________________
अनेकान्तवादप्रवेशः
તો તે બધા ઉદાહરણોની જેમ “ક્ષણિ: સર્વે સંસ્કાર:' એ દેશના પણ; શ્રોતાને વૈરાગ્ય ઊભો કરવા જ અપાઈ હોય એવું પણ હોઈ જ શકે છે. એટલે તેના આધારે યોગીને ક્ષણિકનું જ જ્ઞાન છે એવો નિશ્ચય ન થઈ શકે.
આ વાતનો જ સંગ્રહ કરનાર શ્લોક કહ્યો છે કે –
“યોગી ક્ષણિકને જાણે છે, નિત્યને નહીં – એમાં પ્રમાણ શું? કારણ કે દેશના તો શિષ્યને અનુસારે પણ પ્રવર્તે છે.”
तस्माद् ‘अन्वयाविनाभूतो व्यतिरेकः, व्यतिरेकाविनाभूतश्चान्वय' इति वस्तुस्वभावः, तथा चोक्तम् -
'नान्वयः सहभेदित्वान भेदोऽन्वयवृत्तितः । मृद्भेदद्वयसंसर्गवृत्तिजात्यन्तरं घटः ।।१।।' इत्यादि ।
तस्माद् तद् यत एव नित्यम्, अत एवानित्यम्; द्रव्यात्मना नित्यत्वात्, तस्य चाभ्यन्तरीकृतपर्यायत्वात् । यत एव चानित्यम्, अत एव नित्यम् पर्यायात्मनाऽनित्यत्वात्, तस्य चाभ्यन्तरीकृतद्रव्यत्वात् । उभयरूपस्य चानुभवसिद्धत्वात् । एकान्तभिन्नस्य चोभयस्याभावात् । उक्तं च -
'द्रव्यं पर्यायवियुतं पर्याया द्रव्यवर्जिताः ।। क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन च ।।१।।' इत्यादि ।
– પ્રવેશરશ્મિ - * ભાવાર્થ તેથી અન્વયથી અવિનાભૂત વ્યતિરેક છે અને વ્યતિરેકથી અવિનાભૂત અન્વય છે, આવો જ વસ્તુનો સ્વભાવ છે અને તે પ્રમાણે જ કહ્યું છે કે – “અન્વય નથી; કેમ કે ભેદ છે. ભેદ નથી; કેમ કે અન્વય છે. એટલે મૃદ્ અને ભેદ, એ બંને સંબંધથી રહેલ જાત્યન્તર - ભેદભેદવાળો ઘટ છે તેથી તે જેથી નિત્ય છે, એથી જ અનિત્ય છે, કેમ કે દ્રવ્યરૂપે નિત્ય છે અને દ્રવ્ય ગૌણરૂપે પર્યાયસ્વરૂપ છે. અને જેથી
અનિત્ય છે, તેથી નિત્ય છે, કેમ કે પર્યાયરૂપે અનિત્ય છે અને પર્યાય ગૌણરૂપે દ્રવ્યસ્વરૂપ છે અને ઉભયરૂપ વસ્તુ અનુભવસિદ્ધ છે અને એકાંતભિન્ન એવા ઉભયનો અભાવ છે. કહ્યું છે કે – “પર્યાયરહિત દ્રવ્ય અને દ્રવ્યરહિત પર્યાય ક્યાં ક્યારે કોના વડે કેવા રૂપે અને કયા પ્રમાણથી દેખાય છે? નથી જ દેખાયા.”
# દ્રવ્ય-પર્યાચની અવિનાભાવિતા છે વિવેચનઃ તેથી (૧) મૃપિંડ-શિવકાદિનો પરસ્પર ભેદ; તે અન્વયથી અવિનાભૂત છે, અર્થાત્ મૃપિંડાદિનો સર્વથા ભેદ નથી, કથંચિત્ અન્વય પણ છે, અને (૨) તેઓનો પરસ્પર અન્વય; તે ભેદથી અવિનાભૂત છે, અર્થાત્ મૃપિંડાદિનો સર્વથા અન્વય નથી, કથંચિત્ ભેદ પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org