________________
गुर्जरविवेचनसमन्वितः
મૃપિંડ, શિવક વગેરે બધા ભેદોમાં જુદા જુદા આકારાદિરૂપે પર્યાયનું સંવેદન થાય છે, તો અહીં સર્વત્ર વ્યાવૃત્તિરૂપે સંવેદિત ભેદાંશ જ પર્યાય છે.
પ્રશ્નઃ આપણને અનુવૃત્તિ-વ્યાવૃત્તિ શી રીતે અનુભવાય છે?
ઉત્તરઃ જુઓ; (૨) જેવા પ્રતિભાસવાળું સંવેદન મૃતપિંડ વિશે થાય છે, તેવા પ્રતિભાસવાળું સંવેદન જ શિવકાદિમાં નથી થતું, કેમ કે બંનેમાં જુદા જુદા આકારો અનુભવાય છે. આમ દરેક ભેદોની વ્યાવૃત્તિ અનુભવાય છે. અને (૧) જેવા પ્રતિભાસવાળું સંવેદન માટીથી વિજાતીય એવા ઉદક, અગ્નિ, પવન વગેરેમાં થાય છે, તેવા પ્રતિભાસવાળું જુદું જુદું સંવેદન જ શિવકાદિમાં નથી થતું (અર્થાત્ જળ-અગ્નિની જેમ સર્વથા ભિન્ન પ્રતિભાસવાળું સંવેદન નથી થતું.) કેમ કે શિવક, સ્થાસક વગેરેમાં તો માટીરૂપે એક સરખું જ સંવેદન થાય છે. આમ દરેક ભેદોની અનુવૃત્તિ અનુભવાય છે.
આ પ્રમાણે સંવેદન દ્વારા અનુવૃત્તિ-વ્યાવૃત્તિરૂપે દ્રવ્ય-પર્યાયની સિદ્ધિ થાય છે અને તો વસ્તુ દ્રવ્યાંશને લઈને નિત્યરૂપ અને પર્યાયાંશને લઈને અનિત્યરૂપ - એમ નિત્યાનિત્યરૂપ પણ સિદ્ધ થાય જ, તેમાં કોઈ વિરોધ નથી.
વળી આવું નિત્યાનિત્યરૂપ સંવેદન તો સ્વસંવેદિત છે, એટલે તેનો અપલાપ કરવો યોગ્ય નથી, કારણ કે તેમાં પ્રતીતિનો વિરોધ છે.
આશયઃ અનુવૃત્તિ - વ્યાવૃત્તિનું સંવેદન થાય છે એમ પૂર્વે કહ્યું. હવે કોઈ કહે કે – તેવું સંવેદન જ થતું નથી. તો તેનો જવાબ એ કે, તે સ્વસંવેદનસિદ્ધ છે. અર્થાત્ સ્વ એટલે દરેક વ્યક્તિ; એટલે પૂર્વપક્ષીને પોતાને પણ એનો અનુભવ થાય છે કે આવું જ્ઞાન થાય છે. પછી તેનો અપલાપ કરી ન શકાય, કારણ કે તેમાં પ્રતીતિવિરોધ છે.
न च निराकारं संवेदनमर्थान्तरस्येव ततो विवक्षितार्थापरिच्छेदात् । न ह्याकारानुभवव्यतिरेकेणापरोऽर्थपरिच्छेदः, अतिप्रसङ्गात्, सर्वस्य सर्वार्थपरिच्छेत्तृत्वाऽऽपत्तेश्च ।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને આ સંવેદન નિરાકાર નથી, નહીંતર તો અર્થાતરની જેમ તેનાથી વિવક્ષિત અર્થનો પણ પરિચ્છેદ નહીં થાય અને અર્થાકારના અનુભવ વિના બીજો કોઈ અર્થપરિચ્છેદ હોતો જ નથી, કારણ કે તેમાં અતિપ્રસંગ આવે છે અને બધા અર્થનો પરિચ્છેદ થવાની આપત્તિ આવે છે.
# નિરાકારવાદીની દલીલનું નિરાકરણ વિવેચન : નિરાકારવાદી : સંવેદન તો નિરાકાર છે, તેમાં અનુવૃત્તિ-વ્યાવૃત્તિ કોઈ આકાર નથી, તો પછી તેના આધારે નિત્યાનિત્યતાની સિદ્ધિ શી રીતે કરાય ?
સ્યાદાદીઃ જો સંવેદન નિરાકાર હોય, અર્થાત્ વિષયનો કોઈ આકાર તેમાં ન આવતો હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org