________________
अनेकान्तवादप्रवेशः
અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર એક સ્વભાવવાળા એકાંત નિત્ય પદાર્થોમાં; પર્યાયભેદ ન હોવાથી, અનુવૃત્તિ વ્યાવૃત્તિરૂપેનું યથોક્ત સંવેદન થઈ શકે નહીં. એ વાત અહીં સ્પષ્ટ છે.”
तथा एकान्तनश्वरेष्वपि नाधिकृतसंवेदनभावो युज्यते, अनुवृत्ताकारनिबन्धनस्य द्रव्यस्यान्वयाभावात् । न च निरन्वयनश्वरवादिनः तदन्यप्रभवः सम्भवति, सर्वथा हेतुनिवृत्तावहेतुकत्वप्रसङ्गात्; अन्यथा, अन्वयसिद्धेः, इति । उक्तं च -
'सर्वथा कारणोच्छेदाद्भवेत् कार्यमहेतुकम् ।। तच्छक्त्यवयवाधारस्वभावानामनन्वयात् ।।१।।' इत्यादि ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ તથા એકાંત નશ્વર પદાર્થમાં પણ અધિકૃત સંવેદનનું અસ્તિત્વ ઘટે નહીં, કેમ કે તે દ્રવ્યના અનુવૃત્તાકારનું કારણ એવા અન્વયનો અભાવ છે અને નિરન્વય-નશ્વર કહેનારાઓને તો તેનાથી અન્યની ઉત્પત્તિ પણ સંભવે નહીં, કારણ કે સર્વથા હેતુની નિવૃત્તિમાં તે કાર્ય અહેતુક થવાનો પ્રસંગ આવે. અન્યથા અન્વય સિદ્ધ થઈ જાય. કહ્યું છે કે “સર્વથા કારણના ઉચ્છેદથી કાર્ય નિહેતુક થાય, કારણ કે કાર્યને રાખવાનો જેમાં સ્વભાવ છે, તેવા કારણના અવયવોનો અન્વય રહેતો નથી.”
નક એકાંત અનિત્યમતે પણ યથોક્ત સંવેદનની અસંગતિ , વિવેચનઃ જો પદાર્થને એકાંત-અનિત્ય મનાય, તો પણ મૃપિંડાદિનું અનુવૃત્તિ-વ્યાવૃત્તિરૂપનું સંવેદન સંગત થાય નહીં, કારણ કે એકાંતનિત્યમાં તો માત્ર પર્યાયભેદ જ છે અને તે પર્યાયોમાં અનુગત કોઈ દ્રવ્યાંશ જ નથી. ફલતઃ દ્રવ્યાંશ ન રહેતાં, તન્યૂલક અનુવૃત્તાકાર પણ ન રહે અને તો અનુવૃત્તિ - વ્યાવૃત્તિરૂપનું સંવેદન સંગત થાય નહીં.
પ્રશ્ન : કારણ દ્વારા પોતાના જેવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે પૂર્વાપરવર્તી કારણ-કાર્યની સદશતાને લઈને જ અનુવૃત્તાકારે સંવેદન થાય છે.
ઉત્તર : તેવું નથી, કારણ કે એકાંત નિરન્વય ક્ષણિકમતે હેતુવિનાશે જ કાર્યોત્પત્તિ થતી હોવાથી, કાર્ય નિહેતુક બને છે. (એટલે, કારણ દ્વારા સદશ કાર્ય ઉત્પન્ન થઈ શકે નહીં.)
તાત્પર્ય : ઘડાની ઉત્પત્તિ વખતે મૃતપિંડરૂપ કારણ ત્રણે લોકમાં ક્યાંય હોતું નથી; કેમ કે બૌદ્ધમતે કારણનાશ પછી જ કાર્યોત્પત્તિ મનાય છે. એટલે કારણની અવિદ્યમાનતામાં જ કાર્ય ઉત્પન્ન થતું હોવાથી એ કાર્ય નિહેતુક બનવાની આપત્તિ આવે. ફલતઃ કાર્યકાળે કોઈ તેવો પદાર્થ રહે જ નહીં કે જે પોતાના સદેશ કાર્યને ઉત્પન્ન કરી શકે.
(અન્યથા) જો કારણ સર્વથા નાશ પામતું ન હોય અને તેની સદેશતા કાર્યમાં મૂકીને જતું હોય, તો અન્વય સિદ્ધ થવાથી ક્ષણિકવાદ અસિદ્ધ થશે !
આ વિશે કહ્યું છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org