
एतदप्यसमीक्षिताभिधानम्, वस्तुनो सजातीयेतरव्यावृत्ताव्यावृत्तोभयस्वभावापत्तेः;
For Personal & Private Use Only
www.jainelibrary.org