________________
गुर्जरविवेचनसमन्वितः
૮૭
ઉત્તરપક્ષ: અરે ! તે બધા જ્ઞાનોનો તો અનુક્રમે (૧) દેશાંતરમાં, (૨) કાળાંતરમાં, (૩) પુરુષાંતરમાં, અને (૪) અવસ્થાંતરમાં બાધ થતો દેખાય છે. એટલે તેઓને ભ્રાન્ત કહેવા યોગ્ય છે. પણ અનુવૃત્તિ-વ્યાવૃત્તિ આકારે થતું સંવેદન તો નિબંધ છે, એટલે તેને બ્રાન્ત કહેવું બિલકુલ યોગ્ય નથી.
વળી યથોક્ત સંવેદન તો; અર્થ હોય તો થાય અને ન હોય તો ન થાય - એમ અર્થ સાથે અવિનાભાવી હોવાથી, “અર્થજન્ય' છે અને તેનો બાપ કદી ન થવાથી તે “અવિસંવાદી” છે... તો આવું જો અર્થજન્ય અવિસંવાદી સંવેદન થતું હોય, તો વસ્તુને દ્રવ્ય-પર્યાયરૂપે નિત્યાનિત્ય માનવી જ રહી.
આવું યથાર્થ સંવેદન હોવા છતાં પણ, “દ્રવ્ય-પર્યાય બે વચ્ચે શું છે? (૧) ભેદ, (૨) અભેદ, કે (૩) ભેદભેદ” - એવા બધા વિકલ્પો પાડીને એકાંત નિત્ય કે અનિત્યરૂપે પદાર્થની વ્યવસ્થા કરવી યોગ્ય નથી, કારણ કે તે બધા કુવિકલ્પો તો અર્થજન્ય અવિસંવાદી પ્રતીતિથી બાધિત થઈ જવાથી - તેઓનું અસ્તિત્વ નિબંધ ન રહેતાં - તેઓ ઉપાદેય બંને નહીં. એટલે વસ્તુને દ્રવ્ય-પર્યાયરૂપ માનવામાં તે વિકલ્પો બાધક બનતા નથી.
न चैकान्तनित्येषु यथोक्तसंवेदनसम्भवः, व्यावृत्ताकारनिबन्धनस्य पर्यायभेदस्याभावात्; अन्यथा, एकान्तनित्यत्वानुपपत्तेः; तथा चोक्तम् -
'भावेष्वेकान्तनित्येषु नान्वयव्यतिरेकवत् । संवेदनं भवेद् धर्मभेदाभावादिह स्फुटम् ।।१।।' इत्यादि ।
- પ્રવેશરશ્મિ - ભાવાર્થ : અને એકાંત નિત્ય વિશે યથોક્ત સંવેદનાનો સંભવ નથી, કારણ કે પર્યાયભેદ, જે વ્યાવૃત્તાકારનું મૂળ કારણ છે તે નથી. જો તેવું ન માનો, તો એકાંત નિત્યતા ઉપપન થાય નહીં. કહ્યું છે કે“એકાંતનિત્ય પદાર્થો વિશે અન્વય - વ્યતિરેકવાળું સંવેદન ન થાય; કેમ કે પર્યાયભેદનો અભાવ છે. એ અહીં સ્પષ્ટ છે.”
એકાંતનિત્યમતે ચોક્તસંવેદનની અસંગતિ છે વિવેચનઃ જો પદાર્થને એકાંતે નિત્ય મનાય, તો મૃતપિંડાદિમાં થનારું વ્યાવૃત્તિનું સંવેદન સંગત થાય નહીં, કારણ કે તે બે સંવેદન અનુક્રમે દ્રવ્ય-પર્યાય અંશને લઈને થાય છે.
પણ એકાંતનિત્યમાં તો માત્ર દ્રવ્યાંશ જ છે, પર્યાયભેદ નહીં. જો પ્રતિક્ષણ જુદા જુદા પર્યાયો મનાય, તો પર્યાયો બદલાતા વસ્તુ પણ બદલાઈ જતાં, વસ્તુની નિત્યતા જ ન રહે. એટલે પર્યાયભેદ તો ન મનાય અને તો તમૂલક વ્યાવૃત્તાકાર પણ ન મનાય. ફલતઃ વ્યાવૃત્તિરૂપનું અવિસંવાદી સંવેદન સંગત થાય નહીં. આ વિશે કહ્યું છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org