________________
૮૬
अनेकान्तवादप्रवेशः
તો જેમ ઘટજ્ઞાનમાં પટનો બોધ નથી થતો, તેમ આકાર ન હોવાથી ઘટનો બોધ પણ નહીં થાય!
અને પદાર્થના આકારનો અનુભવ; તે જ પદાર્થનું જ્ઞાન છે, તે સિવાય બીજો કોઈ અર્થપરિચ્છેદ હોતો જ નથી. એટલે સંવેદનમાં અર્થાકારનો અનુભવ માનવો જ રહ્યો.
અન્યથા, અતિપ્રસંગ એ આવે કે, ઘટજ્ઞાનમાં, જેમ ઘટની આકારતા ન હોવા છતાં પણ ઘટનો બોધ થાય છે, તેમ ઘટ સિવાયના પટાદિનો પણ બોધ થવા લાગશે ! અને તેનાથી એ દોષ પણ આવશે કે, ઘટજ્ઞાન, ઘટની જેમ પટાદિ સર્વ પદાર્થનો ગ્રાહક બનશે, અને એક બીજા પણ જ્ઞાનો બધા પદાર્થના ગ્રાહક બનશે ! ફલતઃ બધા જ્ઞાનો બધા પદાર્થના બોધક બનવાની આપત્તિ આવશે !
એટલે જ્ઞાનમાં અનુવૃત્તિ-વ્યાવૃત્તિ આકાર માનવા જ રહ્યા અને એટલે વસ્તુની નિત્યાનિત્યરૂપતા પણ સિદ્ધ થાય જ.
न च 'इदं संवेदनं भ्रान्तम्' इति शक्यते वक्तुम्, देशकालनरावस्थान्तरेऽविशेषेण प्रवृत्तेः; तथाहि-देशान्तरे कालान्तरे नरान्तरेऽवस्थान्तरे च मृत्पिण्डादिषु यथोक्तसंवेदनं प्रवर्त्तते । न चार्थप्रभवमविसंवादिसंवेदनं विहाय जातिविकल्पेभ्यः पदार्थव्यवस्था युज्यते, प्रतीतिबाधितत्वेन तेषामनादेयत्वात् ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? અને આ સંવેદનને બ્રાન્ત કહેવું શક્ય નથી, કારણ કે જુદા દેશ, કાળ, નર, અવસ્થામાં પણ સમાનપણે તે પ્રવર્તે છે. તે આ પ્રમાણે - દેશાંતરમાં, કાળાંતરમાં, નરાંતરમાં અને અવસ્થાંતરમાં મૃપિંડાદિ વિશે યથોક્ત સંવેદન જ પ્રવર્તે છે અને અર્થજન્ય અવિસંવાદિ સંવેદનને છોડીને જાતિવિકલ્પોથી પદાર્થની વ્યવસ્થા કરવી યોગ્ય નથી, કારણ કે જાતિવિકલ્પો તો પ્રતીતિબાધિત હોવાથી અનાદેય છે.
# દ્રવ્ય-પર્યાયરૂપ સંવેદનાની અભ્રાન્તતા છે વિવેચન : શિવકાદિમાં માટી-અંશને લઈને જે અનુવૃત્તિનું સંવેદન થાય છે અને કથંચિત્ ભેદાંશને લઈને જે વ્યાવૃત્તિનું સંવેદન થાય છે, તે સંવેદનને ભ્રાન્ત કહેવું યોગ્ય નથી, કારણ કે તે તો અભ્રાન્તરૂપે પ્રતીત છે. તે આ રીતે –
(૧) ગુજરાત કે રાજસ્થાન કોઈપણ ઠેકાણે, (૨) ઠંડી કે ગરમી કોઈપણ કાળમાં, (૩) ચૈત્ર કે મૈત્ર કોઈપણ વ્યક્તિને, (૪) બાળ કે યુવા કોઈપણ અવસ્થામાં, મૃપિંડાદિમાં અનુવૃત્તિ અને વ્યાવૃત્તિનું સંવેદન જ થાય છે. - પૂર્વપક્ષ ઃ બધા સંવેદનો સત્ય જ હોય એવું જરૂરી નથી. કેટલાક ભ્રાન્ત પણ હોઈ શકે છે. જેમ કે (૧) દૂરના દેશથી થતું આકાશના ઢલાણનું જ્ઞાન, (૨) ગરમીમાં થતું રણમાં પાણીનું જ્ઞાન, (૩) વ્યક્તિને થતું હૂંઠામાં પુરુષનું જ્ઞાન, (૪) પીળીયા રોગમાં થતું શંખના પીળાવર્ણનું જ્ઞાન... તો આ બધા જ્ઞાનોની જેમ પ્રસ્તુત જ્ઞાન પણ બ્રાન્ત હોઈ જ શકે ને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org