________________
गुर्जरविवेचनसमन्वितः
८३
- પ્રવેશરશ્મિ --
ભાવાર્થ : તેનું સ્વરૂપ; ક્ષણસ્થિતિધર્મકપણું એવું કહો, તો તે બરાબર નથી, કારણ કે તે જ ઘટતું નથી. ઇત્યાદિ તે જ વાતો આવૃત્ત થશે. એટલે હવે આ પ્રસંગથી સર્યું. આ પ્રમાણે એકાંત અનિત્યમતે પણ વિજ્ઞાનાદિ કાર્યો ઘટતાં નથી. એમ સ્થિત થયું.
વિવેચન : બૌદ્ધ : (તમે ઘટાદિ ધર્મીનું સ્વરૂપ પૂછો છો, તો સાંભળો-) ક્ષણસ્થિતિધર્મકપણું; એક ક્ષણ રહેવાપણું એ જ ઘટાદિ ધર્મીનું સ્વરૂપ છે.
સ્યાદ્વાદી : આવું કહેવું પણ બરાબર નથી, કારણ કે હજી ક્ષણસ્થિતિધર્મકપણું જ સંગત થતું નથી. જુઓ – “ક્ષણસ્થિતિધર્મક એટલે એક ક્ષણ સ્થિતિસ્વભાવી વસ્તુ... હવે અહીં અર્થતઃ જણાય કે, એક ક્ષણસ્થિતિક વસ્તુની દ્વિતીયક્ષણે અસ્થિતિ જ હોવાની. તો હવે એ સ્થિતિ - અસ્થિતિ બંને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ?” - એ બધી પૂર્વોક્ત વાતો જ ફરી - ફરી આવૃત્ત થાય.
–
-
એટલે હવે આ પ્રસંગથી સર્યું.
નિષ્કર્ષ : આ પ્રમાણે ઘટાદિ વસ્તુઓને એકાંતે અનિત્ય મનાય, તો પણ વિજ્ઞાનાદિ કાર્યો સંગત થાય નહીં. એટલે વસ્તુને એકાંત નિત્ય કે અનિત્યરૂપ નહીં, પણ નિત્યાનિત્યરૂપ જ માનવી જોઈએ, એવું ફલિત થયું.
હવે ગ્રંથકારશ્રી, નિત્યાનિત્યનું સ્વરૂપ, તેની સચોટ તર્કોથી સિદ્ધિ અને તેમાં સર્વસમંજસતાઓ બતાવવા, પોતાનું યુક્તિગર્ભિત મંતવ્ય રજૂ કરે છે.
*
नित्यानित्यं पुनः कथञ्चिदवस्थितत्वादनेकस्वभावत्वाज्जनयतीति विज्ञानादिकमिચતોડવામ્યને, કૃતિ ।
• પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : વળી નિત્યાનિત્ય વસ્તુ તો કથંચિદ્ અવસ્થિત હોવાથી અને અનેકસ્વભાવી હોવાથી વિજ્ઞાનાદિને ઉત્પન્ન કરે છે. એટલે તે જણાય છે.
* નિત્યાનિત્યમતે વિજ્ઞાનની સંગતિ
વિવેચન : નિત્ય વસ્તુ; જ્ઞેયસ્વભાવી હોય તો સદા જ્ઞાન થાય અને ન હોય તો ક્યારેય જ્ઞાન ન થાય... અનિત્ય વસ્તુ; બીજી ક્ષણે ન હોવાથી જ તેનું પ્રત્યક્ષ ન થાય... આ બધા કારણોસર એકાંત નિત્ય/અનિત્યના જ્ઞાનનો નિષેધ કર્યો.
તો નિત્યાનિત્યનું જ્ઞાન કેમ થાય ?
તેના જવાબમાં ગ્રંથકારશ્રી કહે છે કે, નિત્યાનિત્યરૂપ વસ્તુ તો (૧) કચિત્ (માટી આદિ દ્રવ્યરૂપે) અવસ્થિત હોય છે. તેથી અનિત્યની જેમ - બીજી ક્ષણે નથી તેવું નથી. એટલે જ્ઞાન થઈ શકે. અને પાછી તે વસ્તુ (૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org