________________
अनेकान्तवादप्रवेशः
चानुभवसिद्धत्वात्। तथाहि-घटपर्यायनिवृत्तौ कपालकालेऽपि तद्बुध्या मृदनुभूयत एव; तदेकान्तनिवृत्तौ चोर्ध्वादिपर्यायवनानुभूयेत ।
– પ્રવેશરશ્મિ – | ભાવાર્થ પૂર્વપક્ષઃ પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્યની નિવૃત્તિ થાય છે કે નહીં? જો થાય છે; તો તે અનિત્ય જ થયું, કેમ કે પર્યાયસ્વરૂપની જેમ તે નિવૃત્ત થાય છે. જો નથી થતી, તો તો દ્રવ્ય-પર્યાયના ભેદનો પ્રસંગ આવે, તે આ પ્રમાણે - ઊંટથી શ્વેત ઘોડાની જેમ, પર્યાયથી દ્રવ્ય જુદું છે; કેમ કે પર્યાયની નિવૃત્તિ થવા છતાં પણ દ્રવ્યની નિવૃત્તિ નથી.
ઉત્તરપક્ષ ઃ આ પણ અયુક્ત છે, દ્રવ્યની કથંચિ નિવૃત્તિ થાય છે અને એ અનુભવસિદ્ધ છે. તે આ પ્રમાણે - ઘટપર્યાયની નિવૃત્તિ થયે કપાલકાળે પણ ઘટની બુદ્ધિથી માટીનો અનુભવ થાય છે જ. જો એકાંતે નિવૃત્તિ હોય, તો ઉધ્વદિ પર્યાયની જેમ તે પણ ન અનુભવાય.
દ્રવ્ય-પચ ઉભયનો અનુવેધ છે વિવેચનઃ પૂર્વપક્ષ જ્યારે શિવકાદિ પર્યાયની નિવૃત્તિ થાય છે, ત્યારે માટીરૂપ દ્રવ્યની નિવૃત્તિ (૧) થાય છે, કે (૨) નહીં?
(૧) જો થાય છે, તો - નિવૃત્તિ થતી હોવાથી – જેમ પર્યાયનું સ્વરૂપ અનિત્ય છે, તેમ દ્રવ્ય પણ અનિત્ય બની જશે ! (અને તો વસ્તુની નિત્યાનિત્યરૂપતા નહીં રહે.)
(૨) જો ન થાય, તો દ્રવ્ય-પર્યાયનો ભેદ જ સિદ્ધ થયો. તે આ પ્રમાણે – જેમ ઊંટની નિવૃત્તિ (=મરણ) થવા છતાં પણ શ્વેતાશ્વની નિવૃત્તિ ન થવાથી, ઊંટથી સફેદ ઘોડો જુદો છે, તેમ પર્યાયની નિવૃત્તિ થવા છતાં પણ દ્રવ્યની નિવૃત્તિ ન થવાથી, પર્યાયથી દ્રવ્ય જુદું છે એવું નિબંધ સિદ્ધ થાય છે. (અને તો દ્રવ્ય-પર્યાયનો અભેદ નહીં માની શકાય.)
ઉત્તરપક્ષ ઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે પર્યાયની નિવૃત્તિ થયે દ્રવ્યની પણ કથંચિત્ નિવૃત્તિ થાય છે જ. (અર્થાત્ નાશ પામેલા પર્યાયના નિમિત્તરૂપે ( કારણ-આશ્રયરૂપે) દ્રવ્યની પણ નિવૃત્તિ થાય છે; કેમ કે તે દ્રવ્યનો પર્યાય નિવૃત્ત થયો એમ કહેવાતું હોવાથી દ્રવ્ય-પર્યાય વચ્ચે ષષ્ઠી દ્વારા વ્યક્ત થતો સંબંધ છે જ અને એટલે પર્યાયની નિવૃત્તિ થયે તત્સંબદ્ધ દ્રવ્યની પણ કથંચિત્ નિવૃત્તિ થાય જ.)
વળી આ પ્રમાણે દ્રવ્યની કથંચિત્ નિવૃત્તિ અનુભવસિદ્ધ પણ છે જ. તે આ પ્રમાણે – ઘડો ફૂટ્યા પછી ઠીકરા વખતે પણ ઘડાની બુદ્ધિથી માટીનો અનુભવ થાય છે જ ઠીકરાને જોઈને “આ પેલા ઘડાના ઠીકરા છે' એવો અનુભવ સંવેદનસિદ્ધ છે.)
એ પરથી જણાઈ આવે છે કે, ઘડાની સર્વથા નિવૃત્તિ નથી થતી, પણ કથંચિત્ નિવૃત્તિ થાય છે. જો સર્વથા નિવૃત્તિ થાય એવું માનો, તો ઉધ્વદિ-આકારની જેમ માટીરૂપે પણ ઘટનો અનુભવ થાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org