________________
अनेकान्तवादप्रवेशः
ઉત્તરપક્ષઃ તમારી આ વાત પણ ઉચિત નથી, કારણ કે આવું કહેવામાં પણ પૂર્વોક્ત દોષ અકબંધ જ રહે છે. જુઓ; જો પ્રથમક્ષણસ્થિતિરૂપ જ દ્વિતીયક્ષણ-અસ્થિતિ માનવામાં આવે, તો સ્થિતિ-અસ્થિતિ બંને પરસ્પર અભિન્ન થઈ જાય ! અને તો વસ્તુની પ્રથમણે પણ અસ્થિતિ અથવા દ્વિતીયક્ષણે પણ સ્થિતિ... એવી બધી અસમંજસતાઓ પૂર્વવત્ સર્જાય જ.
એટલે દ્વિતીયક્ષણ-અસ્થિતિને જુદી અને અકલ્પિત જ માનવી રહી.
अथ क्षणस्थितिधर्मकं वस्त्वेव द्वितीयादिक्षणास्थितिः, इति ? न, तस्यैवायोगात्; तथाहि-'क्षणस्थितिधर्मकं क्षणस्थितिस्वभावमुच्यते' इत्यादि तदेवावर्त्तते, इति ।
– પ્રર્વેશરશ્મિ – ભાવાર્થઃ હવે જો ક્ષણસ્થિતિધર્મક વસ્તુ જ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિરૂપ કહો, તો તે બરાબર નથી, કારણ કે તે જ ઘટતી નથી. તે આમ- “ક્ષણસ્થિતિધર્મક એટલે ક્ષણસ્થિતિસ્વભાવી વસ્તુ....' ઇત્યાદિ એ બધી જ વાતો ફરી ફરી આવૃત્ત થાય.
વિવેચન : હવે બૌદ્ધ, સ્થિતિ-અસ્થિતિના ભેદભેદ વિકલ્પો ન ઘટે, એવું સાબિત કરવા પોતાનો એક તર્ક રજૂ કરે છે.
બૌદ્ધ : ક્ષણસ્થિતિધર્મક વસ્તુ જ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિરૂપ છે. (એટલે ક્ષણિક વસ્તુરૂપ જ અસ્થિતિ છે, તેનાથી કોઈ જુદી નહીં કે જેને લઈને તમે ભેદભેદ વિકલ્પો કરી શકો.)
સ્યાદ્વાદીઃ અરે, ભાઈ ! પણ ક્ષણસ્થિતિધર્મક વસ્તુ જ ઘટતી નથી. જુઓ – “ક્ષણસ્થિતિધર્મક એટલે એકક્ષણસ્થિતિસ્વભાવી વસ્તુ... હવે અહીં અર્થતઃ જણાય કે, એ ક્ષણસ્થિતિક વસ્તુની દ્વિતીય ક્ષણે અસ્થિતિ જ હોવાની. તો હવે એ સ્થિતિ-અસ્થિતિ બંને પરસ્પર ભિન્ન છે કે અભિન?” - એ બધી પૂર્વોક્ત વાતો જ કરી આવૃત્ત થશે.
(એટલે ક્ષણસ્થિતિક વસ્તુનું અસ્તિત્વ જ ઘટતું નથી કે જેને તમે અસ્થિતિરૂપ કહી શકો.) હવે, બૌદ્ધ, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરે છે –
– अथोच्येत-द्वितीयादिक्षणास्थितौ सत्यां प्रथमक्षणस्थितेरभावाद्, भावे वा तदनुपपत्तेः, प्रतियोग्यभावादन्यानन्यत्वकल्पनाऽसम्भवतस्तदुत्थदोषाभावः; तथाहि-द्वितीयादिक्षणे तदेव ન ભવતિ |
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : બૌદ્ધ : દ્વિતીયાદિષણ-અસ્થિતિ વખતે પ્રથમક્ષણસ્થિતિ નથી હોતી, જો હોય, તો તે અસ્થિતિની ઉપપત્તિ ન થાય. આમ પ્રતિયોગી ન હોવાથી ભિન્નભિન્નપણાની કલ્પના ન થઈ શકે અને તો તેનાથી થયેલ દોષ ન રહે. તે આમ - બીજી ક્ષણે તે જ વસ્તુ નથી થતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org