________________
गुर्जरविवेचनसमन्वितः
બૌદ્ધકૃત ક્ષણિકતાની સંગતિ “
વિવેચન : બૌદ્ધ : પૂર્વોક્ત ભેદાભેદ વિકલ્પો ત્યારે જ ઘટે કે જ્યારે (૧) પ્રથમક્ષણસ્થિતિ, અને (૨) દ્વિતીયક્ષણ-અસ્થિતિ રૂપ બંને પ્રતિયોગી વિદ્યમાન હોય. પણ તે બંને પ્રતિયોગી એક સાથે વિદ્યમાન હોતા જ નથી. તે આ પ્રમાણે -
(૧) જ્યારે દ્વિતીયાદિક્ષણ - અસ્થિતિ હોય છે, ત્યારે પ્રથમક્ષણસ્થિતિ હોતી નથી, જો હોય, તો વસ્તુની સ્થિતિ જ થાય અને તો વસ્તુની દ્વિતીયક્ષણ - અસ્થિતિ ઉપપન્ન થાય નહીં. (એટલે અસ્થિતિ વખતે સ્થિતિનું અસ્તિત્વ નથી હોતું.)
અને
(૨) જ્યારે પ્રથમક્ષણસ્થિતિ છે, ત્યારે દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ નથી, કારણ કે જેની સ્થિતિ છે, તેની જ અસ્થિતિ ન હોય.
७७
આ પ્રમાણે બંને રીતે, સ્થિતિ-અસ્થિતિ રૂપ *પ્રતિયોગીનું યુગપદ્ અસ્તિત્વ ન હોવાથી, તે બેને લઈને ભેદાભેદવિકલ્પો સંગત થાય નહીં.
પ્રશ્ન ઃ તો શું ક્ષણસ્થિતિકતાની સિદ્ધિ નિબંધ થઈ જાય છે ?
ઉત્તર : હા, જુઓ - જે વસ્તુ પ્રથમક્ષણે હતી, તે જ વસ્તુ બીજી ક્ષણે નથી હોતી - આમ વસ્તુ માત્ર એકક્ષણસ્થિતિક હોવાથી ક્ષણિકતાની સિદ્ધિ થાય જ. એટલે અમારો ક્ષણિકવાદ નિર્બાધ જણાઈ આવે છે.
*
હવે ગ્રંથકારશ્રી આનું નિરાકરણ કરવા કહે છે -
-
X
नन्वेवमपि तस्यैवास्थितत्वात् स्थितिवत् तदनवस्थितेस्तद्धर्मत्वप्रसङ्गः, अतद्धर्मत्वे च तदा स्थित्यापत्तिः; तथाहि - द्वितीयक्षणे तस्यैव स्थितिरिति, ततश्च 'स्वहेतुभ्य एव स्थित्यनवस्थितिधर्मकं समुत्पद्यते' इति प्रतिपत्तव्यम् । न चाक्रमवतः कारणात् क्रमवद्धर्माध्यासितकार्योत्पत्तिर्युज्यते इति । अतो यदैव स्थितिस्तदेवास्थितिः स्यात्, कुतः क्षणस्थितिधर्मकत्वम् इति । सत्यां वा स्थितौ, क्षणस्थायित्वे तया स्थित्याऽविरोधात् प्रथमक्षणवत् सदा स्थितिप्रसङ्गः ।
- પ્રવેશરશ્મિ !
ભાવાર્થ : સ્યાદ્વાદી : આવું કહો તો પણ તે વસ્તુ જ અસ્થિત હોવાથી, સ્થિતિની જેમ અસ્થિતિને પણ તેનો ધર્મ માનવો પડે. જો અસ્થિતિને ધર્મ ન માનો, તો ત્યારે સ્થિતિ થવાનો પ્રસંગ આવે. જુઓ - બીજી * પૂર્વોક્ત ભેદાભેદ વિકલ્પો, સ્થિતિ-અસ્થિતિરૂપ ઉભયસંબંધી=ઉભયપ્રતિયોગિક છે. એટલે જ સ્થિતિઅસ્થિતિને વિકલ્પના પ્રતિયોગી તરીકે કહ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org