________________
गुर्जरविवेचनसमन्वितः
<
આવો જ વસ્તુનો સ્વભાવ હોવાથી, વસ્તુને અન્વય - વ્યતિરેકવાળી માનવી જ રહી. કહ્યું
છે કે –
“મૃપિંડાદિનો પરસ્પર માત્ર અન્વય જ નથી; કેમ કે ઉર્ષ્યાદિ આકારે તેઓનો ભેદ પણ છે અને પરસ્પર માત્ર ભેદ નથી; કેમ કે માટીરૂપે અભેદ પણ છે. પરંતુ મૃદ્ (અન્વય) અને ભેદ, એ બંને સંબંધથી રહેલ, જાત્યંત-ભેદાભેદવાળો ઘટ છે.”
ૐ વસ્તુની નિત્યાનિત્યરૂપે સિદ્ધિ
(૧) એટલે વસ્તુ જે કારણથી નિત્ય છે, તે જ કારણથી અનિત્ય પણ છે; કેમ કે મૃતપિંડાદિ દ્રવ્યરૂપે (=માટીરૂપે) નિત્ય છે અને દ્રવ્યરૂપ વસ્તુ પણ ગૌણરૂપે પર્યાય જ છે, નહીંતર ‘તે તે પર્યાયોમાં જવારૂપ’ દ્રવ્યનું લક્ષણ ઉપપન્ન ન થાય. (આમ દ્રવ્ય-પર્યાયનો કથંચિત્ અભેદ હોવાથી, જેમ દ્રવ્યને લઈને વસ્તુ નિત્ય છે, તેમ દ્રવ્યથી અભિન્ન પર્યાયને લઈને વસ્તુ અનિત્ય પણ છે.)
અને વળી
९१
(૨) વસ્તુ જે કારણથી અનિત્ય છે, તે જ કારણથી નિત્ય પણ છે; કેમ કે મૃતપિંડાદિ વસ્તુઓ શિવકાદિપર્યાયરૂપે અનિત્ય છે અને પર્યાયરૂપ વસ્તુ પણ ગૌણરૂપે દ્રવ્ય જ છે, નહીંતર ‘અવસ્થાએ - અવસ્થાએ બદલાવારૂપ' પર્યાયનું લક્ષણ ઉપપન્ન ન થાય. (આમ દ્રવ્ય-પર્યાયનો કથંચિદ્ અભેદ હોવાથી, જેમ પર્યાયને લઈને વસ્તુ અનિત્ય છે, તેમ પર્યાયથી અભિન્ન દ્રવ્યને લઈને વસ્તુ નિત્ય પણ છે.)
અને અનુવૃત્ત-વ્યાવૃત્ત આકારે વસ્તુનું સંવેદન થતું હોવાથી, વસ્તુની દ્રવ્ય-પર્યાયરૂપતા તો અનુભવસિદ્ધ છે. એટલે તે માનવી જ રહી.
પ્રશ્ન : વસ્તુને દ્રવ્ય - પર્યાય ઉભયરૂપ માની લઈએ, પણ તેઓને જુદા જુદા માનીએ તો ? ઉત્તર : પણ તેવું ન મનાય; કેમ કે એકાંતે જુદા જુદા દ્રવ્ય-પર્યાય હોતા જ નથી અને તેનું કારણ એ કે, જુદા જુદા દ્રવ્ય-પર્યાયની ઉપલબ્ધિ કદી થતી નથી. કહ્યું છે કે
-
“પર્યાયરહિત માત્ર દ્રવ્ય, અને દ્રવ્યરહિત માત્ર પર્યાયો, કયા ઠેકાણે, કયા કાળે, કઈ વ્યક્તિ વડે, કયા સ્વરૂપે, કયા પ્રમાણથી શું જોવાયા છે ? નથી જ જોવાયા.”
એટલે ઘટાદિ વસ્તુઓ, કથંચિદ્ ભિન્નાભિન્ન એવા દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ હોઈ, તેઓની નિત્યાનિત્યરૂપતા નિર્બાધ સિદ્ધ થાય છે.
"
*
સ્વાવેતત્-પર્યાયનિવૃત્તો દ્રવ્યનિવૃત્તિર્મવૃત્તિ ? રિવા ન ? કૃતિ । વિશ્વાતઃ ? यदि भवति, अनित्यमेव तत्, निवृत्तिमत्त्वात् पर्यायस्वात्मवत् । अथ न भवति, हन्त ! तर्हि द्रव्यपर्याययोर्भेदप्रसङ्गः; तथाहि पर्यायेभ्योऽन्यद् द्रव्यम्, तन्निवृत्तावपि तस्यानिवृत्तेः क्रमेलकादिव कर्क:, इति । एतदप्ययुक्तम्, कथंचिन्निवृत्तिभावात् । अस्य
''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org