________________
८४
अनेकान्तवादप्रवेशः
અનેકસ્વભાવી છે, જ્યારે જ્ઞાન થાય ત્યારે શેયસ્વભાવી અને જ્યારે જ્ઞાન ન થાય ત્યારે અજ્ઞેય સ્વભાવી... એટલે સદા જ્ઞાન આદિરૂપ આપત્તિ ન આવે.
આવું હોવાથી નિત્યાનિત્યરૂપ વસ્તુનું જ્ઞાન નિબંધ થઈ શકે, કારણ કે જ્ઞાનના કારણ (૧) વસ્તુ હોવી, અને (૨) વસ્તુનો શેય સ્વભાવ હોવો - તે બંને હાજર છે. એટલે વિજ્ઞાનાદિ કાર્યોની અસંગતિ એકાંતમતે જ છે, અનેકાંતમતે નહીં.
હવે ગ્રંથકારશ્રી, નિત્યાનિત્યનું સ્વરૂપ બતાવે છે –
नित्यानित्यत्वं च वस्तुनो द्रव्यपर्यायोभयरूपत्वादनुवृत्तव्यावृत्ताकारसंवेदनग्राह्यत्वात् प्रत्यक्षसिद्धमेव, तथाहि-मृत्पिण्डशिवकस्थासकघटकपालादिष्वविशेषेण सर्वत्रानुवृत्तो मृदन्वयः संवेद्यते, प्रतिभेदं च पर्यायव्यावृत्तिः; तथा च न यथाप्रतिभासं मृत्पिण्डे संवेदनं तथाप्रतिभासमेव शिवकादिषु, आकारभेदानुभवात् । न च यथाप्रतिभासभेदं तद्विजातीयेषूदकदहनपवनादिषु तथाप्रतिभासभेदमेव शिवकादिषु, मृदन्वयानुभवात् । न चास्य स्वसंवेद्यस्यापि संवेदनस्यापह्नवः कर्तुं युज्यते, प्रतीतिविरोधात् ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ નિત્યાનિત્યપણું તો, વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ હોવાથી અનુવૃત્ત-વ્યાવૃત્ત આકારવાળા સંવેદનથી ગ્રાહ્ય છે અને તેથી પ્રત્યક્ષસિદ્ધ જ છે. તે આ પ્રમાણે - મૃદુપિંડ, શિવક, સ્થાસક, ઘટ, કપાલાદિમાં સમાનપણે સર્વત્ર અનુવૃત્ત માટીનો અન્વય અનુભવાય છે અને દરેક ભેદે પર્યાયની વ્યાવૃત્તિ છે. અને તથા, જેવા પ્રતિભાસવાળું સંવેદન મૃપિંડ વિશે થાય છે, તેવા પ્રતિભાસવાળું સંવેદન જ શિવકાદિમાં નથી થતું; કેમ કે આકારભેદ અનુભવાય છે અને જે પ્રમાણે તેનાથી વિજાતીય ઉદક, અગ્નિ, પવન વગેરેમાં જુદું સંવેદન થાય છે, તે પ્રમાણે શિવકાદિમાં જુદા જ પ્રતિભાસવાળું સંવેદન થાય છે એવું પણ નથી; કેમ કે માટીનો અન્વય અનુભવાય છે. હવે આ સ્વસંવેદ્ય પણ સંવેદનનો અપલાપ કરવો યોગ્ય નથી, કેમ કે તેમાં પ્રતીતિવિરોધ છે.
# નિત્યાનિત્યનું સ્વરૂપ અને સિદ્ધિ છે વિવેચનઃ ઘટ – સુવર્ણાદિ દરેક વસ્તુઓ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. એટલે તેઓ માટી-સુવર્ણ આદિ દ્રવ્યરૂપે “નિત્ય છે અને ઘટ-કપાલાદિ, કટક-કુંડલાદિ પર્યાયરૂપે “અનિત્ય છે. આમ વસ્તુઓ નિત્યાનિત્યરૂપ છે.
પ્રશ્ન : પણ વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે તેવું શી રીતે જણાય?
ઉત્તર : પ્રત્યક્ષથી જણાય, કારણ કે વસ્તુ અનુવૃત્ત આકારના સંવેદનથી દ્રવ્યરૂપ જણાય છે અને વ્યાવૃત્ત આકારના સંવેદનથી પર્યાયરૂપ જણાય છે. તે આ પ્રમાણે
(૧) મૃપિંડ, શિવક, સ્થાસક, ઘટ, કપાલ વગેરે બધા ભેદોમાં સમાનપણે માટીની અનુગતરૂપતા અનુભવાય છે. આમ સર્વત્ર અનુગતરૂપે સંવેદિત મૃદંશ જ દ્રવ્ય છે, અને (૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org