________________
गुर्जरविवेचनसमन्वितः –
તો વસ્તુ સ્થિતિ-અસ્થિતિસ્વભાવ શૂન્ય હોવાથી તેનો કોઈ સ્વભાવ ન રહે અને તો તે અભીષ્ટ વસ્તુનું અસ્તિત્વ કેવી રીતે ? જો કથંચિત્, તો પૂર્વોક્ત દોષ આવે.
* ક્ષણસ્થિતિધર્મકતાનો વિકલ્પશઃ નિરાસ
વિવેચન : વસ્તુને ક્ષણસ્થિતિધર્મક માનો, તો વસ્તુ ધર્મી બને અને સ્થિતિ-અસ્થિતિ તેના ધર્મ બને. હવે અહીં પણ વિકલ્પ એ કે, સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મ અને ધર્મો વચ્ચે શું છે ? (૧) ભેદ, કે (૨) અભેદ ?
८१
(૨) જો અભેદ, તો તે અભેદ પણ કેવો ? (ક) સર્વથા, કે (ખ) કથંચિત્ ?
(ક) જો સર્વથા અભેદ કહો, તો (ક-૧) સ્થિતિ-અસ્થિતિ બંને ધર્મો પરસ્પર એક થઈ જાય, કારણ કે જેમ એક ધર્મોથી અભિન્ન હોવાથી ધર્મીનું સ્વરૂપ જુદું જુદું નથી, તેમ (એક ધર્મીથી અભિન્ન હોવાથી) ધર્મોનું સ્વરૂપ પણ જુદું જુદું ન રહે ! અને તો બંને એકબીજારૂપ બની જાય.
એટલે તો અસ્થિતિ પણ સ્થિતિરૂપ બનવાથી, વસ્તુની સર્વદા સ્થિતિ જ થશે, કદી અસ્થિતિ નહીં રહે ! અથવા તો સ્થિતિ પણ અસ્થિતિરૂપ બનવાથી, વસ્તુની સર્વદા અસ્થિતિ જ રહે, કદી સ્થિતિ ન થાય !
અથવા તો સર્વથા અભેદ માનવામાં (ક-૨) એક જ ધર્મીના જુદા જુદા ટુકડા થઈ જાય, કારણ કે જેમ સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મથી અભિન્ન હોવાથી તે ધર્મોનું સ્વરૂપ જુદું જુદું છે, તેમ જુદા જુદા ધર્મોથી અભિન્ન હોઈ તે ધર્મીનું સ્વરૂપ પણ જુદું જુદું થાય !
એટલે તો સ્થિતિધર્મવાળો ધર્મી જુદો અને અસ્થિતિધર્મવાળો ધર્મી જુદો - એમ જુદા જુદા બે ધર્મી થાય ! અને તો એક જ ધર્મીની પ્રથમ ક્ષણે સ્થિતિ અને બીજી ક્ષણે અસ્થિતિ ન રહે, તો તે ધર્મી એકક્ષણસ્થિતિક જ છે એવું શી રીતે કહેવાય ?
(ખ) જો ધર્મ-ધર્મીનો કથંચિદ્ અભેદ કહો, તો તો અનેકાંતવાદ જ સ્વીકૃત થાય અને તો તમારા અભ્યુપગમનો (=એકાંતવાદનો) વિરોધ થવાનો જ.
એટલે અભેદવિકલ્પ તો સંગત નથી.
(૧) હવે જો ભેદ કહો, તો તે ભેદ પણ કેવો ? (ક) સર્વથા, કે (ખ) કથંચિત્ ?
(ક) સર્વથા ભેદ કહો, તો તો ઘટાદિ ધર્મી સ્થિતિ-અસ્થિતિસ્વભાવથી શૂન્ય બની જાય, અર્થાત્ તેનો સ્થિતિ-અસ્થિતિરૂપ સ્વભાવ ન રહે અને તેથી તો તે નિઃસ્વભાવ બની જતાં ખપુષ્પની જેમ તેનું અસ્તિત્વ જ ન રહે ! તો પછી તમે અભિપ્રેત વસ્તુની સ્થિતિ શી રીતે સંગત કરશો ? (ખ) જો કથંચિત્ ભેદ કહો, તો તો અનેકાંતવાદ જ સ્વીકૃત થાય અને તો તમારા અભ્યુપગમનો વિરોધ થવાનો જ.
નિષ્કર્ષ : આમ ધર્મ-ધર્મીનું અસ્તિત્વ એકે વિકલ્પો પ્રમાણે સંગત થતું નથી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org