________________
गुर्जरविवेचनसमन्वितः
કારણનો સર્વથા ઉચ્છેદ થતો હોવાથી કાર્ય નિહેતુક બને, કારણ કે કાર્યને રાખવાનો જેમાં સ્વભાવ છે, તેવા કારણના અવયવોનો (ઘટરૂપ કારણ માટે મૃપિંડના પરમાણુઓનો) ઉચ્છેદ થઈ જતો હોવાથી (અનન્વય-૩છેવાત) તેઓ હેતુ તરીકે રહે નહીં.”
नचास्य संवेदनस्य बाधकः प्रत्ययोऽस्ति, कदाचिदप्यनुपलब्धेः । न च ‘योगिप्रत्ययो बाधकः' इति युज्यते वक्तुम्, प्रमाणाभावात् । उक्तं च
'क्षणिकं योगी विजानाति, न नित्यं चेति का प्रमा ?। देशनाया विनेयानुगुण्येनापि प्रवृत्तितः ।।१।।' इत्यादि ।।
- પ્રવેશરશ્મિ - ભાવાર્થ અને આ સંવેદનનો કોઈ બાધક પ્રત્યય નથી, કારણ કે તે ક્યારે પણ ઉપલબ્ધ થતો નથી અને યોગીપ્રત્યય તેમાં બાધક છે - એવું કહેવું યોગ્ય નથી; કેમ કે પ્રમાણનો અભાવ છે. કહ્યું છે કે - યોગી ક્ષણિકને જાણે, નિત્યને નહીં - એમાં પ્રમાણ શું? કારણ કે દેશના તો શિષ્યને અનુસારે પણ પ્રવર્તે છે.'
છે ચોક્ત સંવેદનની નિબંધકતા છે વિવેચનઃ અનુવૃત્ત - વ્યાવૃત્તાકાર થનારા સંવેદનનો બાધક કોઈ પ્રત્યય નથી, કારણ કે તેના બાધક પ્રત્યયની ઉપલબ્ધિ કદી થતી નથી. તમે ભેદભેદ વગેરેના વિકલ્પો ઉઠાવો, તો પણ પ્રત્યક્ષપ્રતીતિ તો અનુવૃત્ત-વ્યાવૃત્ત સંવેદનની જ થાય છે.
પૂર્વપક્ષ : “ક્ષણિકા: સર્વે સંસ્કાર:' એ રૂપે થતું યોગીઓનું જ્ઞાન બાધક બનશે... આશય એ કે, આપણને સહુને થતું જ્ઞાન વાસનાજન્ય છે, તેથી તેમાં વિકલ્પો-અન્વય વગેરે હોય છે. યોગીને જે જ્ઞાન થાય છે, તે શુદ્ધ છે – વાસનાદિથી રહિત છે અને તે જ્ઞાન આપણા જ્ઞાનનું બાધક બનીને ક્ષણિક વસ્તુને સિદ્ધ કરે છે.
ઉત્તરપક્ષ પણ યોગીઓને વસ્તુની ક્ષણિકતાનું જ જ્ઞાન થાય છે, એવું કહેવામાં કોઈ પ્રમાણ નથી, કારણ કે યોગીના જ્ઞાનનું જ્ઞાન તો આપણને થતું જ નથી.
પૂર્વપક્ષ : “ક્ષા : સર્વે સંસા:' એવી અપાતી દેશનાથી જ જણાય કે યોગીને માત્ર ક્ષણિકતાનું જ જ્ઞાન હશે.
ઉત્તરપક્ષ: પણ એવું નથી કે જેવી દેશના અપાય તેવું જ જ્ઞાન હોય, કારણ કે દેશના તો ઘણીવાર શ્રોતાને અનુસાર પણ અપાય છે. જેમ કે – (૧) વસ્તુ પર દ્વેષ રાખનાર વ્યક્તિને, ભૂત (જડવસ્તુ) અને આત્માના અદ્વૈતને પ્રધાન કરીને દેશના અપાય કે “આ વસ્તુ આત્મસ્વરૂપ જ છે, તેના પર દ્વેષ કેમ કરો છો ?'... (૨) વસ્તુ પર રાગ કરનારને ભૂત અને આત્માના દ્વતને પ્રધાન કરીને દેશના અપાય કે “આ પર વસ્તુ ઉપર રાગ કેમ?” (૩) બ્રાહ્મણની અત્યંત પ્રિય પત્ની મરી ગઈ, તે છતાં એકાએક આઘાત ન લાગે એ માટે દેશના અપાય કે “તે હજી મરી નથી”
Jain Education International
·
For Personal & Private Use Only
www.jainelibrary.org