________________
૭૮
अनेकान्तवादप्रवेशः
ક્ષણે તે વસ્તુની જ સ્થિતિ થાય. એટલે પોતાના હેતુથી જ સ્થિતિ-અસ્થિતિ ધર્મવાળી વસ્તુ ઉત્પન્ન થાય છે, એવું માનવું જોઈએ અને વળી અક્રમવાળા કારણથી ક્રમવાળા ધર્મથી અધ્યાસિત કાર્યની ઉત્પત્તિ થવી યોગ્ય નથી. એટલે જ્યારે સ્થિતિ, ત્યારે જ અસ્થિતિ થાય, તો તેનું ક્ષણસ્થિતિધર્મપણું કેવી રીતે? સ્થિતિ થાય તો પણ ક્ષણસ્થિતિ હોવાથી પ્રથમક્ષણસ્થિતિ સાથે વિરોધ ન હોવાથી પ્રથમણની જેમ સદા સ્થિતિનો પ્રસંગ આવે !
છે બૌદ્ધ-પ્રલાપનું નિરસન છે વિવેચનઃ સ્યાદ્વાદીઃ આવું કહો, તો પણ ક્ષણિકતાની સિદ્ધિ ન થઈ શકે, કારણ કે તે સ્થિત વસ્તુ જ બીજી ક્ષણે અસ્થિત થાય છે, તો જેમ તે વસ્તુમાં ‘સ્થિતિ નામનો ધર્મ છે, તેમ “અસ્થિતિ નામનો ધર્મ પણ માનવો પડે.
જો અસ્થિતિ નામનો ધર્મ ન માનો, તો બીજી ક્ષણે વસ્તુની અસ્થિતિ ન* રહે અને તો ત્યારે પણ વસ્તુની સ્થિતિ માનવાનો પ્રસંગ આવે ! તે આ પ્રમાણે – (અસ્થિતિ વસ્તુનો ધર્મ ન હોવાથી) પ્રથમક્ષણીય વસ્તુની જ બીજી ક્ષણે સ્થિતિ થાય છે.
એટલે માનવું જ રહ્યું કે, ઘટ વગેરે પદાર્થો, પોતાના હેતુથી જ સ્થિતિ-અસ્થિતિ ઉભયધર્મવાળા ઉત્પન્ન થાય છે. (એટલે જ તેઓની પ્રથમક્ષણે સ્થિતિ અને બીજી ક્ષણે અસ્થિતિ થાય છે.)
અને હવે મોટી સમસ્યા એ સર્જાય છે કે, બૌદ્ધમતે તો નિરંશ-એકસ્વભાવી કારણ મનાય છે, તો આવા અક્રમિક કારણથી, ક્રમિક ધર્મવાળા કાર્યની ઉત્પત્તિ શી રીતે થાય? (આશય એ કે, સ્થિતિઅસ્થિતિ પ્રથમ-દ્વિતીયક્ષણે ક્રમિક થાય છે, એટલે સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મો ક્રમિક કહેવાય, આવા ધર્મોવાળી ઘટાદિ વસ્તુઓ છે. પણ પ્રશ્ન એ કે, અક્રમ-નિરંશ કારણથી ક્રમિક ધર્મવાળી વસ્તુ શી રીતે ઉત્પન્ન થાય ?)
એટલે માનવું જ રહ્યું કે, અક્રમ-નિરંશ કારણથી અક્રમિક ધર્મવાળી (સ્થિતિ - અસ્થિતિરૂપ ધર્મ જેમાં ક્રમિક નથી, પણ યુગપત્ છે, તેવા સ્વરૂપવાળી) વસ્તુ જ ઉત્પન્ન થાય છે અને તો ઘટની એક જ સમયમાં સ્થિતિ-અસ્થિતિ માનવી પડે !
એટલે તો ઘટની જયારે (પ્રથમણે) સ્થિતિ હોય, ત્યારે જ અસ્થિતિ માનવી પડે અને તો તેનું એકક્ષણસ્થિતિધર્મકપણું (=એક ક્ષણ રહેવાપણું) પણ ક્યાં રહ્યું ? (અર્થાત્ સ્થિતિ વખતે જ અસ્થિતિ થતાં, તેની ક્ષણસ્થિતિકતા પણ ન રહી.)
અથવા, જો તેની સ્થિતિ માનો, તો તે ક્ષણસ્થાયી થાય, અર્થાતુ એક ક્ષણ રહેનાર બને. તો હવે જેમ તે વસ્તુનો પ્રથમક્ષણસ્થિતિ સાથે વિરોધ નથી, તેમ દ્વિતીયાદિ ક્ષણસ્થિતિ સાથે પણ વિરોધ નહીં રહે ! અને એટલે તો પ્રથમ ક્ષણની જેમ બીજી વગેરે સર્વ ક્ષણોમાં વસ્તુની સ્થિતિ થવાનો
* જેમ સ્થિતિ નામનો ધર્મ હોય તો જ વસ્તુની સ્થિતિ રહે, તેમ અસ્થિતિ નામનો ધર્મ હોય તો જ વસ્તુની અસ્થિતિ રહે, અન્યથા નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org